ફાર્માસ્યુટિકલ્સ વિભાગ
ભારતના MedTech ક્ષેત્રમાં રોકાણ, ઇનોવેશન અને ઉત્પાદનને વેગ આપવા સરકાર અને ઉદ્યોગ જગતે હાથ મિલાવ્યા
ભારતની મેડિકલ ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત કરવા ઇન્વેસ્ટ ઇન્ડિયા અને APACMedએ MoU પર હસ્તાક્ષર કર્યા
प्रविष्टि तिथि:
30 JUL 2026 3:23PM by PIB Ahmedabad

ભારત સરકારની રાષ્ટ્રીય રોકાણ પ્રમોશન અને ફેસિલિટેશન એજન્સી, ઇન્વેસ્ટ ઇન્ડિયાએ આજે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે એશિયા પેસિફિક મેડિકલ ટેકનોલોજી એસોસિએશન (APACMed) સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. આ MoUનો ઉદ્દેશ્ય ભારતના મેડિકલ ટેકનોલોજી ક્ષેત્રમાં રોકાણ, ઇનોવેશન અને ટકાઉ વૃદ્ધિને સુવિધાનજક બનાવવા માટે સરકાર અને વૈશ્વિક મેડટેક ઉદ્યોગ વચ્ચેના સહયોગને મજબૂત કરવાનો છે.
આ MoU આ રસાયણ અને ખાતર મંત્રાલયના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ શ્રી મનોજ જોશી અને નીતિ આયોગના સભ્ય ડૉ. એમ. શ્રીનિવાસની હાજરીમાં આપ-લે કરવામાં આવ્યો હતો.

આ ભાગીદારી રોકાણ સુવિધા, નિયમનકારી અને નીતિ વિષયક જોડાણ, સંશોધન અને ઇનોવેશન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ડિજિટલ હેલ્થ જેવા ક્ષેત્રમાં સહયોગ માટે એક ફ્રેમવર્ક પૂરું પાડે છે. તે APACMed ની સભ્ય કંપનીઓ સાથે વધુ જોડાણને પણ પ્રોત્સાહન આપશે અને ભારતમાં રોકાણ અને વિસ્તરણને સુવિધાનજક બનાવશે. આ સહયોગથી સ્થાનિક ઉત્પાદન મજબૂત થવાની, સ્થાનિક મૂલ્યવર્ધન (લોકલ વેલ્યુ એડિશન)ને પ્રોત્સાહન મળવાની, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારો થવાની અને વૈશ્વિક મેડટેક વેલ્યુ ચેઇન સાથે ભારતનું સંકલન વધુ ઊંડું થવાની અપેક્ષા છે.
MoU હસ્તાક્ષર સમારોહ પછી શ્રી મનોજ જોશીની અધ્યક્ષતામાં "વિકસિત ભારત @2047 માટે કૅટલિસ્ટ તરીકે મેડટેક" વિષય પર એક CEO રાઉન્ડટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડટેબલમાં ભારતના મેડટેક ક્ષેત્રને મજબૂત કરવા અને તેની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટેની વ્યુહાત્મક પ્રાથમિકતાઓ પર વિચારમંથન કરવા વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ઉદ્યોગના અગ્રણીઓ અને મુખ્ય હિતધારકો એકઠા થયા હતા. ચર્ચા મુખ્ય નીતિ, નિયમનકારી અને રોકાણ પ્રાથમિકતાઓ પર કેન્દ્રિત હતી, જેમાં સ્થાનિક સોર્સિંગ અને સપ્લાય ચેઇન રેઝિલિયન્સ (સ્થિતિસ્થાપકતા), સંશોધન અને વિકાસ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs)ની ભૂમિકા, ટેલેન્ટ અને વર્કફોર્સ ડેવલપમેન્ટ અને વૈશ્વિક મેડટેક બજારોમાં ભારતની ભાગીદારી વધારવાની તકોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે શ્રી મનોજ જોશીએ જણાવ્યું હતું કે, "આરોગ્ય સંભાળની વધતી માંગ, આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ અને અન્ય સહાયક નીતિગત હસ્તક્ષેપો દ્વારા સંચાલિત, ભારતના મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે. જેમ જેમ આપણે આગળ વધીએ છીએ, તેમ આપણે આપણા મેડિકલ ડિવાઇસ ક્ષેત્રને વધુ મજબૂત અને સારી રીતે સંચાલિત ઇકોસિસ્ટમમાં વિકસિત કરવાની જરૂર છે જે ગુણવત્તા, દર્દીની સુરક્ષા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપે."
મેડટેક ક્ષેત્રના રોડમેપ પર શ્રી જોશીએ જણાવ્યું હતું કે, "અમારું વિઝન મજબૂત કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસાવીને અને સ્થાનિક મૂલ્યવર્ધનને વર્તમાન 25%ના સ્તરથી વધારીને 40–45% કરીને ખાસ કરીને હાઇ-એન્ડ મેડિકલ ડિવાઇસીસ અને ઇમેજિંગ ઇક્વિપમેન્ટમાં સ્થાનિક મૂલ્યવર્ધનને મજબૂત કરવાનું છે. સરકાર સક્ષમ નીતિગત પગલાં દ્વારા આ ક્ષેત્રને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે અને PLI સ્કીમના આગામી તબક્કાની સક્રિયપણે શોધ કરી રહી છે. અમે રીએજન્ટ્સ અને ડાયગ્નોસ્ટિક્સના સ્થાનિક ઉત્પાદનમાં વધુ રોકાણ પણ ઇચ્છીએ છીએ, જ્યારે મજબૂત નિકાસ ક્ષમતા ધરાવતા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કમ્પોનન્ટ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહિત કરીએ છીએ. સરકાર અને ઉદ્યોગ વચ્ચેના સતત સહયોગ દ્વારા, અમારો ઉદ્દેશ્ય એક મજબૂત, ઇનોવેશન-સંચાલિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેડટેક ઇકોસિસ્ટમ બનાવવાનો છે જે વિકસિત ભારત @2047ના વિઝનમાં યોગદાન આપે," તેમણે ઉમેર્યું.
સહયોગી પ્રયાસો વિશે વિગતવાર જણાવતાં, નીતિ આયોગના સભ્ય ડૉ. એમ. શ્રીનિવાસે જણાવ્યું હતું કે, "ભારતમાં હેલ્થકેરના ભવિષ્ય માટે મજબૂત મેડટેક ઇકોસિસ્ટમનું નિર્માણ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજી, સંશોધન અને ડિજિટલ ઇનોવેશન સાથે ક્લિનિકલ કુશળતાનું સંકલન હેલ્થકેર ડિલિવરીને મજબૂત કરવામાં અને ઉચ્ચ-ગુણવત્તાવાળી સંભાળ સુધી પહોંચનો વિસ્તાર કરવામાં મદદ કરી શકે છે. R&Dને આગળ ધપાવવા, ઉભરતી ટેકનોલોજી અપનાવવા માટે ટેકો આપવા અને મજબૂત, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક મેડટેક ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકાર, ઉદ્યોગ, એકેડેમિયા અને ઇનોવેટર્સ વચ્ચે સતત સહયોગ આવશ્યક રહેશે."

SM/DK/JD
(रिलीज़ आईडी: 2291744)
आगंतुक पटल : 17