માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના દબાણો દૂર કરીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરાઈ

प्रविष्टि तिथि: 29 JUL 2026 12:38PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો દેશની ગતિશીલતા અને આર્થિક વિકાસની કરોડરજ્જુ છે, જે દરરોજ કરોડો મુસાફરોની અવરજવર અને રાજ્યો વચ્ચે માલસામાનનું વહન કરે છે. જો કે, રસ્તાની સુરક્ષા અને કાર્યક્ષમ હાઇવે કામગીરી માટે સતત રહેલા સૌથી મોટા સંકટોઓમાંથી એક હાઇવે કોરિડોર પરના અનધિકૃત દબાણો છે.

ગેરકાયદેસર બાંધકામો, વ્યાવસાયિક સ્થાપનાઓ, અસ્થાયી શેડ, રસ્તાના કિનારે કરાયેલા વિસ્તરણ અને અન્ય દબાણો રસ્તાને સાંકડા કરે છે, દૃશ્યતા બાધિત કરે છે, ડ્રેનેજ સિસ્ટમમાં દખલ કરે છે અને અસુરક્ષિત એન્ટ્રી તથા એક્ઝિટ પોઇન્ટ ઊભા કરે છે. આવા અવરોધો વાહનોને અચાનક લેન બદલવાની ફરજ પાડીને, પ્રતિક્રિયા આપવાનો સમય ઘટાડીને અને ડ્રાઇવરોનું ધ્યાન ભંગ કરતાં, માર્ગ અકસ્માતોનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે. દબાણો હાઇવેની જાળવણી, કટોકટીની સ્થિતિમાં અપાતી પ્રતિક્રિયા (ઇમરજન્સી રિસ્પોન્સ) અને ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણને પણ બાધિત કરે છે.

જાહેર રસ્તાઓને સુરક્ષિત અને સુલભ રાખવાના મહત્વને સ્વીકારીને, સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટ) જાહેર રસ્તાઓ અને ધોરીમાર્ગો પરના અનધિકૃત દબાણોને દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પ્રતિબદ્ધતાને અનુરૂપ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દેશભરમાં સતત દબાણ વિરોધી ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ કામગીરી કાનૂની જોગવાઈઓ અને સ્થાપિત પ્રક્રિયાઓ અનુસાર હાથ ધરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય રાઇટ ઓફ વે (RoW) પુનઃસ્થાપિત કરવાનો, ટ્રાફિકની પરિવહનમાં સુધારો કરવાનો અને તમામ માર્ગ વપરાશકર્તાઓ માટે સુરક્ષા વધારવાનો છે.

આવી જ એક પહેલ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI), PIU રાજકોટ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, જેણે સુઓ મોટુ રિટ પીટિશન (સિવિલ) નંબર 09/2025 માં ભારતના માનનીય સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું સખત પાલન કરીને મોટા પાયે દબાણ વિરોધી ઝુંબેશ શરૂ કરી છે.

NHAI એ તેના ક્ષેત્રાધિકાર હેઠળના લગભગ 693 કિમીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સર્વેક્ષણ કર્યું હતું અને અનધિકૃત બાંધકામો, ગેરકાયદેસર વ્યાવસાયિક પહોંચ અને અપ્રમાણિત મીડિયન કટ્સ—હાઇ-સ્પીડ કોરિડોર પર સરેરાશ જીવલેણ અકસ્માતોનું જોખમ વધારતા મુખ્ય સુરક્ષા જોખમો સામે 1,403 નોટિસો આપી હતી. તાત્કાલિક પગલાં લેતાં, પ્રાધિકરણે 361 થી વધુ ગેરકાયદેસર પ્રવેશ/રસ્તાઓ અને દબાણો દૂર કરી દીધા છે અને 150 અનધિકૃત મીડિયન ગેપને કાયમી ધોરણે બંધ કરી દીધા છે. આ ઝુંબેશ સંબંધિત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ્સ (DMs) અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SPs) સાથે મજબૂત સંકલનમાં હાથ ધરવામાં આવી છે, જે સુચારુ અને અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરે છે. તાજેતરની મેગા-ડ્રાઇવ્સે ધાર્મિક રીતે મહત્વપૂર્ણ સોમનાથ-દ્વારકા હાઇવે પર, ખાસ કરીને બરડિયામાં અને ઓનેસ્ટ હોટેલથી હાથી ચોક સુધીના વિસ્તારમાં સેંકડો અનધિકૃત કબ્જાઓને સફળતાપૂર્વક દૂર કર્યા છે.

આ પહેલો માત્ર અમલીકરણની કવાયત નથી—તે માર્ગ સુરક્ષાના હસ્તક્ષેપ છે. હટાવવામાં આવેલું દરેક દબાણ દૃશ્યતા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે છે, ટ્રાફિક ફ્લો સુધારે છે, ઇમરજન્સી કામગીરી માટે જગ્યા પૂરી પાડે છે અને અકસ્માતોની સંભાવના ઘટાડે છે. સાથે જ, નિર્ધારિત રાઇટ ઓફ વે નું રક્ષણ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર રોકાણનું રક્ષણ કરે છે અને બિનજરૂરી વિલંબ વિના ભવિષ્યના હાઇવે વિકાસને સક્ષમ બનાવે છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2290947) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Tamil , Telugu