ખાતર વિભાગ
ખાતરની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને કાળાબજાર રોકવા માટે સરકારે પગલાં વધુ સઘન
ખાતરના કાળાબજાર, સંગ્રહખોરી અને જથ્થો અન્યત્ર વાળવા સામે 2025માં 4.84 લાખથી વધુ દરોડા પાડવામાં આવ્યા
યુરિયા સબસિડી, એનબીએસ (NBS) યોજના અને સતત પુરવઠા મોનિટરિંગ દ્વારા પરવડે તેવા ખાતરની સુનિશ્ચિતતા
प्रविष्टि तिथि:
28 JUL 2026 4:11PM by PIB Ahmedabad
ભારત સરકારે ખાતરના કાળાબજાર, સંગ્રહખોરી, ડાયવર્ઝન અને ગુણવત્તાહિન ખાતરના વેચાણ સામે સખત કાર્યવાહી કરવાની સાથે ખેડૂતોને સમયસર અને પર્યાપ્ત માત્રામાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ખાતરના અવિરત પુરવઠાને સુનિશ્ચિત કરવા, પરવડે તેવા ભાવ જાળવી રાખવા અને દેશભરમાં અમલીકરણને મજબૂત કરવા માટે એક વ્યાપક તંત્ર ગોઠવવામાં આવ્યું છે.
દરેક પાક મોસમ દરમિયાન ખાતરની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (DA&FW), રાજ્ય સરકારો સાથે પરામર્શ કરીને, દરેક સિઝન પહેલાં રાજ્ય-વાર અને માસ-વાર ખાતરની જરૂરિયાતનું મૂલ્યાંકન કરે છે. આ અંદાજોના આધારે, ખાતર વિભાગ માસિક પુરવઠા યોજનાઓ દ્વારા પર્યાપ્ત જથ્થાની ફાળવણી કરે છે અને ઉપલબ્ધતાનું સતત નિરીક્ષણ કરે છે. તમામ મુખ્ય સબસિડી વાળા ખાતરોના પરિવહન પર ઇન્ટિગ્રેટેડ ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ સિસ્ટમ (iFMS) દ્વારા નજર રાખવામાં આવે છે. સ્થાનિક ઉત્પાદન અને માંગ વચ્ચેના તફાવતને પૂરો કરવા માટે સરકાર ખાતરની આયાતને અગાઉથી આખરી ઓપ આપે છે, સમયસર પુરવઠા માટે ઉત્પાદકો અને આયાતકારો સાથે સમન્વય સાધે છે, ખાતરની રેકની પ્રાથમિકતાના ધોરણે હલનચલન માટે રેલવે મંત્રાલય સાથે નજીકથી કામ કરે છે, અને રાજ્ય સરકારો જિલ્લા-સ્તરના વિતરણની દેખરેખ રાખે છે. પરિણામે, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યુરિયા, ડીએપી, એમઓપી અને એનપીકેએસની પર્યાપ્ત ઉપલબ્ધતા જાળવી રાખવામાં આવી હતી. રાજ્ય-વાર વિગતો નીચે મુજબ પૂરી પાડવામાં આવેલ છે.
| |
યુરિયા (UREA)
|
|
|
ડીએપી (DAP)
|
|
|
એમઓપી (MOP)
|
|
|
એનપીકેએસ (NPKS)
|
|
|
ઓલ ઈન્ડિયા
|
જરૂરિયાત
|
ઉપલબ્ધતા
|
ડીબીટી વેચાણ
|
જરૂરિયાત
|
ઉપલબ્ધતા
|
ડીબીટી વેચાણ
|
જરૂરિયાત
|
ઉપલબ્ધતા
|
ડીબીટી વેચાણ
|
જરૂરિયાત
|
ઉપલબ્ધતા
|
|
કુલ
|
381.45
|
450.79
|
396.60
|
110.42
|
121.72
|
100.80
|
26.82
|
30.58
|
22.56
|
158.49
|
198.97
|
સરકાર યુરિયા સબસિડી યોજના અને ન્યુટ્રિઅન્ટ બેઝ્ડ સબસિડી (NBS) યોજના દ્વારા ખેડૂતો માટે ખાતરો પરવડે તેવા રહે તે સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખે છે. યુરિયા સબસિડી યોજના હેઠળ, યુરિયાના 45 કિલોની ગુણીની મહત્તમ છૂટક કિંમત (MRP) ₹242 પ્રતિ ગુણી (લીમડાના કોટિંગના ચાર્જિસ અને લાગુ પડતા કર સિવાય) રહે છે, જેમાં વિતરિત કિંમત અને બજારમાં પ્રાપ્ત થતી કિંમત વચ્ચેનો તફાવત ઉત્પાદકો/આયાતકારોને સબસિડી તરીકે ચૂકવવામાં આવે છે. 1 એપ્રિલ 2010 થી અમલમાં મૂકાયેલ એનબીએસ (NBS) યોજના હેઠળ, પોષક તત્ત્વોની માત્રા અને પોઈન્ટ ઓફ સેલ (PoS) વેચાણના આધારે અધિસૂચિત ફોસ્ફેટિક અને પોટાશિક (P&K) ખાતરો પર સબસિડી પૂરી પાડવામાં આવે છે. ખરીફ 2026 દરમિયાન ડીએપીને ₹1,350 પ્રતિ 50 કિલોની ગુણીની પરવડે તેવી કિંમતે જાળવી રાખવા માટે, સરકારે આયાતી અને સ્થાનિક ડીએપી અને આયાતી ટીએસપી પર એનબીએસ સબસિડી ઉપરાંત મેટ્રિક ટન દીઠ ₹3,500 નું વધારાનું સમર્થન લંબાવ્યું છે. આ સમર્થનમાં પરિવહન ખર્ચ, આંતરરાષ્ટ્રીય ભાવની અસ્થિરતા, એમઆરપીમાં સમાવિષ્ટ જીએસટી ઘટક અને ચોખ્ખી એમઆરપી (જીએસટી સિવાય) ના 4% નો વાજબી વળતર દર આવરી લેવામાં આવ્યો છે.
પીએન્ડકે (P&K) ખાતર ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે, સરકારે 18 જાન્યુઆરી 2024 ના રોજ એમઆરપીની વાજબીપણાં અંગેની માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં આયાતકારો માટે 8%, ઉત્પાદકો માટે 10% અને એકીકૃત ઉત્પાદકો માટે 12% નો વાજબી નફાનો ગાળો (પ્રોફિટ માર્જિન) પૂરો પાડવામાં આવ્યો છે. એનબીએસ યોજના હેઠળ નવા ઉત્પાદન એકમો અને હાલની ક્ષમતાઓના વિસ્તરણને માન્યતા આપવામાં આવી છે, જ્યારે આ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ખાતરના ગ્રેડની સંખ્યા 2021 માં 22 હતી તે વધીને 28 થઈ ગઈ છે. સ્વદેશી રીતે ઉત્પાદિત ફોસ્ફેટિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ખરીફ 2022 થી સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) પર ફ્રેટ સબસિડી પણ ચાલુ રાખવામાં આવી છે. ખાતરોની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પોષક તત્ત્વોની સબસિડી દરોની દ્વિ-વાર્ષિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે.
સરકાર કાળાબજાર, સંગ્રહખોરી, ડાયવર્ઝન અને ગુણવત્તાહિન ખાતરના વેચાણ સામેના અમલીકરણના પગલાંનું પણ નિરીક્ષણ કરી રહી છે. DA&FW તરફથી મળેલા અહેવાલ મુજબ, 2025 દરમિયાન દેશભરમાં 4,84,663 દરોડા પાડવામાં આવ્યા હતા, જે અંતર્ગત 17,392 કારણ દર્શાવો નોટિસો જારી કરવામાં આવી, 6,941 લાયસન્સ સ્થગિત અથવા રદ કરવામાં આવ્યા, અને ડિફોલ્ટરો સામે 847 એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા અને ગેરરીતિઓ રોકવા માટે DA&FW નિયમિતપણે રાજ્ય સરકારો સાથે ફોલો-અપ કરે છે. કૃષિ ઇનપુટ્સ માટેની ઝોનલ પરિષદો દ્વારા ખાતરની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જ્યાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમના કુલ વાવેતર વિસ્તાર, સિંચાઈ હેઠળના વિસ્તાર, ખાતર વપરાશની પેટર્ન અને જમીનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા પાક-વાર પોષક તત્વોની ભલામણોના આધારે તેમની મોસમી માંગનો અંદાજ રજૂ કરે છે.
સરકારે સલામત અને ગુણવત્તાયુક્ત જંતુનાશકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ ઘણાં પગલાં લીધાં છે. જંતુનાશક અધિનિયમ, 1968 હેઠળ રચાયેલી નોંધણી સમિતિ (Registration Committee) જંતુનાશકોની કાર્યક્ષમતા અને સુરક્ષાનું મૂલ્યાંકન કર્યા પછી જ તેમની નોંધણી કરે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ વૈજ્ઞાનિક પુરાવા, રાજ્ય સરકારોના અહેવાલો અને ઝેરીપણું અથવા પર્યાવરણીય ચિંતાઓ સંબંધિત આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોના આધારે નોંધાયેલા જંતુનાશકોની સમયાંતરે સમીક્ષા કરે છે. નોંધાયેલા જંતુનાશકો, જ્યારે નિર્ધારિત લેબલ દાવાઓ અને પત્રિકાઓ અનુસાર ઉપયોગમાં લેવાય છે, ત્યારે મનુષ્યો, પ્રાણીઓ કે પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી.
જંતુનાશકોના અવશેષો પર નજર રાખવા માટે, સરકાર 2005-06 થી રાષ્ટ્રીય સ્તરે જંતુનાશકોના અવશેષોનું મોનિટરિંગ (MPRNL) પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ, 40 NABL-માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળાઓ દેશભરમાંથી એકત્રિત કરાયેલા શાકભાજી, ફળો, મસાલા, અનાજ, કઠોળ, ઔષધિઓ, માછલી અને મરીન પ્રોડક્ટ્સ, માસ, ઈંડા, ચા, દૂધ અને પાણીના નમૂનાઓનું વિશ્લેષણ કરે છે. જંતુનાશકોના અવશેષો પરના માસિક અહેવાલો, જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા નિર્ધારિત મહત્તમ અવશેષ મર્યાદા (MRLs) થી વધુ હોય તેવા નમૂનાઓ અને ઓફ-લેબલ જંતુનાશકોના ઉપયોગના કેસોનો સમાવેશ થાય છે, તે સલામત અને વિવેકપૂર્ણ જંતુનાશક ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ (IPM) પ્રથાઓને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના કૃષિ વિભાગો સાથે શેર કરવામાં આવે છે.
મંત્રાલય ગુણવત્તાયુક્ત જંતુનાશકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જંતુનાશક અધિનિયમ, 1968 અને જંતુનાશક નિયમો, 1971 ના સબંધી જોગવાઈઓનો પણ અમલ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ઇન્સેક્ટીસાઇડ ઇન્સ્પેક્ટરો ગુણવત્તા પરીક્ષણ માટે ઉત્પાદન એકમો અને છૂટક દુકાનોમાંથી નિયમિતપણે નમૂનાઓ એકત્રિત કરે છે. નમૂનાઓનું વિશ્લેષણ અધિસૂચિત ઇન્સેક્ટીસાઇડ એનાલિસ્ટ દ્વારા કરવામાં આવે છે, અને જ્યાં નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે ત્યાં ઉત્પાદકો અથવા ડીલરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. પરવડે તેવા ભાવ અને ઉપલબ્ધતામાં સુધારો કરવા માટે, રજીસ્ટ્રેશન કમિટી જેનરિક જંતુનાશકો માટે ઝડપથી નોંધણી આપે છે, જેમાં કલમ 9(4) હેઠળ નોંધણી ફી ₹25,000 નિશ્ચિત કરવામાં આવી છે, જે આ અધિનિયમની કલમ 9(3) હેઠળ ₹2,25,000 હતી.
આ માહિતી રસાયણ અને ખાતર મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ દ્વારા આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2290550)
आगंतुक पटल : 30