શ્રમ અને રોજગાર મંત્રાલય
azadi ka amrit mahotsav

લાંબા સમયથી પેન્ડિંગ મજૂર કેસોના ઝડપી નિકાલ માટે વિશેષ ઝુંબેશ

પોસ્ટેડ ઓન: 27 JUL 2026 4:40PM by PIB Ahmedabad

ચીફ લેબર કમિશનર (સેન્ટ્રલ)ની કચેરીએ ઔદ્યોગિક વિવાદના પેન્ડિંગ કેસો અને વેતન, ગ્રેચ્યુઇટી, માતૃત્વ લાભો અને અન્ય વૈધાનિક દાવાઓ સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે 1 જૂન, 2026 થી 31 ઓગસ્ટ, 2026 સુધી ત્રણ મહિનાની વિશેષ ઝુંબેશ શરૂ કરી છે.

1 જૂન, 2026ના રોજ ક્ષેત્રીય કચેરીઓ (ફીલ્ડ ઓફિસો) સમક્ષ કુલ 16,033 કેસો પેન્ડિંગ હતા. વિશેષ ઝુંબેશના પહેલા મહિના દરમિયાન, 2,769 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

આ માહિતી આજે લોકસભામાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે એક લેખિત જવાબમાં આપી હતી.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2289991) મુલાકાતી સંખ્યા : 47
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी