આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્રના માપન માટે મંત્રાલય દ્વારા અસંગઠિત ક્ષેત્રના એન્ટરપ્રાઇસિઝનું વાર્ષિક સર્વેક્ષણ; ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો પ્રકાશિત

प्रविष्टि तिथि: 27 JUL 2026 2:55PM by PIB Ahmedabad

સાંખ્યિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)એ 14.07.2026ના રોજ ટ્રાયલ ઇન્ડેક્સ ઓફ સર્વિસીસ પ્રોડક્શન (ISP) બહાર પાડ્યો છે. આ ઇન્ડેક્સ દર મહિને સ્ત્રોત એજન્સીઓ દ્વારા પૂરા પાડવામાં આવેલ જીએસટી (GST) માંથી બહારના પુરવઠાના ડેટા અને અન્ય વહીવટી ડેટાનો ઉપયોગ કરીને 19 ઉપ-ક્ષેત્રોના સંદર્ભમાં સંકલિત કરવામાં આવે છે.

ટ્રાયલ ISPs હિતધારકો, શિક્ષણશાસ્ત્રીઓ અને સંશોધકો પાસેથી પદ્ધતિસરના માળખા પર પ્રતિસાદ મેળવવાના હેતુથી બહાર પાડવામાં આવે છે. ટ્રાયલ ISPs ની સ્થિરતા ચકાસવા માટે ઉપયોગમાં લેવાતી તકનીકો/ પદ્ધતિઓમાં યોગ્ય ડિફ્લેટર્સનો ઉપયોગ અને અન્ય ગૌણ ડેટા સ્ત્રોતો સાથે ટ્રાયલ ISPs ના વલણોનું માન્યીકરણ સામેલ છે.

ISP અર્થતંત્રના સંગઠિત (ઔપચારિક) ક્ષેત્રને આવરી લે છે. ઇનકોર્પોરેટેડ સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઇઝિસનું વાર્ષિક સર્વેક્ષણ (ASISSE) ઇનકોર્પોરેટેડ સર્વિસ સેક્ટરને આવરી લે છે. અર્થતંત્રના અસંગઠિત (અનઇનકોર્પોરેટેડ) ક્ષેત્રના માપન માટે, મંત્રાલય અસંગઠિત ક્ષેત્રના એન્ટરપ્રાઇઝિસનું વાર્ષિક સર્વેક્ષણ (ASUSE) હાથ ધરે છે અને ત્રિમાસિક તથા વાર્ષિક પરિણામો પ્રકાશિત કરે છે.

આ માહિતી આજે રાજ્યસભામાં સાંખ્યિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી), યોજના મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને સંસ્કૃતિ મંત્રાલયના રાજ્ય મંત્રી રાવ ઇન્દરજીત સિંહે આપી હતી.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2289911) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada