સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
સરકારે વરિષ્ઠ નાગરિકો માટે રિટાયર્મેન્ટ હોમ્સના વિકાસ અને નિયમન માટે મોડેલ માર્ગદર્શિકા જાહેર કરી: રાજ્યસભમાં લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને આધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા
મોડેલ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં સુરક્ષિત, સુલભ અને સુનિયમિત રિટાયર્મેન્ટ હોમ્સને પ્રોત્સાહન આપવાનો છે
प्रविष्टि तिथि:
24 JUL 2026 4:42PM by PIB Ahmedabad
વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત, સુલભ અને સન્માનજનક જીવનનિર્વાહની પરિસ્થિતિઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રિટાયર્મેન્ટ હોમ્સના વિકાસ અને નિયમન માટે મોડેલ માર્ગદર્શિકા તૈયાર કરીને મોકલી આપી છે. આ પહેલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની નિયામક પ્રણાલીઓને મજબૂત કરવા માટે પ્રોત્સાહિત કરવાની સાથે રિટાયર્મેન્ટ હોમ્સની સ્થાપના, કામગીરી અને નિયમન માટે એક વ્યાપક માળખું પૂરું પાડવાનો પ્રયાસ કરે છે.
સામાજિક ન્યાય અને આધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા દ્વારા રાજ્યસભામાં શ્રી નીરજા ડાંગીના લેખિત જવાબમાં આ માહિતી આપવામાં આવી હતી. મંત્રીશ્રીએ ગૃહને માહિતગાર કર્યા હતા કે બંધારણની સાતમી અનુસૂચિની યાદી II ની એન્ટ્રી 18 હેઠળ 'જમીન' (Land) અને 'કોલોનાઇઝેશન' (Colonization) એ રાજ્યના વિષયો છે. જોકે, વરિષ્ઠ નાગરિકો માટે ગુણવત્તાયુક્ત રહેણાંક સુવિધાઓની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે રિટાયર્મેન્ટ હોમ્સ માટેની નીતિઓ અને નિયમો વિકસાવવામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે સંદર્ભ માળખા તરીકે સેવા આપવા માટે મોડેલ માર્ગદર્શિકા તૈયાર કરી છે.

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે મોડેલ માર્ગદર્શિકામાં રિટાયર્મેન્ટ હોમ્સ વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી ધોરણો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં વ્હીલચેર-સુલભ રેમ્પ અને લિફ્ટ, હેન્ડરેલ સાથેના પહોળા કોરિડોર, અવિરત પાણી પુરવઠો, પાવર બેકઅપ સુવિધાઓ, એમ્બ્યુલન્સ સેવાઓ અને તાત્કાલિક કટોકટી પ્રતિક્રિયા માટે એપાર્ટમેન્ટમાં પેનિક એલાર્મ સિસ્ટમ્સની જોગવાઈનો સમાવેશ થાય છે. આ માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકો માટે અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે જે રહેવાસીઓ માટે સુરક્ષા, સુલભતા અને સ્વતંત્ર જીવનનિર્વાહને પ્રોત્સાહન આપે છે.
લેખિત જવાબમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે રિટાયર્મેન્ટ હોમ્સ રીઅલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016 (RERA) ની જોગવાઈઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. પરિણામે, આવા પ્રોજેક્ટ્સે અન્ય રીઅલ એસ્ટેટ વિકાસ માટે લાગુ પડતા પારદર્શિતા, જવાબદેહી અને ગ્રાહક સુરક્ષાના પગલાંનું પાલન કરવું જરૂરી છે, જેથી વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિવારોમાં વિશ્વાસ મજબૂત થાય.
સરકાર સુરક્ષિત, સુલભ અને વ્યવસાયિક રીતે સંચાલિત રિટાયર્મેન્ટ હોમ્સના વિકાસને પ્રોત્સાહિત કરીને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અને ગૌરવને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. મોડેલ માર્ગદર્શિકા દ્વારા, મંત્રાલય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક મજબૂત નિયામક ઇકોસિસ્ટમ બનાવવામાં ટેકો આપવા માંગે છે જે સમગ્ર દેશમાં વરિષ્ઠ નાગરિકો માટે ગુણવત્તાયુક્ત સેવાઓ, વર્ધિત સુરક્ષા ધોરણો અને વધુ સારું જીવન ધોરણ સુનિશ્ચિત કરે છે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2289119)
आगंतुक पटल : 66