પોસ્ટેડ ઓન:
24 JUL 2026 3:51PM by PIB Ahmedabad
નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, MBBS ની બેઠકોમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માં 1,09,115 થી વધીને શૈક્ષણિક વર્ષ 2025-26 માં 1,28,976 નો વધારો થયો છે અને PG ની બેઠકોમાં શૈક્ષણિક વર્ષ 2023-24 માં 31,185 થી વધીને શૈક્ષણિક વર્ષ 2025-26 માં 86,360 નો વધારો થયો છે.
ઇન્ડિયન મેડિકલ રજિસ્ટર (IMR) અનુસાર, અત્યાર સુધીમાં રજિસ્ટર્ડ તબીબોની કુલ સંખ્યા 15,35,155 અને આયુષ તબીબી પદ્ધતિમાં 7,51,768 રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સ છે. એલોપેથિક અને આયુષ બંને પદ્ધતિઓમાં રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સમાંથી 80% ઉપલબ્ધ છે તેવું ધારીએ તો, દેશમાં ડૉક્ટર-વસ્તી ગુણોત્તર 1:778 હોવાનો અંદાજ છે.
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
IJ/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com