યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ગ્લાસગો ખાતે ભારતીય સમુદાય સાથે 'ચિયર ફોર ભારત' સાયકલિંગ પહેલનું નેતૃત્વ કર્યું, ફિટનેસના વૈશ્વિક સંદેશને મજબૂત કર્યો


"સાયકલિંગ આપણું સ્વાસ્થ્ય, આપણું પર્યાવરણ અને આપણા ગ્રહનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે": ડો. મનસુખ માંડવિયા

"વિકસિત ભારતનું વિઝન સાકાર કરવા માટે તમામ ભારતીયોએ પ્રધાનમંત્રી ફિટ ઈન્ડિયા મુવમેન્ટમાં જોડાવું જ જોઈએ": ડો. મનસુખ માંડવિયા

प्रविष्टि तिथि: 23 JUL 2026 4:23PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી, ડો. મનસુખ માંડવિયાએ આજે સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે ભારતીય સમુદાયના સભ્યો સાથે સાયકલ રેલીમાં ભાગ લીધો હતો, જેમાં 'ચિયર ફોર ભારત' પહેલ હેઠળ ફિટનેસ, સ્વસ્થ જીવનશૈલી અને સામુદાયિક ભાગીદારીના સંદેશને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયના સભ્યોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી, જેઓ કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ભારતીય ટુકડીને પ્રોત્સાહિત કરવા અને શારીરિક પ્રવૃત્તિને દૈનિક જીવનનો એક ભાગ બનાવવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃઉચ્ચારિત કરવા માટે કેન્દ્રીય મંત્રી સાથે જોડાયા હતા.

આ પહેલ રમતગમત અને ફિટનેસની વૈશ્વિક ભાષા દ્વારા ભારતીય સમુદાય સાથે લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની સાથે સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાના ભારત સરકારના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. ડો. માંડવિયાએ રાઈડ દરમિયાન સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને ફિટ ઈન્ડિયા મુવમેન્ટના આદર્શોને પ્રોત્સાહન આપવા પ્રત્યેના તેમના ઉત્સાહની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતીય રમતવીરો કોમનવેલ્થ ગેમ્સ 2026માં દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ગ્લાસગો આવ્યા છે, અને ભારતીય ટુકડીને ટેકો આપવા માટે 'ચિયર ફોર ભારત' પહેલ હેઠળ ભારતીય સમુદાયના સભ્યોને એકસાથે આવતા જોવું પ્રોત્સાહક હતું. તેમણે કહ્યું કે સાયકલિંગ ઈવેન્ટે એક મજબૂત વૈશ્વિક સંદેશ પણ આપ્યો છે કે દરેક વ્યક્તિ અને દરેક સમાજ માટે ફિટનેસ આવશ્યક છે. ફિટ ઈન્ડિયા મુવમેન્ટ પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરતા કેન્દ્રીય મંત્રીએ નોંધ્યું હતું કે ભારતીય સમુદાયની ઉત્સાહપૂર્ણ ભાગીદારી ચળવળ સાથેના તેમના સતત જોડાણ અને વિશ્વભરમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

તંદુરસ્ત નાગરિકોના પાયા પર જ વિકસિત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે તેના પર ભાર મુકતા, ડો. માંડવિયાએ તમામ ભારતીયોને ફિટ ઈન્ડિયા મુવમેન્ટમાં સક્રિયપણે ભાગ લેવા અને વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સાયકલિંગ ફિટનેસને પ્રોત્સાહન આપીને, પ્રદૂષણ ઘટાડીને અને ટ્રાફિક જામને હળવો કરીને બહુવિધ સમકાલીન પડકારોના ઉકેલો પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે, "આ સાયકલિંગ પહેલ દ્વારા, આપણે વિશ્વને એ સંદેશ આપવા માંગીએ છીએ કે સાયકલિંગ આપણું સ્વાસ્થ્ય, આપણું પર્યાવરણ અને આપણા ગ્રહનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે."

નોંધનીય છે કે, ડો. માંડવિયા કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ગ્લાસગોમાં છે, જ્યાં તેઓ ભારતીય એથ્લેટ્સ, અધિકારીઓ અને ભારતીય સમુદાયના સભ્યો સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, જે રમતગમતમાં ઉત્કૃષ્ટતા અને ફિટર ઈન્ડિયાના વિઝનને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને રેખાંકિત કરે છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2288337) आगंतुक पटल : 22
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil