રાજ્યસભા સચિવાલય
azadi ka amrit mahotsav

જાનમાલના નુકસાન સાથે દેશના વિવિધ ભાગોમાં આવેલી કુદરતી આપત્તિઓનો ભોગ બનેલા લોકો પ્રત્યે ગૃહ વતી સંવેદના અને સદ્ભાવના વ્યક્ત કરવા માટે માનનીય સભાપતિ, રાજ્યસભા દ્વારા આજે કરવામાં આવેલા સંદર્ભનો મૂળપાઠ

प्रविष्टि तिथि: 23 JUL 2026 2:01PM by PIB Ahmedabad

સભાપતિ: માનનીય સભ્યો, જેમ કે તમે જાણતા હશો કે, જૂન અને જુલાઈ, 2026 દરમિયાન દેશના વિવિધ ભાગોમાં, ખાસ કરીને આસામ, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ, કેરળ, મિઝોરમ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાં ભારે વરસાદ અને આપત્તિઓ જેવી કે પૂર, વીજળી પડવી અને ભૂસ્ખલનને કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો પ્રતિકૂળ રીતે પ્રભાવિત થયા છે.

આનાથી મિલકત, પાક અને સાર્વજનિક પાયાની સુવિધાઓને પણ વ્યાપક નુકસાન થયું છે. પ્રદેશોની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. NDRFની ટીમોના સક્ષમ ટેકા સાથે સંબંધિત સરકારો બચાવ અને રાહત કામગીરી હાથ ધરી રહી છે.

કિંમતી જીવોનું નુકસાન અને લોકોને થયેલી ઈજા ખરેખર દુઃખદ અને કમનસીબ છે.

ગૃહ મારી સાથે મળીને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલ તેમજ અસરગ્રસ્ત લોકોના વહેલી તકે સ્વાસ્થ્યલાભ અને પુનર્વસન માટે પ્રાર્થના કરે છે.

હું ગૃહના તમામ સભ્યોને વિનંતી કરું છું કે કુદરતી આપત્તિઓમાં જીવ ગુમાવનારાઓની સ્મૃતિને માન આપવા પોતાના સ્થાને ઊભા રહીને થોડા સમય માટે મૌન પાળે.

IJ/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2288257) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी