સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

સરકારે PM-YASASVI દ્વારા OBC, EBC અને DNT વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકો મજબૂત કરી


PM-YASASVI અમ્બ્રેલા યોજના પ્રી-મેટ્રિકથી ઉચ્ચ શિક્ષણ સુધી શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડે છે

प्रविष्टि तिथि: 22 JUL 2026 2:41PM by PIB Ahmedabad

ભારત સરકારે PM-YASASVI (પ્રાઇમ મિનિસ્ટર યંગ એચિવર્સ સ્કોલરશિપ એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ ઇન્ડિયા) અમ્બ્રેલા યોજના દ્વારા અન્ય પછાત વર્ગો (OBC), આર્થિક રીતે પછાત વર્ગો (EBC) અને વિચરતી અને  વિમુક્ત જાતિઓ (DNT) ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકોના વિસ્તાર માટે તેની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. યોજનાનો ઉદ્દેશ્ય નાણાકીય અવરોધોને ઘટાડવાનો અને સમુદાયોના પાત્ર વિદ્યાર્થીઓ માટે સર્વસમાવેશી, સમાન અને ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.

સામાજિક ન્યાય અને આધિકારિકતા રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્માએ લોકસભામાં સાંસદ શ્રી કામાખ્યા પ્રસાદ તાસાને આપેલા લેખિત જવાબમાં માહિતી આપી હતી.

ગૃહને જણાવવામાં આવ્યું હતું કે PM-YASASVI અમ્બ્રેલા યોજનામાં શિક્ષણના વિવિધ તબક્કે વિદ્યાર્થીઓને ટેકો આપવા માટે રચાયેલ ચાર મુખ્ય શિષ્યવૃત્તિ ઘટકોનો સમાવેશ થાય છે. આમાં OBC, EBC અને DNT સમુદાયોના પાત્ર વિદ્યાર્થીઓ માટે પ્રી-મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ, પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપ સ્કીમ, ટોપ ક્લાસ એજ્યુકેશન ઇન સ્કૂલ્સ સ્કીમ અને ટોપ ક્લાસ એજ્યુકેશન ઇન કોલેજિસ સ્કીમનો સમાવેશ થાય છે.

લેખિત જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે PM-YASASVI યોજનાનો ખાસ ઉદ્દેશ્ય નીતિગત લાભાર્થી જૂથોના પાત્ર વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેઓ નાણાકીય મુશ્કેલીઓ વિના શાળાકીય અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.

યોજના સામાજિક અને શૈક્ષણિક રીતે વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સમાન તકો સુધી વધુ પહોંચ મળે તે સુનિશ્ચિત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2287630) आगंतुक पटल : 76
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali-TR , Kannada