સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
જાન્યુઆરી 2021થી જૂન 2026 વચ્ચે જોખમી ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ દરમિયાન 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 332 સફાઈ કામદારોના મોત નોંધાયા
મેન્યુઅલ સ્કેવેન્જિંગના સંપૂર્ણ નાબૂદી માટે સરકાર પોતાની કટિબદ્ધતા દોહરાવે છે: લોકસભામાં લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલે
જોખમી રીતે માનવ દ્વારા હાથ ધરાતી સફાઈ માટે એજન્સીઓ અને અધિકારીઓ સામે છેલ્લા પાંચ વર્ષમાં 193 એફઆઈઆર નોંધાઈ
प्रविष्टि तिथि:
21 JUL 2026 7:08PM by PIB Ahmedabad
ભારત સરકારે 'ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ, 2013' (MS એક્ટ, 2013)ના કડક અમલીકરણ, અસરગ્રસ્ત વ્યક્તિઓના પુનર્વસન અને મશીનરી આધારિત (મિકેનાઇઝ્ડ) સેનિટેશન સિસ્ટમ્સના પ્રોત્સાહન દ્વારા માનવ હાથે મળ ઉપાડવાની પ્રથાની સંપૂર્ણ નાબૂદી માટે પોતાની કટિબદ્ધતા પુનઃવ્યક્ત કરી છે. આ કાયદો, જે 6 ડિસેમ્બર 2013 ના રોજ અમલમાં આવ્યો હતો, તે કોઈપણ વ્યક્તિને મેન્યુઅલ સ્કેવેન્જર તરીકે રોજગારી આપવા અથવા રોકવા પર પ્રતિબંધ મૂકે છે અને ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક જોગવાઈઓ પૂરી પાડે છે.
આ માહિતી સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી રામદાસ આઠવલે આજે લોકસભામાં સંસદ સભ્ય ડૉ. ડી રવિ કુમારને આપેલા લેખિત જવાબમાં આપી હતી.

ગૃહને માહિતગાર કરવામાં આવ્યું હતું કે MS એક્ટ, 2013 ની કલમ 8 હેઠળ, મેન્યુઅલ સ્કેવેન્જર તરીકે રોજગારી આપનાર અથવા રોકનાર કોઈપણ વ્યક્તિ અથવા એજન્સી બે વર્ષ સુધીની જેલની મુદત, ₹1 લાખ સુધીના દંડ અથવા બંને સજાને પાત્ર છે, જે આ અમાનવીય પ્રથા પ્રત્યે સરકારના શૂન્ય સહિષ્ણુતાના અભિગમને મજબૂત કરે છે.
લેખિત જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, નેશનલ કમિશન ફોર સફાઈ કરમચારીઝ (NCSK) પાસેથી મળેલી માહિતી મુજબ, 1 જાન્યુઆરી 2021 થી 30 જૂન 2026 સુધીના સમયગાળા દરમિયાન ગટર અને સેપ્ટિક ટેન્કની જોખમી સફાઈ કરતી વખતે 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 332 સફાઈ કામદારોએ જીવ ગુમાવ્યા હતા.
લેખિત જવાબ અનુસાર, કાયદાની જોગવાઈઓ અનુસાર જોખમી રીતે માનવ દ્વારા હાથ ધરાતી સફાઈ માટે જવાબદાર એજન્સીઓ અને અધિકારીઓ સામે સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 193 ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (FIRs) નોંધવામાં આવ્યા છે.
પૂરક પ્રશ્નનો જવાબ આપતાં ગૃહને માહિતગાર કરવામાં આવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મિકેનાઇઝ્ડ ગટર સફાઈના અમલીકરણ અંગે કોઈ અલગ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.
ગૃહને એ પણ માહિતગાર કરવામાં આવ્યું હતું કે તમામ જિલ્લાઓમાં કરવામાં આવેલા તાજેતરના સર્વેક્ષણોમાં માનવ હાથે મળ ઉપાડવાની પ્રથાના કોઈ કેસ નોંધાયા નથી, જે આ પ્રથાને નાબૂદ કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા સતત કાયદાકીય, વહીવટી અને પુનર્વસનના પ્રયાસોની સકારાત્મક અસર દર્શાવે છે.
સરકાર કાયદાના કડક અમલીકરણ, મિકેનાઇઝ્ડ સેનિટેશન ટેક્નોલોજીના પ્રોત્સાહન અને વ્યાપક પુનર્વસન પહેલો દ્વારા સફાઈ કામદારોની સુરક્ષા, ગૌરવ અને કલ્યાણ માટેના પગલાં મજબૂત કરવાનું ચાલુ રાખે છે, જે માનવ હાથે મળ ઉપાડવાની પ્રથા મુક્ત ભારત મેળવવા માટેની તેની કટિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2287366)
आगंतुक पटल : 11