વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
આર્થિક સલાહકારની કચેરી આધાર વર્ષ 2022–23 સાથે કોર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સની સુધારેલી શ્રેણી બહાર પાડશે
સુધારેલ ICI પ્રકાશનમાં જૂન 2026 માટેનો કામચલાઉ ઇન્ડેક્સ અને એપ્રિલ 2023થી મે 2026 સુધીની બેક સિરીઝ સામેલ હશે
સુધારેલી ICI શ્રેણી આયર્ન ઓરના સમાવેશ સાથે કોર ઇન્ડસ્ટ્રીઝનો વ્યાપ વધારીને નવ કરશે
प्रविष्टि तिथि:
17 JUL 2026 3:43PM by PIB Ahmedabad
ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રમોશન વિભાગ (DPIIT), આર્થિક સલાહકારની કચેરી (OEA), આધાર વર્ષ 2022-23 સાથે કોર ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સ (ICI)ની સુધારેલી શ્રેણી 20 જુલાઈ 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે બહાર પાડશે. સુધારેલી શ્રેણી આધાર વર્ષ 2011-12 સાથેની હાલની આઈસીઆઈ (ICI) શ્રેણીનું સ્થાન લેશે.
આઈસીઆઈ (ICI) નું સંકલન માસિક ધોરણે કરવામાં આવે છે. આ પ્રકાશનમાં જૂન 2026 માટેના કામચલાઉ આઈસીઆઈ (ICI)ની સાથે એપ્રિલ 2023 થી મે 2026 (38 મહિના) સુધીની બેક સિરીઝનો સમાવેશ થશે.
સ્થાપિત પદ્ધતિ અનુસાર, આઈસીઆઈ (2022-23) શ્રેણી માટેના ભારાંક (વેઇટ્સ) આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા બહાર પાડવામાં આવેલ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) 2022-23 શ્રેણીના ભારાંકમાંથી મેળવવામાં આવ્યા છે. IIPમાંથી લેવામાં આવેલી ICI બાસ્કેટની ચીજવસ્તુઓના ભારાંકને આઈસીઆઈ ICI આઇટમ બાસ્કેટના ભારાંકને આખરી ઓપ આપવા માટે કુલ 100ના પ્રો-રેટા આધારે પુનઃવિતરિત કરવામાં આવ્યા છે.
ઔદ્યોગિક ઉત્પાદનમાં આયર્ન ઓરના વ્યાપક ઉપયોગ અને ઔદ્યોગિક વિકાસમાં તેના નોંધપાત્ર યોગદાનને ધ્યાનમાં રાખીને, સુધારેલી ICI શ્રેણીમાં લોહ અયસ્કને કોર ઇન્ડસ્ટ્રી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. પરિણામે, કોર ઇન્ડસ્ટ્રીઝની સંખ્યા આઠથી વધીને નવ થઈ ગઈ છે.
IIP સાથે સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે, સુધારેલી ICI શ્રેણી સ્ટીલ ઇન્ડેક્સના સંકલન માટે ગ્રોસ પ્રોડક્શન (કુલ ઉત્પાદન) ડેટાનો ઉપયોગ કરે છે, જે આઈસીઆઈ (2011-12) શ્રેણીમાં ઉપયોગમાં લેવાતા નેટ પ્રોડક્શન (ચોખ્ખા ઉત્પાદન) ડેટાનું સ્થાન લેશે.
કોલસા ક્ષેત્રમાં, સુધારેલી ICI શ્રેણીમાં માત્ર કાચો કોલસો (રો કોલ) જ જાળવી રાખવામાં આવ્યો છે. બેવડી ગણતરી ટાળવા માટે કોલ મિડલિંગ્સ અને વૉશ્ડ કોલસાને બાકાત રાખવામાં આવ્યા છે, કારણ કે આ બંને કાચા કોલસામાંથી જ મેળવવામાં આવે છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2285771)
आगंतुक पटल : 11