આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
azadi ka amrit mahotsav

કેબિનેટે NH(O) હેઠળ Rs. 14447.64 કરોડ ના કુલ કેપિટલ કોસ્ટ પર હાઇબ્રિડ એન્યુઇટી મોડલ હેઠળ ઉત્તર પ્રદેશમાં નેશનલ હાઇવે-19 અને વારાણસી રિંગ રોડ વચ્ચે 6 લેન ગ્રીનફિલ્ડ એલિવેટેડ કોરિડોર અને રેમ્પ્સ/લૂપ્સ અને ફૂટ ઓવર બ્રિજના વિકાસને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 15 JUL 2026 3:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે ઉત્તર પ્રદેશમાં વારાણસી શહેરની ટ્રાફિક ગીચતા ઘટાડવા માટે નેશનલ હાઇવે-19 (NH-19) અને વારાણસી રિંગ રોડ વચ્ચે ગંગા નદીના કિનારે કનેક્ટિવિટી સાથેના લિંક/કનેક્ટર કોરિડોરના વિકાસને મંજૂરી આપી દીધી છે. 46.039 કિ.મી નો આ પ્રોજેક્ટ, જેમાં સિક્સ-લેન એલિવેટેડ મેઈન કેરેજવે, એક આઇકોનિક કેબલ-સ્ટેડ બ્રિજ, એક એક્સ્ટ્રાડોઝ્ડ ફૂટ ઓવર બ્રિજ-કમ-મેજર બ્રિજ, લૂપ્સ, રેમ્પ્સ, લિંક રોડ અને સર્વિસ રોડ સામેલ છે, તેને NH(O) હેઠળ Rs. 14,447.64 કરોડ ના કુલ કેપિટલ કોસ્ટ પર હાઇબ્રિડ એન્યુઇટી મોડલ (HAM) હેઠળ અમલમાં મૂકવામાં આવશે, જેમાં સિવિલ કન્સ્ટ્રક્શન કોસ્ટ રૂ. 6,037.85 કરોડ (યુટિલિટી શિફ્ટિંગ સહિત, જીએસટી સિવાય) અને જમીન સંપાદન ખર્ચ રૂ. 541.11 કરોડ નો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ NH-19 અને વારાણસી રિંગ રોડ વચ્ચે સીમલેસ (અવિરત) કનેક્ટિવિટી પ્રદાન કરશે, જે શહેરના રોડ નેટવર્કની ટ્રાફિક ગીચતામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને શહેરી ગતિશીલતા (અર્બન મોબિલિટી) માં સુધારો કરશે. 80–100 કિ.મી પ્રતિ કલાક ની ઓપરેટિંગ સ્પીડ માટે ડિઝાઇન કરાયેલ આ પ્રોજેક્ટ, પ્રોજેક્ટ પ્રભાવિત વિસ્તારમાં સરેરાશ પ્રવાસ સમયને આશરે 60 મિનિટ થી ઘટાડીને 20 મિનિટ કરી દેશે તેવી અપેક્ષા છે, જે લગભગ 67ટકાનો ઘટાડો દર્શાવે છે. NH-19 અને કાશી રેલવે સ્ટેશન વચ્ચેનો પ્રવાસ સમય આશરે 50 મિનિટથી ઘટીને લગભગ 25 મિનિટ થઈ જશે, જેના પરિણામે લગભગ 25 મિનિટ (લગભગ 50 ટકા) ની બચત થશે.

પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન સાથે સુસંગત, આ કોરિડોર મુખ્ય હાઇવે, રેલવે સ્ટેશનો, લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ અને રામનગર IWAI પોર્ટ સુધી સીમલેસ એક્સેસ પ્રદાન કરીને મલ્ટિમોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે, જ્યારે કાશી વિશ્વનાથ મંદિર, બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU), નમો ઘાટ, રામનગર કિલ્લો અને વારાણસીના ઘાટો સહિતના મુખ્ય ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્થળો સાથેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે. મહત્વપૂર્ણ આર્થિક, સામાજિક અને લોજિસ્ટિક્સ નોડ્સને જોડીને, આ પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે, રોડ સુરક્ષા વધારશે, પ્રવાસન અને યાત્રાધામની સુવિધા આપશે અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ટકાઉ પ્રાદેશિક આર્થિક વિકાસને ટેકો આપશે.

આ કોરિડોરની પરિકલ્પના એક પરિવર્તનકારી અર્બન મોબિલિટી પ્રોજેક્ટ તરીકે કરવામાં આવી છે જેથી NH-19, વારાણસી રિંગ રોડ (NH-135B), રામનગર/ BHU અને અન્ય મુખ્ય શહેરી સ્થળો વચ્ચે હાઇ-સ્પીડ, એક્સેસ-કંટ્રોલ્ડ કનેક્શન પ્રદાન કરીને વારાણસી અને ચંદૌલીના રોડ નેટવર્કની ટ્રાફિક ગીચતા ઘટાડી શકાય. દર વર્ષે 15 કરોડ થી વધુ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ વારાણસીની મુલાકાત લેતા હોવાથી, આ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ મંદિર, બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU), નમો ઘાટ, રામનગર કિલ્લો, વારાણસીના ઘાટો અને કાશી રેલવે સ્ટેશન સહિતના મુખ્ય ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નો માટેની કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે, જ્યારે હાલના શહેરના રોડ નેટવર્ક પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટાડશે. બીએચયુ/લંકા અને સામને ઘાટ વચ્ચે એક ઉંચો સ્પુર ટ્રાફિકને સ્થાનિક ટ્રાફિક ગતિવિધિઓથી અલગ કરીને ભારે ટ્રાફિકવાળા લંકા જંક્શન પર ટ્રાફિક ભીડને વધુ હળવી કરશે.

આ પ્રોજેક્ટ કંટ્રોલ્ડ-એક્સેસ મૂવમેન્ટ દ્વારા રોડ સુરક્ષામાં સુધારો કરશે, વાહનોના સંચાલન ખર્ચ અને ઉત્સર્જનને ઘટાડશે, મુસાફરીની વિશ્વસનીયતા વધારશે અને મુસાફરો તેમજ માલવાહક ટ્રાફિકની કાર્યક્ષમ અવરજવરની સુવિધા આપશે તે ગીચ વિકસિત શહેરી કોરથી ટ્રાફિકને દૂર કરીને NH-19, BHU-રામનગર કોરિડોર અને NH-35 પર ભીડ પણ ઓછી કરશે.

આ પ્રોજેક્ટમાં કેટલાક સીમાચિહ્નરૂપ એન્જિનિયરિંગ ફીચર્સ સામેલ છે, જેમાં ગંગા નદી પર 910મી નો આઇકોનિક કેબલ-સ્ટેડ બ્રિજ, કાશી વિશ્વનાથ મંદિર માટે સીમલેસ પેડેસ્ટ્રિયન કનેક્ટિવિટી પૂરી પાડતા ટ્રાવેલેટર્સ સાથે 1.32 કિ.મી નો એક્સ્ટ્રાડોઝ્ડ ફૂટ ઓવર બ્રિજ-કમ-મેજર બ્રિજ, હાલના/પ્રસ્તાવિત માલવીયા બ્રિજ પર રેલ ઓવર બ્રિજ, સમર્પિત ઇમરજન્સી પાર્કિંગ બેઝ, નોઈઝ બેરિયર્સ, ફેસાદ લાઈટિંગ અને વારાણસીના સાંસ્કૃતિક વારસાથી પ્રેરિત આર્કિટેક્ચરલ તત્વોનો સમાવેશ થાય છે. આ વિશેષતાઓ માત્ર પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરશે નહીં પરંતુ શહેરના અર્બન લેન્ડસ્કેપને પણ નિખારશે, વારાણસીની સ્કાયલાઇનમાં એક પ્રતિષ્ઠિત ઉમેરો કરશે અને ભારતના અગ્રણી ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોમાંના એક તરીકે તેની સ્થિતિને મજબૂત કરશે.

પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન અનુસાર આયોજિત, આ કોરિડોર એક ઇકોનોમિક નોડ (ચંદૌલી SEZ), એક સોશિયલ નોડ (ચંદૌલી એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ) અને છ મુખ્ય લોજિસ્ટિક્સ નોડ્સ, જેમ કે લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ, કાશી રેલવે સ્ટેશન, બનારસ રેલવે સ્ટેશન, વારાણસી સિટી રેલવે સ્ટેશન, પં. દીન દયાળ ઉપાધ્યાય જંક્શન અને રામનગર IWAI પોર્ટને જોડીને મલ્ટિમોડલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે. આ ટ્રાન્સપોર્ટ હબ્સ અને કાશી વિશ્વનાથ મંદિર, બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU), નમો ઘાટ, રામનગર કિલ્લો અને વારાણસીના ઘાટો જેવા મુખ્ય સ્થળો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરીને, પ્રોજેક્ટ મલ્ટિમોડલ એકીકરણ વધારશે, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરશે, પ્રવાસન અને યાત્રાધામની સુવિધા આપશે, અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ટકાઉ પ્રાદેશિક આર્થિક વિકાસને ટેકો આપશે.

સમગ્ર રીતે, પ્રસ્તાવિત ગંગા એલિવેટેડ કોરિડોર ઝડપી, સુરક્ષિત અને વધુ વિશ્વસનીય કનેક્ટિવિટી પ્રદાન કરીને વારાણસીમાં ગતિશીલતા (મોબિલિટી) ને બદલી નાખશે, ગીચતામાં નોંધપાત્ર ઘટાડો કરશે, મલ્ટિમોડલ એકીકરણને મજબૂત બનાવશે, પ્રવાસન અને યાત્રાધામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરશે, અને પીએમ ગતિ શક્તિ અને વિકસિત ભારતના વિઝનને અનુરૂપ ટકાઉ આર્થિક વૃદ્ધિને ટેકો આપશે તેવો એક આધુનિક, ઉચ્ચ-ક્ષમતા ધરાવતો અર્બન ટ્રાન્સપોર્ટ કોરિડોર બનાવશે.

કોરિડોરનો નકશો:

SM/DK/JD


(रिलीज़ आईडी: 2284849) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Malayalam , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada