ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
ભારતના આઇટી (IT) ઉદ્યોગે “એઆઇ એઝ અ સર્વિસ” તરફ વળવું જ પડશે: કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ભારતના એઆઇ, સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સના વિકાસમાં હૈદરાબાદ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
प्रविष्टि तिथि:
11 JUL 2026 5:53PM by PIB Ahmedabad
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે આજે ભારતીય આઇટી ઉદ્યોગને આહવાન કર્યું હતું કે તેઓ ભારતીય આઇટી ઉદ્યોગની વૈશ્વિક સ્તરે વિશ્વસનીય પ્રતિષ્ઠા અને કુશળ ટેલેન્ટ પુલનો લાભ ઉઠાવીને સોફ્ટવેર સર્વિસિસ-આધારિત મોડેલમાંથી પોતાને "એઆઇ એઝ અ સર્વિસ" (AI as a Service) મોડેલમાં પરિવર્તિત કરે.

શ્રી વૈષ્ણવ હૈદરાબાદમાં હૈદરાબાદ સોફ્ટવેર એન્ટરપ્રાઇઝિસ એસોસિએશન (HYSEA) દ્વારા આયોજિત "વિકસિત ભારત 2047ના નિર્માણમાં ટેકનોલોજીની ભૂમિકા" વિષય પર ઇન્ડસ્ટ્રી લીડર ટાઉનહોલને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે રાઉન્ડટેબલ બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ પણ ભાગ લીધો હતો.
ઉદ્યોગ જગતના અગ્રણીઓને સંબોધતા શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2047ના વિઝનને અનુરૂપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અને અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતની વૃદ્ધિનો આગામી તબક્કો સંચાલિત થશે.
DFMY.jpeg)
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આઇટી ઉદ્યોગમાં મૂળભૂત પરિવર્તન આણ્યું હોવાનું જણાવતાં મંત્રીએ કહ્યું કે દરેક નવું એઆઇ (AI) મોડેલ નવી ક્ષમતાઓ અને તકો લાવે છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે ભારતની સૌથી મોટી શક્તિ એ ટ્રસ્ટ (વિશ્વાસ) છે જે તેણે ઉદ્યોગોને સમજીને, સમસ્યાઓની ઓળખ કરીને અને ટેકનોલોજી-આધારિત અસરકારક ઉકેલો પ્રદાન કરીને વૈશ્વિક સ્તરે મેળવ્યો છે.
વ્યૂહાત્મક પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂકતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતીય આઇટી ઉદ્યોગે હવે સોફ્ટવેર-એઝ-અ-સર્વિસ મોડેલથી આગળ વધીને 'એઆઇ એઝ અ સર્વિસ' પૂરી પાડવા તરફ આગળ વધવું જોઈએ. તેમણે કહ્યું કે આ પરિવર્તન ઉદ્યોગ અને શિક્ષણ જગત વચ્ચેના નજીકના સહયોગ દ્વારા સંચાલિત થવું જોઈએ. તાજેતરની પહેલોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે નેસ્કોમ (NASSCOM) એ સરકાર સાથે ભાગીદારીમાં એક વ્યાપક એઆઇ અભ્યાસક્રમ વિકસાવ્યો છે જેને શિક્ષણ મંત્રાલય અને AICTE સાથે શેર કરવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે થયેલા અદ્યતન વિકાસની માહિતી મળી શકે.
સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં દેશની પ્રગતિ પર પ્રકાશ પાડતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત 1960ના દાયકાથી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાની આકાંક્ષા રાખતું હતું, પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કેન્દ્રિત પ્રયાસોને કારણે આ વિઝન હવે વાસ્તવિકતા બન્યું છે. તેમણે માહિતી આપી હતી કે હાલમાં 12 સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ વિકાસના વિવિધ તબક્કામાં છે, જેમાંથી ત્રણ પ્લાન્ટ પહેલાથી જ ચિપ્સનું ઉત્પાદન કરી રહ્યા છે જે જાપાન, યુરોપ અને સ્થાનિક બજારોમાં નિકાસ કરવામાં આવી રહી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે ભારતની વધતી જતી સેમિકન્ડક્ટર ડિઝાઇન ઇકોસિસ્ટમ, વૈશ્વિક સ્તરે કુશળ ટેલેન્ટની અછત સાથે મળીને આઇટી ઉદ્યોગ માટે એક મોટી તક રજૂ કરે છે. તેમણે કંપનીઓને ઇનોવેટિવ સેમિકન્ડક્ટર સોલ્યુશન્સ બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, ડિઝાઇન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં તેમની શક્તિઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે એમ પણ માહિતી આપી હતી કે સરકારે ટેલેન્ટ પાઇપલાઇનને મજબૂત કરવા માટે 315 યુનિવર્સિટીઓને અદ્યતન સેમિકન્ડક્ટર ડિઝાઇન ટૂલ્સ ઉપલબ્ધ કરાવ્યા છે.
ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારત અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યું છે, જેમાં ગયા વર્ષે મોબાઇલ ફોન દેશની સૌથી મોટી નિકાસ શ્રેણી તરીકે ઉભરી આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટર નજીકના ભવિષ્યમાં વર્તમાન ₹13 લાખ કરોડથી વધીને ₹20 લાખ કરોડ થવાની અપેક્ષા છે. એકલા તેલંગાણામાં જ કેન્દ્ર સરકારે 104 ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સ્થાપનામાં સહયોગ આપ્યો છે, ચાર ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર્સને મંજૂરી આપી છે અને એક કોમન ફેસિલીટી સેન્ટર (CFC) સ્થાપ્યું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો ઉલ્લેખ કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના વિઝન હેઠળ હૈદરાબાદ એક મુખ્ય હબ તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું હતું કે આ શહેર માટે ત્રણ બુલેટ ટ્રેન કોરિડોરનું આયોજન કરવામાં આવ્યું છે, જે હૈદરાબાદને હાઇ-સ્પીડ રેલ વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.
ZYUK.jpeg)

મંત્રીએ તેલંગાણામાં રેલવે રોકાણમાં થયેલા નોંધપાત્ર વધારા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે યુપીએ (UPA) ના સમયગાળા દરમિયાન અવિભાજિત આંધ્રપ્રદેશને રેલવે વિકાસ માટે વાર્ષિક આશરે ₹880 કરોડ મળતા હતા, તેની સામે હવે એકલા તેલંગાણાને ₹5,400 કરોડથી વધુ મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે તેલંગાણાના આશરે 40 રેલવે સ્ટેશનોને દેશભરના 1,300 થી વધુ સ્ટેશનોના આધુનિકીકરણના ભાગરૂપે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનઃવિકસિત કરવામાં આવી રહ્યા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, હૈદરાબાદ ટેકનોલોજી-આધારિત વૃદ્ધિ અને ઇનોવેશન માટે દેશના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. આ શહેર સેમિકન્ડક્ટર્સ, એઆઇ, કવચ (Kavach) ટેકનોલોજી, વીએફએક્સ (VFX) અને ડિજિટલ ઇનોવેશન જેવા ઉભરતા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન આપી રહ્યું છે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશનમાં ભારતનું ભવિષ્ય બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવશે.
છેલ્લા એક દાયકામાં ભારતે મજબૂત ડિજિટલ પાયો તૈયાર કર્યો છે, જેનાથી દેશ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૈશ્વિક લીડર બનવા સક્ષમ બન્યો છે. તેમણે નોંધ્યું હતું કે યુપીઆઇ (UPI) એ ₹314 લાખ કરોડથી વધુની કિંમતના ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કર્યા છે, જ્યારે સ્વદેશી 4G અને 5G ટેકનોલોજી, સસ્તી ડેટા સેવાઓ અને વિશ્વસ્તરીય ડિજિટલ પ્લેટફોર્મ્સ વિવિધ ક્ષેત્રોમાં ઇનોવેશન અને આર્થિક વૃદ્ધિને વેગ આપી રહ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વિકાસ માત્ર હૈદરાબાદ પૂરતો મર્યાદિત ન રહેવો જોઈએ અને વારંગલ, કરીમનગર અને અન્ય ટિયર-II શહેરો રોકાણ, ઇનોવેશન અને રોજગારીના હબ તરીકે ઉભરવા જોઈએ, જેથી સમગ્ર તેલંગાણામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત થઈ શકે. તેમણે જણાવ્યું હતું કે સિકંદરાબાદ અને નામપલ્લી રેલવે સ્ટેશનોના પુનઃવિકાસની સાથે નવું રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 100% રેલવે ઇલેક્ટ્રિફિકેશન કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવશે અને હૈદરાબાદની ગ્રોથ સ્ટોરીને મજબૂત કરશે.
કેન્દ્રીય મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને શ્રી જી. કિશન રેડ્ડીએ કોંડાકલ ખાતે મેધા બોગીઝ ફેક્ટરી અને ફેબ સિટી રોડ પર મેધા સર્વો ડ્રાઇવ્સ પ્રાઇવેટ લિમિટેડની મુલાકાત લીધી હતી. તેઓએ મેન્યુફેક્ચરિંગ કામગીરીની સમીક્ષા કરી હતી, ટેકનોલોજીકલ ક્ષમતાઓ અને સુરક્ષા સજ્જતાનું મૂલ્યાંકન કર્યું હતું, અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને કમિશનિંગ તબક્કા અગાઉ મુખ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.


SM/IJ/JD
(रिलीज़ आईडी: 2283732)
आगंतुक पटल : 24