કાપડ મંત્રાલય
ITADCs કાપડ ઉદ્યોગના સાહસિકો અને MSMEs માટે વન-સ્ટોપ ગ્રોથ હબ તરીકે ઉભરી આવશે: ગિરિરાજ સિંહ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ભારતના ટેક્સટાઇલ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટેની મુખ્ય પહેલોની સમીક્ષા કરી
ATUFS હેઠળ 10,000 થી વધુ ટેક્સટાઇલ એકમોને સહાય પૂરી પાડવામાં આવી; ₹2,776 કરોડની સબસિડી દ્વારા ₹53,000 કરોડથી વધુના રોકાણને વેગ મળ્યો
प्रविष्टि तिथि:
09 JUL 2026 7:36PM by PIB Ahmedabad
કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહે આજે ટેકનોલોજી અપગ્રેડેશન, સંસ્થાકીય સુધારાઓ અને ઉન્નત ઉદ્યોગ સહાય દ્વારા ભારતના કાપડ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી મુખ્ય પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કાપડ મંત્રાલયના સચિવ શ્રીમતી નીલમ શમી રાવ, ટેક્સટાઇલ કમિશનર શ્રીમતી વૃંદા મનોહર દેસાઈ અને કાપડ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ અગાઉના પાવરલૂમ સર્વિસ સેન્ટર્સનું ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ સેન્ટર્સ (ITADCs) માં થયેલા પરિવર્તનની સમીક્ષા કરી હતી, જેને કાપડ ક્ષેત્ર માટે સંકલિત ગ્રોથ હબ તરીકે પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યા છે. આ સુધારેલા ITADCs ને વન-સ્ટોપ ફેસિલિટેશન સેન્ટર્સ (એક જ જગ્યાએ તમામ સુવિધા આપતા કેન્દ્રો) તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યા છે જે કાપડ ઉદ્યોગના સાહસિકો, MSMEs અને સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેનના અન્ય હિસ્સેદારોને કૌશલ્ય વિકાસ, પરીક્ષણ (ટેસ્ટિંગ), ડિઝાઇન સહાય, ટેકનોલોજી અપનાવવા, સાહસિકતા વિકાસ, ધિરાણ સુવિધા, નિકાસ પ્રોત્સાહન અને માર્કેટ લિંકેજ પૂરા પાડે છે.

નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ITADCs ની કામગીરીની સમીક્ષા કરતા, મંત્રીશ્રીએ તેમની પ્રવૃત્તિઓના નોંધપાત્ર વિસ્તરણની પ્રશંસા કરી હતી. આ ત્રિમાસિક ગાળા દરમિયાન, આ કેન્દ્રોએ 1,170 થી વધુ તાલીમાર્થીઓને તાલીમ આપી, આઉટરીચ કાર્યક્રમો દ્વારા આશરે 1,770 ટેક્સટાઇલ એકમો સુધી પહોંચ મેળવી, સંસ્થાકીય ધિરાણની સુવિધા પૂરી પાડી, ઇ-કોમર્સ જોડાણો મજબૂત કર્યા, ઉત્પાદન આધારિત સાહસિકતા પહેલ શરૂ કરી અને વાંસ, શણ (હેમ્પ), ફ્લેક્સ, કેળા અને અનાનસના રેસા (ફાઇબર) જેવા નવા જમાનાના રેસાના વ્યાપારીકરણને પ્રોત્સાહન આપ્યું. તેમણે નોંધ્યું કે ITADCs સતત ઇનોવેશન અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ સેન્ટર્સ તરીકે વિકસી રહ્યા છે જે ટેક્સટાઇલ વ્યવસાયોને ઇન્ક્યુબેશનથી લઈને માર્કેટ વિસ્તરણ સુધી સપોર્ટ આપવા સક્ષમ છે.
મંત્રીશ્રીએ સુધારેલી ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ સ્કીમ (ATUFS) ના અમલીકરણની પણ સમીક્ષા કરી હતી અને ભારતીય કાપડ ઉદ્યોગના આધુનિકીકરણમાં તેના યોગદાનની પ્રશંસા કરી હતી. સ્વતંત્ર તૃતીય-પક્ષ પ્રભાવ મૂલ્યાંકન અનુસાર, ATUFS હેઠળ 10,061 એકમોને ₹2,776 કરોડની સબસિડી સહાય સાથે ટેકો આપવામાં આવ્યો છે, જેનાથી ₹53,121 કરોડથી વધુના રોકાણને વેગ મળ્યો છે. આ યોજનાએ આશરે 6.7 લાખ બેન્ચમાર્ક ટેક્સટાઇલ મશીનોની સ્થાપનાની સુવિધા પૂરી પાડી છે અને અંદાજે 3.6 લાખ પ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી કરી છે.


આ અભ્યાસમાં યોજનાની મજબૂત મલ્ટિપ્લાયર ઇફેક્ટ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેમાં સબસિડીના પ્રત્યેક ₹1 કરોડથી આશરે ₹19 કરોડનું ખાનગી રોકાણ એકત્રિત થયું છે અને અંદાજે 130 પ્રત્યક્ષ નોકરીઓનું સર્જન થયું છે. તેમાં એવું પણ જાણવા મળ્યું છે કે કુલ સબસિડીના 46% વણાટ ક્ષેત્ર દ્વારા મેળવવામાં આવી હતી, જ્યારે કમ્પોઝિટ એકમોમાં ઊભી થયેલી નવી રોજગારીના 46% એટલે કે આશરે 1.7 લાખ નોકરીઓ હતી, જે ટેકનોલોજી અપગ્રેડેશન, ઉત્પાદકતા વધારવા અને રોજગાર નિર્માણમાં આ યોજનાના નોંધપાત્ર યોગદાનને રેખાંકિત કરે છે.
કેન્દ્રીય મંત્રીએ ટેક્સટાઇલ કમિશનરની કચેરીની પુનઃડિઝાઇન કરાયેલી વેબસાઇટનું ઉદ્ઘાટન કર્યું હતું, જે યોજનાઓ, સેવાઓ અને સંસ્થાકીય પ્રવૃત્તિઓની વ્યાપક માહિતી સાથે આધુનિક, સુલભ અને યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ ધરાવે છે. આ વેબસાઇટમાં ITADCs અને પાવરલૂમ ક્લસ્ટરોના ઇન્ટરેક્ટિવ નકશા, બહેતર એક્સેસિબિલિટી સુવિધાઓ અને કાપડ મંત્રાલયની ડિજિટલ ઓળખને અનુરૂપ સમાન ડિઝાઇનનો સમાવેશ થાય છે.
ITADCs ની બદલાતી ભૂમિકા વિશે બોલતા, શ્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ સેન્ટર્સ સાહસિકો અને ઉદ્યોગો માટે વન-સ્ટોપ ફેસિલિટેશન હબ તરીકે સેવા આપીને ભારતના કાપડ વિકાસના આગામી તબક્કાને આગળ ધપાવશે. કૌશલ્ય વિકાસ, પરીક્ષણ, ટેકનોલોજી સપોર્ટ, ધિરાણ સુવિધા, ઇનોવેશન અને માર્કેટ લિંકેજ દ્વારા, આ કેન્દ્રો MSMEs ને મજબૂત કરશે, નિકાસને પ્રોત્સાહન આપશે, ટકાઉ રોજગારીનું સર્જન કરશે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને આત્મનિર્ભર કાપડ ક્ષેત્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપશે.
કાપડ મંત્રાલયના સચિવ શ્રીમતી નીલમ શમી રાવે સંસ્થાકીય જોડાણ (ઇન્સ્ટિટ્યુશનલ કન્વર્જન્સ) ના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે સરકારી પહેલોની અસરને મહત્તમ કરવા માટે ફિલ્ડ ફોર્મેશન, ટેક્સટાઇલ કમિટી, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનોએ નજીકના સંકલનમાં રહીને કામ કરવું જોઈએ. સંસ્થાકીય જોડાણથી સમગ્ર ટેક્સટાઇલ વેલ્યુ ચેનમાં આઉટરીચ, સેવા વિતરણ અને યોજનાઓનું અસરકારક અમલીકરણ સુધરશે.
મંત્રીશ્રીએ ITADCs માટે નવા વિકસિત કી પરફોર્મન્સ ઇન્ડિકેટર (KPI) પોર્ટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પોર્ટલ ફિલ્ડ-લેવલ ડેટા કેપ્ચર, પરફોર્મન્સ બેન્ચમાર્કિંગ, ડિજિટલ ડેશબોર્ડ અને સ્ટ્રક્ચર્ડ રિવ્યુ મિકેનિઝમ દ્વારા સંસ્થાકીય કામગીરીના રીઅલ-ટાઇમ મોનિટરિંગને સક્ષમ બનાવે છે, જેનાથી દેશભરમાં ITADCs માં ગવર્નન્સ, પારદર્શિતા અને સેવા વિતરણ મજબૂત બનશે. મંત્રીશ્રીએ તમામ ફિલ્ડ ઓફિસોને સરકારી પહેલોના અસરકારક અમલીકરણ અને ટેક્સટાઇલ સાહસો સુધી વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરવા માટે ટેક્સટાઇલ કમિટી, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશનો, રાજ્ય સરકારો અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનો સાથે નજીકના સંકલનમાં કામ કરવા નિર્દેશ આપ્યો હતો.
સંસ્થાકીય સપોર્ટને મજબૂત કરવા, ટેકનોલોજી અપગ્રેડેશનને વેગ આપવા, સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ઇનોવેશન-આધારિત અને રોજગાર-લક્ષી કાપડ ક્ષેત્રના નિર્માણ માટે મંત્રાલયની પ્રતિબદ્ધતાના પુનરોચ્ચાર સાથે બેઠક પૂર્ણ થઈ હતી.
SM/JD
(रिलीज़ आईडी: 2283046)
आगंतुक पटल : 16