પંચાયતી રાજ મંત્રાલય
ભારતે બ્રિક્સ વિમેન મિનિસ્ટરિયલ મીટિંગમાં સમાવેશી પાયાના સ્તરના શાસન માટે વૈશ્વિક મોડેલ તરીકે મહિલાઓની આગેવાની હેઠળના પંચાયતી રાજનું પ્રદર્શન કર્યું
પંચાયતી રાજ મંત્રાલયના સચિવે મહિલા નેતૃત્વને આગળ વધારવા અને સમાવેશી પાયાના સ્તરના શાસનને મજબૂત કરવા માટે ભારતની પરિવર્તનકારી પહેલો પર પ્રકાશ પાડ્યો
प्रविष्टि तिथि:
08 JUL 2026 5:45PM by PIB Ahmedabad
ભારતની બ્રિક્સ (BRICS) અધ્યક્ષતા 2026 હેઠળ, પંચાયતી રાજ મંત્રાલયે કોચી, કેરળ ખાતે બ્રિક્સ વિમેન મિનિસ્ટરિયલ મીટિંગના ભાગરૂપે આયોજિત “પાયાના સ્તરે મહિલા નેતૃત્વને આગળ વધારવું” વિષય પર પેનલ ચર્ચા દરમિયાન લોકશાહી વિકેન્દ્રીકરણ દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરવા અને પાયાના સ્તરના શાસનને મજબૂત કરવા માટે દેશની પરિવર્તનકારી પહેલો રજૂ કરી હતી. આ પેનલની અધ્યક્ષતા ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે કરી હતી.

બ્રિક્સ વિમેન મિનિસ્ટરિયલ મીટિંગમાં સહયોગને વધુ ગાઢ બનાવવા, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અને સમાવેશી, સ્થિતિસ્થાપક તેમજ ટકાઉ વિકાસ માટે સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવા માટે બ્રિક્સ સભ્ય દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ એકત્રિત થયા છે. આ પેનલે સ્થાનિક શાસનમાં મહિલાઓના નેતૃત્વને મજબૂત કરવા અને જન-કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપવા માટેના નવીન અભિગમો શેર કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.
TQJA.jpeg)
સભાને સંબોધતા પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે લોકશાહી વિકેન્દ્રીકરણ પ્રત્યે ભારતની બંધારણીય પ્રતિબદ્ધતા અને મહિલાઓની આગેવાની હેઠળની પંચાયતી રાજ સંસ્થાઓ દ્વારા લાવવામાં આવેલા નોંધપાત્ર પરિવર્તન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે મહિલાઓ વધુને વધુ અસરકારક પરિવર્તનના એજન્ટ તરીકે ઉભરી રહી છે, જેમાં ગયા વર્ષે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો હેઠળ અનુકરણીય પ્રદર્શન માટે માન્યતા પ્રાપ્ત 42 ગ્રામ પંચાયતોમાંથી 25 નું નેતૃત્વ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે સમાવેશી અને સહભાગી સ્થાનિક શાસનમાં મહિલાઓના વધતા યોગદાનને પ્રતિબિંબિત કરે છે.

અર્થપૂર્ણ પ્રતિનિધિત્વની સાથે સતત સંસ્થાકીય સહયોગ પણ મળવો જોઈએ તેના પર ભાર મૂકતા શ્રી ભારદ્વાજે મંત્રાલયના 'સશક્ત પંચાયત નેત્રી અભિયાન' પર પ્રકાશ પાડ્યો હતો, જે ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓની વિશિષ્ટ નેતૃત્વ જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલી એક સમર્પિત ક્ષમતા-નિર્માણ પહેલ છે. માર્ચ 2025 માં શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે 1.5 લાખ ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિઓને તાલીમ આપવામાં આવી છે, જે તેમને સ્થાનિક સરકારોનું અસરકારક રીતે નેતૃત્વ કરવા અને સામુદાયિક વિકાસને આગળ ધપાવવા માટે જરૂરી જ્ઞાન, કૌશલ્ય અને આત્મવિશ્વાસથી સજ્જ કરે છે.
તેમણે યોગ્ય સંસ્થાકીય પગલાં દ્વારા પંચાયતોમાં પતિ કે અન્ય પુરુષ દ્વારા વહીવટના પડકારને હલ કરીને વાસ્તવિક મહિલા નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટેની મંત્રાલયની પ્રતિબદ્ધતા પર વધુમાં ભાર મૂક્યો હતો. શ્રી ભારદ્વાજે દેશના દરેક જિલ્લામાં એક 'મોડેલ વિમેન-ફ્રેન્ડલી ગ્રામ પંચાયત' સ્થાપવાની પહેલ પર પણ પ્રકાશ પાડ્યો હતો. યુએનએફપીએ (UNFPA) ના સક્રિય સહયોગથી, સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ, કૌશલ્ય, સુરક્ષા અને સમાવેશી જાહેર સેવા વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને 744 ગ્રામ પંચાયતોને જેન્ડર-રિસ્પોન્સિવ (જાતિ-સંવેદનશીલ) સ્થાનિક શાસનના મોડેલ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
ભારતના અગ્રણી શાસન ઇનોવેશન્સ પર પ્રકાશ પાડતા શ્રી ભારદ્વાજે શેર કર્યું કે મંત્રાલયે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને નવ નાગરિક-કેન્દ્રિત થીમ્સમાં સફળતાપૂર્વક સ્થાનિકીકરણ કર્યું છે, જેનાથી ગ્રામ પંચાયતો વૈશ્વિક વિકાસ એજન્ડાને સ્થાનિક સ્તરે સુસંગત ક્રિયાઓમાં પરિવર્તિત કરી શકે છે. લગભગ 150 માપી શકાય તેવા સૂચકાંકો ધરાવતા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI) નો ઉલ્લેખ કરતા, તેમણે રેખાંકિત કર્યું કે પુરાવા-આધારિત મૂલ્યાંકન પ્રત્યેક ગ્રામ પંચાયતને તેની પ્રગતિનું માપદંડ નક્કી કરવા, વિકાસની અગ્રતાઓ ઓળખવા અને સમાવેશી તેમજ ટકાઉ વિકાસને વેગ આપવા સક્ષમ બનાવી રહ્યું છે. તેમણે અવલોકન કર્યું કે આ નવીનતાઓ પાયાના સ્તરના શાસનને મજબૂત કરવા માટે એક વ્યવહારુ ફ્રેમવર્ક પૂરું પાડે છે અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકોના સ્થાનિક સ્તરે અમલીકરણ માટે પ્રયત્નશીલ દેશો માટે સુસંગતતા ધરાવે છે.
આ પેનલમાં કેરળ સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના અગ્ર સચિવ સુશ્રી શર્મિલા મેરી જોસેફ, રાજસ્થાનની લાંબી આહીર ગ્રામ પંચાયતના સરપંચ સુશ્રી નીરુ યાદવ અને મધ્ય પ્રદેશની બરખેડી અબ્દુલ્લા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ સરપંચ સુશ્રી ભક્તિ શર્મા સહિતના પ્રતિષ્ઠિત વક્તાઓ પણ સામેલ હતા, જેમણે વિકેન્દ્રિત શાસન, સામુદાયિક ભાગીદારી અને પ્રતિભાવશીલ સ્થાનિક સંસ્થાઓ દ્વારા મહિલા નેતૃત્વને આગળ વધારવા અંગે મૂલ્યવાન દ્રષ્ટિકોણ અને અનુભવો શેર કર્યા હતા.

ચર્ચાના સમાપન પર, શ્રી ભારદ્વાજે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાયાના સ્તરે મહિલાઓનું સશક્તિકરણ એ પ્રતિભાવશીલ સંસ્થાઓ, સ્થિતિસ્થાપક સમુદાયો અને ટકાઉ સમાજોના નિર્માણ માટે મૂળભૂત છે. તેમણે નોંધ્યું હતું કે ભારતનો અનુભવ દર્શાવે છે કે કેવી રીતે બંધારણીય વિકેન્દ્રીકરણ, સતત ક્ષમતા નિર્માણ અને ડેટા-આધારિત શાસન સ્થાનિક સંસ્થાઓને સમાવેશી વિકાસના એન્જિનમાં પરિવર્તિત કરી શકે છે. આ વિચાર-વિમર્શે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા અને જન-કેન્દ્રિત, સમાવેશી તેમજ ટકાઉ વિકાસને આગળ વધારવા માટે એક કેટેલિસ્ટ તરીકે મહિલાઓના નેતૃત્વને મજબૂત કરવા પ્રત્યે બ્રિક્સ દેશોની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2282611)
आगंतुक पटल : 7