ચૂંટણી આયોગ
ઈસીઆઈ દ્વારા મીડિયા અને કમ્યુનિકેશન ઓફિસર્સ માટે ત્રીજી એક-દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
प्रविष्टि तिथि:
08 JUL 2026 7:08PM by PIB Ahmedabad
ભારતના ચૂંટણી પંચ (ECI) એ મીડિયા અને કમ્યુનિકેશન ઓફિસર્સ માટે ત્રીજી એક-દિવસીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં સહભાગી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ જિલ્લાઓમાંથી મીડિયા નોડલ ઓફિસર્સ (MNOs) અને સોશિયલ મીડિયા નોડલ ઓફિસર્સ (SMNOs) તેમજ રાજ્યના જાહેર સંપર્ક વિભાગો (DPRs) ના વરિષ્ઠ અધિકારીઓને એકસાથે લાવવામાં આવ્યા હતા.
આ કોન્ફરન્સમાં 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 200 મીડિયા અને કમ્યુનિકેશન ઓફિસર્સ, જેમાં મીડિયા નોડલ ઓફિસર્સ (MNOs) અને સોશિયલ મીડિયા નોડલ ઓફિસર્સ (SMNOs), જિલ્લા મીડિયા નોડલ ઓફિસર્સ/જિલ્લા પીઆરઓ (PROs), અને સંબંધિત રાજ્યના જાહેર સંપર્ક વિભાગો (DPRs) ના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારે, ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી સાથે કોન્ફરન્સ દરમિયાન સહભાગીઓને સંબોધિત કર્યા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) શ્રી જ્ઞાનેશ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે પંચની પ્રત્યેક સક્રિયતા ભારતના બંધારણ, ચૂંટણી કાયદાઓ અને સમયાંતરે પારદર્શક રીતે જારી કરવામાં આવતી લેખિત સૂચનાઓ પર આધારિત હોય છે. સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતા ખોટા નેરેટિવ્સ (ભ્રામક વાતો) અંગે અધિકારીઓને સાવધ કરતા, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે ખોટી માહિતીના પ્રસારને રોકવા માટે અધિકારીઓએ સક્રિયપણે જોડાવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં અત્યાર સુધીનું સૌથી વધુ મતદાન એ દેશની ચૂંટણી પ્રણાલીમાં ભારતીય મતદારો જે વિશ્વાસ ધરાવે છે તેનો પુરાવો છે.
સહભાગીઓને સંબોધતા ચૂંટણી કમિશનર ડૉ. વિવેક જોશી પરચૂરણ અને ભ્રામક સામગ્રી વિશે વાત કરતા જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં, સંસ્થાઓ પ્રત્યેનો વિશ્વાસ ઘટાડવા માટે પ્રેરિત તત્વો દ્વારા એઆઈ (AI), ડીપફેક્સ, ગેરમાર્ગે દોરવાના ઈરાદા સાથે સિન્થેટિક કન્ટેન્ટ અને તોફાની સામગ્રી ફેલાવવામાં આવે છે. ડૉ. જોશીએ મીડિયા અને કમ્યુનિકેશન ઓફિસર્સને પંચના નિયમો, સૂચનાઓ અને માર્ગદર્શિકાના આધારે આવા પ્રયાસોનો સામનો કરવા અનુરોધ કર્યો હતો.
કોન્ફરન્સની શરૂઆત સમગ્ર ચૂંટણી ચક્ર દરમિયાન કમ્યુનિકેશન વ્યૂહરચનાઓની વ્યાપક ઝાંખી સાથે થઈ હતી - જેમાં રોલ થી પોલ (મતદાર યાદીથી મતદાન સુધી), ઇસીઆઇએનઇટી (ECINET), મહત્વપૂર્ણ બંધારણીય જોગવાઈઓ અને મીડિયા બાબતોને લગતા કાયદાઓનો સમાવેશ થાય છે.
પ્રેસ નોટ્સનું આયોજન કરવા અને મીડિયા તથા સોશિયલ મીડિયા દ્વારા તેને વિસ્તૃત કરવા, ખોટી માહિતી અને નેરેટિવ્સનો સામનો કરવા, ઈએલસી (ELCs) દ્વારા યુવા મતદારોને જોડવા તેમજ ચૂંટણી પંચ (ECI) ની પહેલોને જનતા સુધી પહોંચાડવા અંગેના વ્યવહારુ સત્રો પણ આયોજિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના ભાગરૂપે, સહભાગીઓને જૂથોમાં મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા, મતદાન પ્રક્રિયા અને મતગણતરી પ્રક્રિયાના પ્રદર્શન (ડેમોન્સ્ટ્રેશન) માંથી પણ પસાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ પ્રદર્શન (એક્ઝિબિશન) અને મીડિયા કોર્નરની માર્ગદર્શિત મુલાકાત કરાવવામાં આવી હતી.
આ સત્રો પછી સહભાગીઓ અને પંચ વચ્ચે પ્રશ્નોત્તરી (Q&A) સત્ર પણ યોજાયું હતું.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2282589)
आगंतुक पटल : 12