ચૂંટણી આયોગ
મધ્યપ્રદેશ, ગુજરાત અને બિહારની વિધાનસભાની પેટાચૂંટણી: ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ
प्रविष्टि तिथि:
06 JUL 2026 6:09PM by PIB Ahmedabad
ભારતના ચૂંટણી પંચે 3 વિધાનસભાઓમાં ખાલી પડેલી બેઠકો ભરવા માટે પેટાચૂંટણી યોજવા અંગે 6 જુલાઈ, 2026 ના રોજ જાહેરનામા બહાર પાડ્યા છે, જેમાં મધ્યપ્રદેશમાં 22-દતિયા, ગુજરાતમાં 145-માંજલપુર અને બિહારમાં 182-બાંકીપુરનો સમાવેશ થાય છે. આ જાહેરનામા બહાર પડવાની સાથે જ, ત્રણેય વિધાનસભા મતવિસ્તારો માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
મતવિસ્તાર વાઇઝ પેટાચૂંટણીનું સમયપત્રક નીચે મુજબ છે:
|
ક્રમ
|
ચૂંટણી પ્રક્રિયા
|
તારીખ / સમય
|
|
1.
|
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ
|
સોમવાર, 13 જુલાઈ, 2026
|
|
2.
|
ઉમેદવારી પત્રોની ચકાસણી (Scrutiny)
|
મંગળવાર, 14 જુલાઈ, 2026
|
|
3.
|
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ
|
ગુરૂવાર, 16 જુલાઈ, 2026
|
|
4.
|
મતદાનની તારીખ અને કલાકો (જો જરૂરી હોય તો)
|
ગુરૂવાર, 30 જુલાઈ, 2026, સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી
|
|
5.
|
મતગણતરીની તારીખ
|
સોમવાર, 3 ઓગસ્ટ, 2026, સવારે 8:00 વાગ્યાથી
|
|
6.
|
કઈ તારીખ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે
|
મંગળવાર, 4 ઓગસ્ટ, 2026
|
પંચે આજે સંબંધિત રાજ્યોને ચૂંટણીવાળા મતવિસ્તારોમાં સવેતન રજા (Paid Holiday) અને ડ્રાય ડેની કાયદાકીય જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવા માટેની સૂચનાઓ પણ બહાર પાડી છે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 135B મુજબ, કોઈપણ વ્યવસાય, વેપાર, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઈપણ સંસ્થામાં કાર્યરત અને પેટાચૂંટણીમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિને મતદાનના દિવસે સવેતન રજા આપવામાં આવશે અને તેના વેતનમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં. તમામ દૈનિક વેતન મેળવતા અને કેઝ્યુઅલ શ્રમિકો પણ મતદાનના દિવસે સવેતન રજા મેળવવા માટે હકદાર છે. આ જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર કોઈપણ એમ્પ્લોયર દંડને પાત્ર રહેશે.
પંચે વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, જે મતદારો (રોજમદાર અને દૈનિક વેતન મેળવતા શ્રમિકો સહિત) તેમના મતવિસ્તારની બહાર આવેલા ઔદ્યોગિક અથવા વ્યાપારી એકમોમાં કામ કરે છે અથવા નોકરી કરે છે, પરંતુ તેઓ જે મતવિસ્તારમાં મતદાન થવાનું છે ત્યાં મતદાર તરીકે નોંધાયેલા છે, તેઓ પણ મતદાનના દિવસે સવેતન રજાનો લાભ મેળવવા હકદાર રહેશે જેથી તેઓ પોતાનો મત આપી શકે.
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 135C જોગવાઈ કરે છે કે, મતદાન વિસ્તારમાં કોઈપણ ચૂંટણી માટે મતદાન પૂર્ણ થવાના નિયત સમય સાથે સમાપ્ત થતા અડતાલીસ (48) કલાકના સમયગાળા દરમિયાન હોટેલ, ભોજનાલય, મદિરાલય, દુકાન અથવા અન્ય કોઈપણ જાહેર કે ખાનગી જગ્યાએ કોઈ પણ પ્રકારનો સ્પિરિટયુક્ત, આથો આવેલો અથવા નશો કરતો દારૂ કે તેના જેવા અન્ય પદાર્થોનું વેચાણ, વિતરણ કે આપવા પર પ્રતિબંધ રહેશે. આમાં જો કોઈ પુનઃ મતદાન (Re-poll) થાય, તો તેની તારીખનો પણ સમાવેશ થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને, સંબંધિત રાજ્યના કાયદા હેઠળ 'ડ્રાય ડે' જાહેર કરી અધિસૂચિત કરવામાં આવશે.
મતગણતરીના દિવસે એટલે કે 3 ઓગસ્ટ, 2026 ના રોજ પણ 'ડ્રાય ડે' જાહેર કરવામાં આવશે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2281819)
आगंतुक पटल : 13