આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઊર્જા આંકડા પરના નિષ્ણાત સમિતિના અહેવાલના પ્રકાશન અંગેની અખબારી યાદી

प्रविष्टि तिथि: 06 JUL 2026 2:34PM by PIB Ahmedabad

MoSPI એ ઊર્જા મંત્રાલયો સાથે પરામર્શ કરીને ઊર્જા આંકડાકીય ડેટાબેઝને સુમેળભર્યો બનાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવી.

ઊર્જા આંકડા પરની નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવેલી મુખ્ય ભલામણો જૈવિક બળતણના યોગદાન પરની પદ્ધતિઓ, માંગ અને પુરવઠા સંબંધિત ડેટામાં રહેલા અંતરને પૂરવા, ખાસ કરીને કેપ્ટિવ પાવર અને ઇવી દ્વારા વીજળીના વપરાશ સાથે સંબંધિત છે

સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) આ અખબારી યાદી દ્વારા ઊર્જા આંકડા પરની નિષ્ણાત સમિતિનો અહેવાલ જાહેર કરી રહ્યું છે.

આર્થિક વૃદ્ધિને આગળ ધપાવવામાં અને સામાજિક વિકાસને ટેકો આપવામાં ઊર્જા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) નું વાર્ષિક પ્રકાશન એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા રાષ્ટ્રીય સ્તરે ઊર્જાના પ્રવાહને દર્શાવે છે, જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અને માર્ગદર્શિકાઓનું પાલન કરતા વિવિધ કોષ્ટકો, આલેખ અને ટકાઉ ઊર્જા-સૂચકાંકોનો સમાવેશ થાય છે. ભારત જેમ-જેમ તેના પુનઃપ્રાપ્ય ઊર્જાના લક્ષ્યો અને નેટ ઝીરો (Net Zero) ની આકાંક્ષાઓ તરફ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ પુરાવા-આધારિત નીતિનિર્માણને સમર્થન આપવા અને ચાલી રહેલા ઊર્જા સંક્રમણની અસરકારક દેખરેખને સરળ બનાવવા માટે એક મજબૂત, વ્યાપક અને સુમેળભર્યા ઊર્જા આંકડાકીય માળખાની જરૂરિયાત વધુને વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

આ જરૂરિયાતને સ્વીકારીને, MoSPI એ આઈઆઈટી-દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રંગન બેનર્જીની અધ્યક્ષતામાં ઊર્જા આંકડા પર એક નિષ્ણાત સમિતિની રચના કરી હતી, જેમાં સંબંધિત ઊર્જા-મંત્રાલયોના વરિષ્ઠ સ્તરના પ્રતિનિધિઓ અને ધ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (TERI), એલાયન્સ ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમી (AEEE) વગેરે જેવી સંશોધન સંસ્થાઓના ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. સમિતિએ એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયા પ્રકાશન અને ભારતના ઊર્જા-આંકડા ડેટાબેઝની તેની વ્યાપકતા, વ્યાખ્યાઓ, વર્ગીકરણ પ્રણાલીઓ, ડેટા સ્ત્રોતો અને અંદાજ પદ્ધતિઓ સહિતની વ્યાપક સમીક્ષા હાથ ધરી હતી. ઊર્જા આંકડા પરના આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા, મુખ્ય ડેટા-અંતરને દૂર કરવા અને ઊર્જા-મંત્રાલયો વચ્ચે ભારતના ઊર્જા-આંકડા ડેટાબેઝમાં રહેલી વિસંગતતાઓને દૂર કરવા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

સમિતિએ પોતાની ભલામણોને આખરી ઓપ આપતા પહેલાં સંબંધિત મંત્રાલયો, એજન્સીઓ અને વિષય નિષ્ણાતો સાથે ટેકનિકલ પરામર્શ અને વિચાર-વિમર્શના કેટલાક રાઉન્ડ યોજ્યા હતા. સમિતિની મુખ્ય ભલામણો નીચે મુજબ સારાંશમાં આપવામાં આવી છે;

  • આંતરરાષ્ટ્રીય ધોરણો અને સુસંગતતા સાથે સંરેખણ: સમિતિએ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રિયલ ક્લાસિફિકેશન (ISIC) Rev. 5, નેશનલ ઇન્ડસ્ટ્રિયલ ક્લાસિફિકેશન (NIC)-2025, સ્ટાન્ડર્ડ્સ ઇન્ટરનેશનલ એનર્જી-પ્રોડક્ટ ક્લાસિફિકેશન (SIEC) વગેરેને અનુરૂપ કોષ્ટક શ્રેણીઓમાં ઊર્જા-આંકડાના સંગ્રહ અને પ્રસારમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવાની ભલામણ કરી હતી. સમિતિએ તમામ સંબંધિત ઊર્જા-મંત્રાલયો દ્વારા ઉત્પાદિત ઊર્જા-આંકડાઓની આંતર-મંત્રાલય સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે સમાન રૂપાંતરણ પરિબળો (conversion factors) અપનાવવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
  • કોલસા ક્ષેત્રમાં ડેટાના અંતરને પૂરવા: સમિતિએ આયાતી કોલસાના (જે ભારતમાં કુલ કોલસાના વપરાશના આશરે 20% જેટલો છે) ક્ષેત્રીય અંતિમ-ઉપયોગ વપરાશના શુદ્ધિકરણ માટે અને હરાજી દ્વારા મોકલવામાં આવેલા સ્થાનિક કોલસા, જે પરચુરણ શ્રેણી હેઠળ એકત્રિત કરવામાં આવે છે, તેના માટે એક પદ્ધતિની ભલામણ કરી હતી. આ પદ્ધતિ એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ (ASI) ના ડેટાબેઝનો ઉપયોગ કરે છે જે કોલસાના મર્યાદિત ઉદ્યોગવાર વપરાશને મેળવે છે. સમિતિએ બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) ને પર્ફોર્મ, એચીવ એન્ડ ટ્રેડ (PAT) યોજના હેઠળ એક વ્યાપક ડેટાબેઝ વિકસાવવા અને જાળવવા માટે પણ ભલામણ કરી હતી.
  • વીજળી ક્ષેત્રમાં ડેટાના અંતરને પૂરવા: સમિતિએ એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી (ASI) ડેટાબેઝનો ઉપયોગ કરીને ભારતમાં વીજળીના ઉદ્યોગવાર અંતિમ-ઉપયોગ વપરાશને મેળવવા અને તેનો પ્રસાર કરવા માટે સમાન પદ્ધતિની ભલામણ કરી હતી.
  • બાયો-ફ્યુઅલ (જૈવિક બળતણ) પર ડેટા સ્થાપિત કરવો: એકીકૃત રાષ્ટ્રીય સ્તરના ડેટાની ગેરહાજરીમાં, યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ ડિવિઝન (UNSD) તેમના વર્લ્ડ એનર્જી બેલેન્સના વાર્ષિક પ્રકાશનમાં તેમના પોતાના અંદાજના આધારે ભારતના બાયો-ફ્યુઅલના વપરાશનો અંદાજ ભારતના કુલ વાર્ષિક ઊર્જા-વપરાશના આશરે 31-34% જેટલો લગાવે છે. સમિતિએ ભારતના ઊર્જા-બેલેન્સ કોષ્ટકમાં બાયો-ફ્યુઅલના ઘટકને સામેલ કરવા માટે આ મહત્વપૂર્ણ ડેટા-અંતરને દૂર કરવા માટે એક વ્યાપક પદ્ધતિની ભલામણ કરી હતી.
  • કેપ્ટિવ પાવર અને ઇવી (EVs) માં વીજ વપરાશનો અંદાજ મેળવવો: કેપ્ટિવ/ઓફ-ગ્રીડ મોડ દ્વારા વીજળીનો વપરાશ અને ભારતમાં ઇવી દ્વારા વીજળીનો વપરાશ ઊર્જા ક્ષેત્રના નોંધપાત્ર ડેટા-અંતર પૈકીના એક છે જેને આ અહેવાલ હેઠળ સંબોધવામાં આવ્યા છે. સમિતિએ આના માટે પ્રારંભિક પદ્ધતિસરના માળખાની ભલામણ કરી છે, જેને ભારતના ઊર્જા-બેલેન્સ ડેટાબેઝમાં યોગ્ય સમાવેશ માટે વપરાશકર્તાઓ અને સંશોધકો દ્વારા સુધારત્મક કાર્ય કરવાની જરૂર છે.

આ અહેવાલમાં ભારતીય ઊર્જા આંકડા પ્રણાલીની પદ્ધતિસરની મજબૂતી, વિશ્લેષણાત્મક ઉપયોગિતા અને આંતર-એજન્સી સુસંગતતાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે નક્કર સુધારા દરખાસ્તો અને અમલીકરણ યોગ્ય ભલામણો સાથે આ વિચાર-વિમર્શનો વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. આ ભલામણો પુરાવા-આધારિત નીતિનિર્માણને સમર્થન આપશે, ડેટાની ગુણવત્તા અને તુલનાત્મકતામાં સુધારો કરશે અને ભારતના વિકસતા ઊર્જા પરિદ્રશ્યની વધુ સારી દેખરેખને સરળ બનાવશે તેવી અપેક્ષા છે.

MoSPI ભારપૂર્વક જણાવે છે કે ભલામણોના અસરકારક અમલીકરણ માટે દેશ માટે વધુ સંકલિત, વિશ્વસનીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તુલનાત્મક ઊર્જા આંકડાકીય માળખું બનાવવા માટે તમામ સંબંધિત મંત્રાલયો અને હિતધારકો વચ્ચે સતત સહયોગ અને સમન્વયની આવશ્કયતા છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2281630) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil , Kannada