શ્રમ અને રોજગાર મંત્રાલય
ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની 198મી બેઠકની અધ્યક્ષતા કરી
ધોરણસરની સંભાળ સુનિશ્ચિત કરવા માટે ESIC તમામ આગામી અને નવી કાર્યરત હોસ્પિટલોનું સીધું સંચાલન કરશે
ઓક્યુપેશનલ ડિસીઝ સેન્ટર્સ, હોસ્પિટલ અપગ્રેડેશન અને કેન્સર કેર સુવિધા સાથે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવામાં આવશે
આયુષ સેવાઓના સંકલન માટે ESIC અને આયુષ મંત્રાલય વચ્ચેના MoU ને મંજૂરી
સમગ્ર ભારતમાં પાંચ નવી સબ-રીજનલ કચેરીઓ સ્થાપવામાં આવશે
ESIC એ અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાની મુદત વધુ એક વર્ષ માટે લંબાવવા મંજૂરી આપી
प्रविष्टि तिथि:
30 JUN 2026 7:35PM by PIB Ahmedabad
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) ની 198મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.
કોર્પોરેશને ESIC ના હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા, તબીબી શિક્ષણનો વિસ્તાર કરવા અને સંસ્થાકીય કાર્યક્ષમતા તેમજ સેવા વિતરણમાં સુધારો કરવાના ઉદ્દેશ્યથી અનેક મુખ્ય એજન્ડા આઇટમ્સ પર વિચાર-વિમર્શ કર્યો અને તેને મંજૂરી આપી.

ESIC દ્વારા નવી હોસ્પિટલોનું સીધું સંચાલન
ધોરણસરની, કાર્યક્ષમ અને ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, કોર્પોરેશને મંજૂરી આપી છે કે તમામ આગામી અને નવી કાર્યરત થનારી ESI હોસ્પિટલોનું સંચાલન હવે સીધું ESIC દ્વારા કરવામાં આવશે. હાલમાં રાજ્ય સરકારો હેઠળની અને પુનઃનિર્માણ અથવા અપગ્રેડેશન હેઠળની હોસ્પિટલો રાજ્યના સંચાલન હેઠળ ચાલુ રહેશે, જ્યાં સુધી સંબંધિત રાજ્ય સરકાર તેને ESIC ને સોંપવાનો વિકલ્પ ન પસંદ કરે.
ESIC અને આયુષ મંત્રાલય વચ્ચે MoU
કોર્પોરેશને ભારત સરકારના આયુષ મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલયના ESIC વચ્ચે એક એમઓયુને મંજૂરી આપી છે, જેથી ESIC ની હેલ્થકેર ડિલિવરી સિસ્ટમમાં આયુષ સેવાઓના સંકલન, પ્રમોશન, મજબૂતીકરણ અને ક્ષમતા નિર્માણ માટે સંયુક્ત માળખું તૈયાર કરી શકાય, અને સર્વગ્રાહી તેમજ સુલભ સંભાળ દ્વારા વ્યવસાયિક અને જીવનશૈલી સંબંધિત આરોગ્ય પડકારોનો ઉકેલ લાવી શકાય.

ESIC મેડિકલ એજ્યુકેશન ગવર્નન્સનું પુનર્ગઠન
તબીબી, ડેન્ટલ, નર્સિંગ અને સંલગ્ન આરોગ્ય વિજ્ઞાન સંસ્થાઓના વિસ્તરણને ટેકો આપવા માટે કાર્યાત્મક વર્ટિકલ્સ અને વધારાની જગ્યાઓ ઊભી કરવા તેમજ ESIC મેડિકલ એજ્યુકેશન એડવાઇઝરી બોર્ડની રચના સહિત મેડિકલ એજ્યુકેશન ડિવિઝનના પુનર્ગઠન અને મજબૂતીકરણ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
રાજ્ય ESI સોસાયટીઓ માટે એકીકૃત MoU
કોર્પોરેશને સોશિયલ સિક્યુરિટી કોડ, 2020 ના અમલીકરણને કારણે જરૂરી બનેલા મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સના 2017 ના મોડલના સ્થાને, રાજ્ય ESI સોસાયટીઓ માટે નવા એકીકૃત મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગને અપનાવવાની મંજૂરી આપી છે. આ નિર્ણયથી બાકી રહેલા બિન-સત્તાવાર નામાંકનો દરમિયાન પણ ગવર્નિંગ બોડી અને એક્ઝિક્યુટિવ કમિટીના સત્રો આગળ વધવા માટે સક્ષમ બનશે, અને ઇન્સ્યોરન્સ કમિશનર તથા મેડિકલ કમિશનરને આવી બેઠકોમાં કાયમી આમંત્રિત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવું: વ્યવસાયિક રોગ કેન્દ્રો, હોસ્પિટલ અપગ્રેડેશન અને કેન્સર કેર સુવિધા
કોર્પોરેશને શ્રેણીબદ્ધ મોટા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલોને મંજૂરી આપી છે, જેમાં વ્યાપક વ્યવસાયિક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન માટે સનાતન નગર, ફરીદાબાદ, લુધિયાણા, બેલતોલા અને ભુવનેશ્વર ખાતે ઓક્યુપેશનલ ડિસીઝ સેન્ટર્સની સ્થાપના અને ઝોનલ રિહેબિલિટેશન સેન્ટર્સ માટે સૈદ્ધાંતિક મંજૂરી; ESIC મોડલ હોસ્પિટલ, બારી બ્રાહ્મણા, જમ્મુને તબક્કાવાર રીતે 50 થી વધારીને 100 બેડની કરવી (જેમાં હાલની બિલ્ડિંગમાં 20 વધારાના બેડ, નવો 30-બેડનો વોર્ડ અને પ્રદેશમાં નવી સુવિધા માટે જમીનની ઓળખ સામેલ છે); ESIC હોસ્પિટલ, તિરુનેલવેલીને 100 બેડથી વધારીને 150 બેડની કરવી અને SST બ્લોક્સ વિકસાવવા માટે અડીને આવેલી જમીન સંપાદિત કરવી અને પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો સહિત પૂર્વીય ઝોનના લાભાર્થીઓ માટે કેન્સરની સંભાળને મજબૂત કરવા માટે ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, જોકા, કોલકાતા ખાતે હાઇ-એનર્જી લીનિયર એક્સિલરેટર, સીટી સિમ્યુલેટર યુનિટ, બ્રેકીથેરાપી યુનિટ અને પીઇટી-સીટી સ્કેન (PET-CT Scan) સુવિધા ધરાવતા રેડિયેશન ઓન્કોલોજી બ્લોક માટે સૈદ્ધાંતિક મંજૂરી સામેલ છે.
નવું મેડિકલ એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર: નવી દિલ્હીમાં ડેન્ટલ કોલેજ અને હરિદ્વારમાં મેડિકલ કોલેજ
બે મોટી તબીબી શિક્ષણ પહેલો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી — ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, બસાઈદારાપુર, નવી દિલ્હી ખાતે UG અને PG સુવિધાઓ ધરાવતી ડેન્ટલ કોલેજ, સુપર-સ્પેશિયાલિટી-કમ-OPD બ્લોક, સ્ટાફ ક્વાર્ટર્સ, હોસ્ટેલ અને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ; અને શૈક્ષણિક વર્ષ 2027-28 થી હરિદ્વારની ESIC હોસ્પિટલના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને, વાર્ષિક 50 MBBS બેઠકોની પ્રવેશ ક્ષમતા ધરાવતી હરિદ્વાર, ઉત્તરાખંડ ખાતે નવી ESIC મેડિકલ કોલેજની સ્થાપના કરવી.

કર્મચારી રાજ્ય વીમા (સામાન્ય) નિયમો, 2026
કોર્પોરેશને સોશિયલ સિક્યુરિટી કોડ, 2020 હેઠળ કર્મચારી રાજ્ય વીમા (સામાન્ય) નિયમો, 1950 માં સુધારો કરીને કર્મચારી રાજ્ય વીમા (સામાન્ય) નિયમો, 2026 ના ઘડતરને મંજૂરી આપી છે.
પાંચ નવી સબ-રીજનલ ઓફિસોની સ્થાપના
તા. 21.11.2025 થી સોશિયલ સિક્યુરિટી કોડ, 2020 ના અમલીકરણ બાદ ESIC ના વિસ્તરણને ધ્યાનમાં રાખીને, કોર્પોરેશને સેવા વિતરણમાં સુધારો કરવા, અનુપાલન પર દેખરેખ રાખવા અને વહીવટના વિકેન્દ્રીકરણ માટે મેઘાલય, બિલાસપુર (છત્તીસગઢ), રાજકોટ (ગુજરાત), જમશેદપુર (ઝારખંડ) અને જબલપુર (મધ્યપ્રદેશ) ખાતે પાંચ નવી સબ-રીજનલ ઓફિસો (SROs - પેટા-પ્રાદેશિક કચેરીઓ) ની સ્થાપનાને મંજૂરી આપી છે.

અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાની મુદત લંબાવવી
વીમાધારક વ્યક્તિઓ માટેની બેરોજગારી ભથ્થા યોજનાની મુદત 1 જુલાઈ, 2026 થી 30 જૂન, 2027 સુધીના વધુ એક વર્ષના ગાળા માટે લંબાવવાને મંજૂરી આપવામાં આવી હતી.
ESI કોર્પોરેશનની 198મી બેઠકમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ESIC ના ડાયરેક્ટર જનરલ, રાજ્ય સરકારોના અગ્ર સચિવો/સચિવો અને નોકરીદાતાઓ તેમજ કર્મચારીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
SM/IJ/JD
(रिलीज़ आईडी: 2279580)
आगंतुक पटल : 13