આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
20માં આંકડાશાસ્ત્ર દિવસ (29મી જૂન 2026) નિમિત્તે એસડીજી (SDG) પ્રકાશનોનું વિમોચન
प्रविष्टि तिथि:
29 JUN 2026 5:00PM by PIB Ahmedabad
20મા આંકડાશાસ્ત્ર દિવસના અવસરે, 29મી જૂન 2026ના રોજ, આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) પર નીચે મુજબના પ્રકાશનો બહાર પાડ્યા છે:
- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ - નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ, 2026;
- ડેટા સ્નેપશોટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ - નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ, 2026;
- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ - નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક, 2026 (મેટાડેટા સાથે);
- ટ્રાન્સફોર્મિંગ લાઇવ્સ: ઇન્ડિયાઝ અચિવમેન્ટ્સ અન્ડર ધ પીપલ ડાયમેન્શન ઓફ ધ એસડીજીઝ.


- આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ રાષ્ટ્રીય સ્તરે SDGs ના મોનિટરિંગને સરળ બનાવવા માટે સંબંધિત મંત્રાલયો અને વિભાગો, નીતિ આયોગ, યુએન (UN) એજન્સીઓ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કરીને ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) માટે નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક (NIF) વિકસાવ્યું છે. NIF એ SDGs પરની પ્રગતિને ટ્રૅક કરવા માટે એક વ્યાપક પ્રણાલી પૂરી પાડે છે અને નીતિ ઘડતર તેમજ કાર્યક્રમના અમલીકરણ માટે એક મહત્વપૂર્ણ પુરાવા આધાર તરીકે કામ કરે છે. આ અહેવાલ સંબંધિત લાઇન મંત્રાલયો/વિભાગો પાસેથી મેળવેલા સૂચકાંકોના ડેટાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. MoSPI દર વર્ષે 29મી જૂને આ અહેવાલો બહાર પાડે છે.
- આ શ્રેણીમાં, મંત્રાલયે 29મી જૂન 2026 ના રોજ નીચે મુજબના પ્રકાશનો બહાર પાડ્યા:
(i) સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ – નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ, 2026 આ અહેવાલ SDG રાષ્ટ્રીય સૂચકાંકો પર નવીનતમ ઉપલબ્ધ સમય શ્રેણી (ટાઇમ સિરીઝ) નો ડેટા રજૂ કરે છે, જે 17 ટકાઉ વિકાસ લક્ષ્યાંકો તરફ રાષ્ટ્રીય સ્તરની પ્રગતિની દેખરેખ રાખવા માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે કામ કરે છે. તે નીતિ નિર્માતાઓ, આયોજકો, સંશોધકો અને અન્ય હિતધારકો માટે મૂલ્યવાન પુરાવા પણ પૂરા પાડે છે.
(ii) ડેટા સ્નેપશોટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ – નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ, 2026 'ડેટા સ્નેપશોટ ઓન SDG-NIF પ્રોગ્રેસ રિપોર્ટ, 2026' એ SDG-NIF પ્રોગ્રેસ રિપોર્ટમાંથી હેન્ડબુક સ્વરૂપે તૈયાર કરાયેલું એક પ્રકાશન છે, જે સંક્ષિપ્ત અને વપરાશકર્તાને અનુકૂળ ફોર્મેટમાં SDG સૂચકાંકો પર રાષ્ટ્રીય સ્તરનો ટાઇમ સિરીઝ ડેટા પ્રદાન કરે છે.
(iii) સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ – નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક, 2026 (મેટાડેટા સાથે) આ 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ - નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ, 2026' માંથી હેન્ડબુક સ્વરૂપે મેળવેલો એક અહેવાલ છે, જે વ્યાપક મેટાડેટાની સાથે તમામ રાષ્ટ્રીય SDG સૂચકાંકોને આવરી લે છે.
- પ્રોગ્રેસ રિપોર્ટની સાથે, MoSPI એ એક વિષયવસ્તુ આધારિત (થીમેટિક) SDG બુલેટિન પણ બહાર પાડ્યું છે, જેનું શીર્ષક 'ટ્રાન્સફોર્મિંગ લાઇવ્સ: ઇન્ડિયાઝ અચિવમેન્ટ્સ અન્ડર ધ પીપલ ડાયમેન્શન ઓફ ધ એસડીજીઝ' છે. આ બુલેટિન ટકાઉ વિકાસ માટેના 2030ના એજન્ડાના પાંચ પાયાના સ્તંભો: પીપલ (લોકો), પ્લેનેટ (ગ્રહ), પ્રોસ્પરિટી (સમૃદ્ધિ), પીસ (શાંતિ) અને પાર્ટનરશિપ (ભાગીદારી) ને અનુરૂપ વિષયવાર, ડેટા આધારિત SDG બુલેટિનની શ્રેણીનો એક ભાગ છે. SDGs ના 'પીપલ' (લોકો) ડાયમેન્શન પરનું બુલેટિન ગરીબી નાબૂદી (SDG 1), શૂન્ય ભૂખમરો (SDG 2), સારું સ્વાસ્થ્ય અને સુખાકારી (SDG 3), ગુણવત્તાયુક્ત શિક્ષણ (SDG 4) અને લિંગ સમાનતા (SDG 5) ને લગતા SDGs પર ધ્યાન કેન્દ્રિત કરીને માનવ સુખાકારી અને સામાજિક વિકાસ તરફ ભારતની પ્રગતિને રેખાંકિત કરે છે. આ બુલેટિન માનવ વિકાસને ટેકો આપતી મુખ્ય રાષ્ટ્રીય પહેલો અને નીતિગત માળખાની રૂપરેખા આપે છે, સાથે જ તેની SDG યાત્રામાં 'કોઈપણ પાછળ ન છૂટી જાય' તે માટેની ભારતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ, 2026 ના મુખ્ય આકર્ષણો:
નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક (NIF), 2026 તમામ 17 ટકાઉ વિકાસ લક્ષ્યાંકોને આવરી લેતા 277 રાષ્ટ્રીય SDG સૂચકાંકો ધરાવે છે. ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા તરફ ભારતની સતત પ્રગતિને દર્શાવતા પ્રોગ્રેસ રિપોર્ટના કેટલાક મુખ્ય આકર્ષણો નીચે મુજબ છે:

- સામાજિક સુરક્ષા પ્રણાલીઓ/કવચ હેઠળ આવરી લેવામાં આવેલી વસ્તીનું પ્રમાણ 2016માં 22.0% હતું તે વધીને 2026માં 65.3% થયું છે.

- ખાદ્ય અને કૃષિ માટે આનુવંશિક સંસાધનોના સંરક્ષણમાં સતત પ્રગતિ દર્શાવતા, સંરક્ષિત વનસ્પતિ આનુવંશિક સંસાધનો (પ્લાન્ટ જેનિટિક રિસોર્સિસ) 2014-15માં 4,32,564 હતા તે વધીને 2025-26માં 4,91,864 થયા છે, પ્રાણી જનન સંસાધનો 1,40,364 થી વધીને 3,61,794 થયા છે અને મત્સ્ય જનન સંસાધનો 47 થી બમણાં કરતાં પણ વધુ વધીને 105 થયા છે.

- માતાઓનો મૃત્યુ દર (મેટર્નલ મોર્ટાલિટી રેશિયો) 2015-17 દરમિયાન દર 1,00,000 જીવિત જન્મોએ 122 હતો તે ઘટીને 2022-24 દરમિયાન 87 થયો છે
.
- જન્મ સમયે જાતિ ગુણોત્તર (સેક્સ રેશિયો એટ બર્થ - દર 1,000 પુરુષ જીવિત જન્મો દીઠ) 2015-17માં 1,000 પુરુષો સામે 896 મહિલાઓનો હતો, જે સુધરીને 2022-24માં 918 થયો છે, જે જન્મ સમયે વધુ સંતુલિત જાતિ ગુણોત્તર તરફ સકારાત્મક વલણ દર્શાવે છે.

- દેશમાં સ્થાપિત રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા) ઉત્પાદન ક્ષમતા 2014-15માં વ્યક્તિ દીઠ 64.04 વૉટ હતી તે વધીને 2025-26માં વ્યક્તિ દીઠ 193.36 વૉટ થઈ છે, જે દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં ત્રણ ગણો વિસ્તાર થયો છે.

- બેરોજગારીનો દર 2017-18માં 6.1% હતો તે ઘટીને 2025માં 3.1% થયો છે.

- પ્રોફેશનલ્સ અને ટેકનિકલ વર્કર્સ તરીકે કાર્યરત મહિલા કર્મચારીઓનો પુરુષ કર્મચારીઓ સામેનો ગુણોત્તર 2023-24માં 48.7% હતો તે વધીને 2025માં 51.3% થયો છે
.
- કચરાના વ્યવસ્થાપન અને રિસાયક્લિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મજબૂત વિસ્તરણ દર્શાવતાં, સ્થાપિત વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટ્સની સંખ્યા 2019-20માં 829 હતી તે વધીને 2025-26માં 3,236 થઈ છે.

- રામસર સાઇટ્સ (Ramsar sites) નો વિસ્તાર કુલ વેટલેન્ડ (આદ્રભૂમિ) વિસ્તારના ટકા તરીકે 2016માં 4.15% હતો તે વધીને 2026માં 8.66% થયો છે, જે રામસર કન્વેન્શન હેઠળ આંતરરાષ્ટ્રીય માન્યતા અને સંરક્ષણ મેળવતા વેટલેન્ડ્સના વિસ્તારમાં નોંધપાત્ર વધારો સૂચવે છે.

- ઇન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન્સની કુલ સંખ્યા 2015માં 302.36 મિલિયન હતી તે ત્રણ ગણાં કરતાં વધુ વધીને 2025માં 969.10 મિલિયન થઈ ગઈ છે.
- આ અહેવાલો મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ (https://mospi.gov.in/) પર ઉપલબ્ધ છે અથવા નીચે આપેલા ક્યુઆર (QR) કોડને સ્કેન કરો:
- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ, 2026
- સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક 2026 (મેટાડેટા સાથે)
- ડેટા સ્નેપશોટ ઓન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક પ્રોગ્રેસ રિપોર્ટ, 2026
- બુલેટિન ઓન ‘પીપલ’
SM/BS/JD
(रिलीज़ आईडी: 2279127)
आगंतुक पटल : 15