સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય નૌકાદળના ઇસ્ટર્ન ફ્લીટના જહાજો ઉદયગિરી અને કવરત્તી હો ચી મિન્હ સિટી, વિયેતનામથી રવાના થયા

प्रविष्टि तिथि: 24 JUN 2026 5:35PM by PIB Ahmedabad

ઇસ્ટર્ન ફ્લીટના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ (FOCEF) રિયર એડમિરલ આલોક આનંદના કમાન્ડ હેઠળ ભારતીય નૌકાદળના જહાજો ઉદયગિરી અને કવરત્તી, દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં આગળની તૈનાતી માટે પોર્ટ કોલ (બંદરની મુલાકાત) પૂર્ણ કરીને 24 જૂન 2026ના રોજ હો ચી મિન્હ સિટી, વિયેતનામથી રવાના થયા હતા.

FOCEF એ હો ચી મિન્હ સિટી પીપલ્સ કમિટી અને વિયેતનામ પીપલ્સ નેવીના વરિષ્ઠ પદાધિકારીઓની મુલાકાત લીધી હતી અને દરિયાઈ સહયોગ, વ્યાવસાયિક જોડાણ અને પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા પરના દ્રષ્ટિકોણનું આદાનપ્રદાન કર્યું હતું. આ મુલાકાતમાં રાષ્ટ્રપતિ હો ચી મિન્હની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો સમારોહ પણ સામેલ હતો, જ્યાં FOCEFINS ઉદયગિરી અને INS કવરત્તીના કમાન્ડિંગ ઓફિસરો સાથે મળીને આ દીર્ઘદ્રષ્ટા નેતાના શાશ્વત વારસાને શ્રદ્ધાંજલિ આપી હતી.

પોર્ટ કોલના ભાગરૂપે, ભારતીય નૌકાદળ અને વિયેતનામ પીપલ્સ નેવીના કર્મચારીઓએ શ્રેણીબદ્ધ વ્યાવસાયિક વાર્તાલાપ અને દ્વિપક્ષીય કવાયતોમાં ભાગ લીધો હતો, જેણે બંને નૌકાદળને કામગીરીના અનુભવોની આપ-લે કરવાની અને દરિયાઈ સુરક્ષા તેમજ સુરક્ષિત સમુદ્ર પ્રત્યેની તેમની વહેંચાયેલી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરવાની તક પૂરી પાડી હતી. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ચિહ્નિત કરવા માટે INS કવરત્તી પર એક સંયુક્ત યોગ સત્ર પણ યોજવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન, વિયેતનામમાં ભારતના રાજદૂત તેમજ વિયેતનામ પીપલ્સ નેવીના પ્રતિનિધિઓ, રાજદ્વારી સમુદાયના સભ્યો અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો માટે INS ઉદયગિરી પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત અને વિયેતનામ પરસ્પર વિશ્વાસ, સમાન હિતો અને ગાઢ લોકો-વચ્ચેના સંબંધો પર આધારિત વિસ્તૃત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. બંદરની આ મુલાકાત ભારત સરકારની 'એક્ટ ઈસ્ટ પોલિસી' અને મહાસાગર - MAHASAGAR (Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) ના વિઝનને પુનઃપુષ્ટ કરે છે, જે આ ક્ષેત્રના મિત્ર દેશો સાથે રચનાત્મક દરિયાઈ જોડાણ અને સહયોગ પ્રત્યે ભારતની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 

 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2277496) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil