સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગે એસસી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ કવરેજમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી


એસસી વિદ્યાર્થી શિષ્યવૃત્તિ નોંધણીમાં ઐતિહાસિક વધારો

મેટ્રિક-પછીના (Post-Matric) એસસી (SC) વિતરણો રેકોર્ડ ₹6,208 કરોડે પહોંચ્યા, જ્યારે મેટ્રિક-પહેલાની (Pre-Matric) નોંધણીમાં 143% નો વધારો

प्रविष्टि तिथि: 18 JUN 2026 4:27PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ, ભારત સરકારે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તેની મેટ્રિક-પહેલાંની (Pre-Matric) અને મેટ્રિક-પછીની (Post-Matric) શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ પાત્ર અનુસૂચિત જાતિ (SC) વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ લાભોના કવરેજ અને વિતરણમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.

વર્ષ 2021-22 માં એસસી વિદ્યાર્થીઓ માટેની મેટ્રિક-પછીની શિષ્યવૃત્તિ યોજના અને વર્ષ 2022-23માં એસસી અને અન્ય માટેની મેટ્રિક-પહેલાંની શિષ્યવૃત્તિ યોજના હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિની રજૂઆત પછી, કેન્દ્રીય સહાય અને લાભાર્થી કવરેજમાં સતત વધારો થયો છે. ડીબીટી માળખાએ લાભાર્થીઓના આધાર-સીડેડ બેંક ખાતાઓમાં ભંડોળ સીધું ટ્રાન્સફર કરવાનું સુનિશ્ચિત કરીને શિષ્યવૃત્તિ વિતરણમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતાને મજબૂત બનાવી છે.

એસસી અને અન્ય માટેની મેટ્રિક-પહેલાની શિષ્યવૃત્તિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય વર્ષ 2025-26 દરમિયાન ₹562.36 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જેણે ડીબીટી દ્વારા 26.79 લાખ વિદ્યાર્થીઓને લાભાન્વિત કર્યા છે. વર્ષ 2022-23 માં ડીબીટીની રજૂઆત પછી આ યોજના હેઠળ મુક્ત કરવામાં આવેલી આ સર્વોચ્ચ ફાળવણી છે.

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કેન્દ્ર સરકારે 6,208.08 કરોડની સહાય DBT મારફતે સીધી 47.53 લાખ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી હતી. વર્ષ 2021-22માં DBT વ્યવસ્થા શરૂ થયા બાદ આ યોજનામાં કેન્દ્ર સરકારની અત્યાર સુધીની સૌથી મોટી નાણાકીય ફાળવણી હોવાનું નોંધાયું છે.

ચાલુ નાણાકીય વર્ષમાં લાભાર્થીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એસસી અને અન્ય માટેની મેટ્રિક-પહેલાની શિષ્યવૃત્તિ યોજના હેઠળ, લાભાર્થીઓની સંખ્યા 1 એપ્રિલ 2025 થી 31 મે 2025 સુધીના સમયગાળા દરમિયાન 2.36 લાખ હતી તે વધીને 1 એપ્રિલ 2026 થી 31 મે 2026ના અનુરૂપ સમયગાળા દરમિયાન 5.75 લાખ થઈ છે, જે 143.64 ટકાની પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવે છે.

તે જ રીતે, એસસી વિદ્યાર્થીઓ માટેની મેટ્રિક-પછીની શિષ્યવૃત્તિ યોજના હેઠળ, લાભાર્થીઓની સંખ્યા 1 એપ્રિલ 2025 થી 31 મે 2025 સુધીના સમયગાળા દરમિયાન 10.27 લાખ હતી તે વધીને 1 એપ્રિલ 2026 થી 31 મે 2026ના અનુરૂપ સમયગાળા દરમિયાન 16.63 લાખ થઈ છે, જે પાછલા નાણાંકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 61.92 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે.

શિષ્યવૃત્તિ કવરેજ અને ભંડોળના વિતરણમાં મોટો વધારો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકોના વિસ્તરણ અને લાભો સમયસર પહોંચાડવા માટે વિભાગની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ સિદ્ધિઓ ટેકનોલોજી-આધારિત સુધારાઓની સફળતા અને સુલભ તથા પારદર્શક કલ્યાણ પદ્ધતિઓ દ્વારા સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવા માટેના સરકારના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે.

સામાજિક ન્યાય અને સત્તાધિકાર વિભાગ શિષ્યવૃત્તિ કાર્યક્રમોના અસરકારક અમલીકરણ દ્વારા સામાજિક ન્યાયની પહેલોને મજબૂત કરવા અને વંચિત સમુદાયોના વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

SM/DK/GP


(रिलीज़ आईडी: 2274662) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada