કેન્દ્રીય જાહેર સેવા આયોગ
ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા, 2026માં પ્રવેશ માટે લાયક ઠરેલા ઉમેદવારો માટે સિવિલ સેવા (પ્રારંભિક) પરીક્ષા, 2026નું પરિણામ
प्रविष्टि तिथि:
16 JUN 2026 10:01AM by PIB Ahmedabad
24/05/2026ના રોજ સિવિલ સેવાઓ (પ્રારંભિક) પરીક્ષા, 2026 દ્વારા આયોજિત સ્ક્રીનીંગ ટેસ્ટના આધારે, નીચેના રોલ નંબર ધરાવતા ઉમેદવારો ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા, 2026માં પ્રવેશ માટે લાયક ઠર્યા છે.
આ ઉમેદવારોની ઉમેદવારી કામચલાઉ છે. પરીક્ષાના નિયમો અનુસાર, આ તમામ લાયક ઠરેલા ઉમેદવારોને નીચેની વિગતો પ્રદાન કરવા/અપડેટ કરવા માટે એક વિન્ડો આપવામાં આવશે:
(a) ફીમાંથી મુક્તિ મેળવેલા ઉમેદવારો એટલે કે મહિલા/PwBD/SC/ST ઉમેદવારો સિવાયના ઉમેદવારો દ્વારા ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા, 2026 માં પ્રવેશ માટે Rs.200 ની ફી સબમિટ કરવી.
(b) લખાણ લખનાર (Scribe)ની વિગતો, સહાયક ઉપકરણ (Assistive Device) અને મોટા ફોન્ટમાં પ્રશ્નપત્ર (મુખ્ય પરીક્ષા માટે) સબમિટ/અપડેટ કરવું.
(c) ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા, 2026 માટે કેડર પસંદગી (Cadre Preference) ભરવી.
જરૂરી વિગતો ભરવા અને તેને સબમિટ કરવા માટે ઓનલાઈન વિન્ડો ખોલવાની તારીખો યોગ્ય સમયે કમિશનની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
ચાલુ કોર્ટ કેસના અંતિમ પરિણામ સુધી રોલ નંબર 6300119 ધરાવતા એક ઉમેદવારનું પરિણામ રોકી રાખવામાં આવ્યું છે.
નોંધનીય છે કે ભારતીય વન સેવા પરીક્ષા નિયમો, 2026 તારીખ 04.02.2026માં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા માટે લાયક ઠરેલા તમામ ઉમેદવારોએ આ વિન્ડો દરમિયાન પોર્ટલ (https://upsconline.nic.in) પર ફરજિયાતપણે લોગિન કરવું પડશે અને તેમની વિગતો વગેરે અપડેટ અને/અથવા પુનઃ પુષ્ટિ (reconfirm) કરવી પડશે અને કમિશનને ઈ-એડમિટ કાર્ડ (e-Admit Card) જનરેટ કરવા સક્ષમ બનાવવા માટે એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવું પડશે, તેમ ન કરવાથી, આવા ઉમેદવારોને પરીક્ષાના આગળના તબક્કામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
જે ઉમેદવારોએ અગાઉ જરૂરી દસ્તાવેજો/માહિતી અપલોડ કરી દીધી છે અને તેમની પાસે અપડેટ કરવા/ભરવા માટે કોઈ માહિતી નથી, તેમણે પણ વિગતોની ચકાસણી કર્યા પછી લોગિન કરીને અંતિમ સબમિટ કરવાનું રહેશે જેથી ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા, 2026 માટે ઈ-એડમિટ કાર્ડ જનરેટ થઈ શકે.
ઉમેદવારોને એ પણ જાણ કરવામાં આવે છે કે ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા, 2026 માટે CS (P) પરીક્ષા, 2026 દ્વારા આયોજિત સ્ક્રીનીંગ ટેસ્ટના ગુણ, કટ-ઓફ માર્ક્સ અને ઉત્તરાવલી ભારતીય વન સેવા પરીક્ષા, 2026 અને સિવિલ સેવાઓ પરીક્ષા, 2026ની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી એટલે કે અંતિમ પરિણામ જાહેર થયા પછી જ કમિશનની વેબસાઈટ એટલે કે https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવશે.
ગયા વર્ષે, ભારતીય વન સેવા પરીક્ષા, 2025 માટે સૂચિત 150 ખાલી જગ્યાઓ સામે ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા, 2025 માટે કુલ 2116 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. આ વર્ષે, ભારતીય વન સેવા પરીક્ષા, 2026 માટે સૂચિત 80 ખાલી જગ્યાઓ સામે ભારતીય વન સેવા (મુખ્ય) પરીક્ષા, 2026 માટે કુલ 1046 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
ઉમેદવારો કમિશનના કોલ સેન્ટરનો ટેલિફોન નંબર 011-40303444/24041001 પર સવારે 09:00 AM થી રાત્રે 08:00 PM વચ્ચે સંપર્ક કરીને ઉપરોક્ત પરીક્ષાના પરિણામ અંગે કોઈ પણ માહિતી અથવા સ્પષ્ટતા મેળવી શકે છે.
પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો:
SM/BS/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2273425)
आगंतुक पटल : 19