સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

'વન સ્ટેશન વન પ્રોડક્ટ' દ્વારા દિવ્યાંગજન વિશ્વકર્મા ઉત્પાદનોનું માર્કેટિંગ


PMV યોજના હેઠળની OSOP પહેલનો હેતુ દિવ્યાંગ કારીગરની કુશળતાઓમાં વધારો કરવા, બજારો સુધી પહોંચ સરળ બનાવવા અને આજીવિકામાં સુધારો લાવવા માટે જરૂરી સંસાધનો અને તકો પ્રદાન કરવાનો છે

प्रविष्टि तिथि: 11 JUN 2026 12:20PM by PIB Ahmedabad

 

પીએમ વિશ્વકર્મા (PMV) એ સરકારની એક મહત્વકાંક્ષી યોજના છે, જે પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને સન્માન, સામર્થ્ય અને સમૃદ્ધિના ત્રણ સ્તંભો દ્વારા સહાય પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી છે.

PMV યોજના હેઠળ સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે, MSME મંત્રાલય દિવ્યાંગજન વિશ્વકર્મા કારીગરો માટે 'વન સ્ટેશન વન પ્રોડક્ટ' (OSOP) પહેલનો અમલ કરી રહ્યું છે. આ પહેલ અંતર્ગત, દિવ્યાંગ કારીગરોના ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે વધુ અવરજવર ધરાવતા પસંદગીના રેલવે સ્ટેશનો પર સમર્પિત રિટેલ સ્ટોલ સ્થાપિત કરવામાં આવ્યા છે. OSOP પહેલ કારીગરોને તેમની પ્રોડક્ટ્સની દૃશ્યતા વધારીને, વેચાણની વધુ સારી તકો ઊભી કરીને અને ટકાઉ આજીવિકા પૂરી પાડીને તેમના બજારનો વ્યાપ વિસ્તારવામાં મદદ કરી રહી છે.

આ પ્રયાસ દ્વારા, મંત્રાલય આર્થિક સર્વસમાવેશકતાને પ્રોત્સાહન આપી રહ્યું છે, દિવ્યાંગ કારીગરોને આર્થિક સ્વતંત્રતા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે અને સર્વસમાવેશક વિકાસ તેમજ સામાજિક-આર્થિક સશક્તિકરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને મજબૂત કરી રહ્યું છે.

અત્યાર સુધીમાં, વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલા 28 દિવ્યાંગ લાભાર્થીઓને OSOP પહેલ હેઠળ જુદા જુદા સ્ટેશનો પર સ્ટોલની સુવિધા પૂરી પાડવામાં આવી છે. વ્યવસાય વાઈઝ ફાળવણીની વિગતો નીચે મુજબ છે:

વ્યવસાય (ટ્રેડ)

કુલ ફાળવણી

આવરી લેવાયેલા રાજ્યો

મોચી (કોબ્લર)

5

ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી

શિલ્પકળા (સ્કલ્પચર)

6

હરિયાણા, ઓડિશા, બિહાર, મધ્ય પ્રદેશ

સુથાર (કાર્પેન્ટર)

5

મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, ગુજરાત, રાજસ્થાન

ઢીંગલી અને રમકડાં બનાવનાર

6

મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પુડુચેરી, મધ્ય પ્રદેશ, હરિયાણા

લુહાર/ધાતુ કારીગર (મેટલ સ્મિથ)

2

ઝારખંડ

ટોપલી બનાવનાર (બાસ્કેટ મેકર)

2

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર

દરજી (ટેલર)

2

ગોવા, હરિયાણા

કુલ સ્ટોલ

28

12

OSOP પહેલની દિવ્યાંગજન કારીગરો પર આર્થિક સ્વાવલંબન તરફ લાવેલી પરિવર્તનકારી અસરો નીચે મુજબ દર્શાવવામાં આવી છે:

(i) શ્રી અતુલ, એક દિવ્યાંગ શિલ્પકાર છે, જે ક્રિસ્ટલ આધારિત મૂર્તિઓ અને ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવાની નાજુક કળામાં નિપુણતા ધરાવે છે. તેમની સફળતાની વાર્તા PMV યોજના હેઠળની નોંધણી સાથે શરૂ થઈ હતી. ત્યારપછી, કૌશલ્ય તાલીમે તેમને સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા માટે તેમની ડિઝાઇનમાં નવીનતા લાવવા સક્ષમ બનાવ્યા. OSOP પહેલ હેઠળ, શ્રી અતુલને ઇન્દોર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર એક સમર્પિત રિટેલ આઉટલેટ ફાળવવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2026 માં આ આઉટલેટના ઉદ્ઘાટન પછીથી, ગ્રાહકો તરફથી મળ પ્રતિસાદ ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે અને વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે.

(ii) PMV યોજના હેઠળ નોંધાયેલા દિવ્યાંગ ધાતુ કારીગર શ્રી અજીત શર્માને દેવઘર રેલવે સ્ટેશન નજીક તેમની હસ્તકલાથી બનેલી ધાતુની પ્રોડક્ટ્સ માટે રિટેલ આઉટલેટ ફાળવવામાં આવ્યું છે. તેમણે માત્ર 15 દિવસમાં ₹19,000 ની કમાણી કરી હતી. શારીરિક પડકારો હોવા છતાં, અજીતે અસાધારણ કારીગરી અને સમર્પણ દર્શાવીને ટકાઉ આજીવિકા ઊભી કરી છે. અજીતની સફર એ વાત પર પ્રકાશ પાડે છે કે કેવી રીતે PMV યોજના કૌશલ્ય વિકાસ અને OSOP હેઠળ બજાર સહાય દ્વારા દિવ્યાંગજન કારીગરોને આર્થિક અને સામાજિક રીતે આગળ વધવા માટે સશક્ત બનાવી રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0015T2B.jpg    https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WTTH.png

(iii) જયપુર, રાજસ્થાનના સુથારીકામ કરતા દિવ્યાંગજન શ્રી ઘનશ્યામ કુમાવતે PMV યોજનાના સહયોગથી તેમના સુથારીકામ દ્વારા સફળ આજીવિકાનું નિર્માણ કર્યું છે. તેમને ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક એક રિટેલ આઉટલેટ ફાળવવામાં આવ્યું છે. તેમણે તેમની લાકડાની પ્રોડક્ટ્સમાંથી માત્ર 15 દિવસમાં નોંધપાત્ર આવક મેળવી હતી. શ્રી ઘનશ્યામે ગુણવત્તાયુક્ત ફર્નિચર અને લાકડાનું કામ પૂરું પાડીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે અને તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PD6Y.jpg

OSOP: દિવ્યાંગજન કારીગરો માટે આર્થિક સશક્તિકરણની તકોનું સર્જન

દિવ્યાંગજન કારીગરો દ્વારા સામનો કરવામાં આવતા વિશિષ્ટ પડકારોને ઓળખીને, PMV યોજના હેઠળની OSOP પહેલનો ઉદ્દેશ્ય તેમની કુશળતા વધારવા, બજારો સુધી પહોંચવા અને તેમની આજીવિકા સુધારવા માટે સંસાધનો અને તકો પૂરી પાડવાનો છે. દિવ્યાંગજન લાભાર્થીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, OSOP ની પહેલ એક એવું સર્વસમાવેશક વાતાવરણ પૂરું પાડે છે જ્યાં આ પ્રતિભાશાળી કારીગરો ખીલી શકે અને ભારતની સમૃદ્ધ વિરાસતમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે.

પીએમ વિશ્વકર્મા અને વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના વિશે વધુ માહિતી માટે આ લિંક પર વિઝિટ કરો - PM વિશ્વકર્મા:

QR કોડ સ્કેન કરો:

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KETT.png

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2271538) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil