PIB Backgrounder
જન સમર્થ પોર્ટલના 4 વર્ષ
પહોંચનો વિસ્તાર અને ધિરાણ યોજનાઓને નાગરિકોની વધુ નજીક લાવવી
प्रविष्टि तिथि:
05 JUN 2026 2:29PM by PIB Ahmedabad
|
6 જૂન 2022 ના રોજ શરૂ કરવામાં આવેલ જન સમર્થ પોર્ટલ, ડિજિટલ નાણાકીય સમાવેશ અને અવરોધરહિત ધિરાણ વિતરણના 4 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ તરીકે ગણવામાં આવતું આ માધ્યમ, ટેકનોલોજી આધારિત અને ઉપયોગકર્તા માટે સરળ પ્રક્રિયાઓ દ્વારા સંસ્થાકીય ધિરાણની સુલભતાને સરળ બનાવે છે.આ પોર્ટલમાં કૃષિ, વ્યવસાય, આવાસ, પુનઃપ્રાપ્ય ઉર્જા અને આજીવિકા સહિતના ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા છે.તે દેશભરના વિવિધ લાભાર્થી જૂથોને સહાય પૂરી પાડે છે.વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ, જન સમર્થ એક સંકલિત ડિજિટલ ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે.આ પ્લેટફોર્મ ઉદ્યોગસાહસિકો, ખેડૂતો અને આજીવિકા ઈચ્છુકો માટે સુલભતા, પારદર્શિતા અને કાર્યક્ષમ ધિરાણ સુવિધાને પ્રોત્સાહન આપે છે.
|
જન સમર્થ પોર્ટલની સફર
સમગ્ર ભારતમાં, ઉદ્યોગ સાહસિકતાની મહત્વાકાંક્ષાઓ ઘણીવાર એક સામાન્ય જરૂરિયાતથી શરૂ થાય છે: યોગ્ય સમયે યોગ્ય સમર્થન. "મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો અને મહિલાઓના નેતૃત્વ હેઠળના સાહસોથી લઈને કૃષિ-વ્યવસાય ક્ષેત્રમાં પ્રવેશતા યુવા વ્યાવસાયિકો સુધી, ઘણા લોકોને તેમની મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા માટે સુલભ અને સમયસર નાણાકીય સહાયની જરૂર હોય છે."સરકારી યોજનાઓ દ્વારા તકો ઉપલબ્ધ હોવા છતાં, અનેક પોર્ટલ અને પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો ઘણીવાર પડકારજનક રહેતો હતો.
આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, સરકારે ધિરાણ સાથે જોડાયેલી યોજનાઓ માટે એક વિશિષ્ટ ડિજિટલ પ્લેટફોર્મ તરીકે 'જન સમર્થ પોર્ટલ' શરૂ કર્યું છે.આ પોતાના પ્રકારનું પ્રથમ પ્લેટફોર્મ છે જે ધિરાણકર્તાઓને સીધા જ લાભાર્થીઓ સાથે જોડે છે. 6 જૂન 2022ના રોજ તેની શરૂઆત થઈ ત્યારથી, આ પોર્ટલે એક સરળ અને ટેકનોલોજી આધારિત માળખા દ્વારા નાણાંકીય સહાય મેળવવાની પ્રક્રિયાને વધુ સુલભ અને મજબૂત બનાવી છે."તેની પરિકલ્પના સરકારી યોજનાઓની પહોંચ વધારવા અને ધિરાણ વિતરણ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના બેવડા ઉદ્દેશ્યો સાથે કરવામાં આવી હતી.
જન સમર્થ તેની સફરના ૪ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે, આ પોર્ટલ અવિરત ધિરાણ વિતરણ દ્વારા નાણાંકીય સર્વસમાવેશકતાને સતત મજબૂત બનાવી રહ્યું છે.
"એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ ધિરાણ"
|
એક પ્લેટફોર્મ, અનેક ભાષાઓ
અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, તેલુગુ, તમિલ, મરાઠી, બંગાળી અને કન્નડ
|
જન સમર્થ એક સંકલિત અને યુઝર-ફ્રેન્ડલી ડિજિટલ પ્રક્રિયા દ્વારા ક્રેડિટ એપ્લિકેશનની પ્રક્રિયાને સરળ બનાવે છે. દેશના ગ્રામીણ અને વંચિત વર્ગના લોકોની સરળ પહોંચ માટે તે 8 વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે.આ પોર્ટલ કેન્દ્ર સરકારની 16 ક્રેડિટ-લિંક્ડ યોજનાઓ માટે અરજી સબમિટ કરવા માટે એકીકૃત ડિજિટલ ગેટ-વે પ્રદાન કરે છે.કૃષિ અને પુનઃપ્રાપ્ય ઉર્જાથી લઈને સાહસિકતા અને આવાસ સુધી, આ પોર્ટલ વિવિધ ક્ષેત્રો અને સમુદાયોમાં સર્વસમાવેશક ધિરાણ સુલભતા સક્ષમ બનાવે છે.
|
ક્રમ
|
લોન શ્રેણીઓ
|
યોજનાઓ
|
|
1
|
ક્રેડિટ ગેરંટી કવરેજ
|
- ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ 5.0 (ECLGS)
|
|
2
|
e-NWR (ઈલેક્ટ્રોનિક નેગોશિયેબલ વેરહાઉસ રિસીપ્ટ્સ) ફાયનાન્સિંગ
|
- ઈ-કિસાન ઉપજ નિધિ (EKUN)
|
|
3
|
હોમ લોન
|
- આર્થિક રીતે નબળા વર્ગ (EWS), અલ્પ આવક જૂથ (LIG) અને મધ્યમ આવક જૂથ (MIG) માટે હોમ લોન: શહેરી વિસ્તારો (HL-U)
|
|
4
|
કૃષિ લોન - કિસાન ક્રેડિટ કાર્ડ
|
- કિસાન ક્રેડિટ કાર્ડ
|
- કિસાન ક્રેડિટ કાર્ડ – મત્સ્યપાલન (KCCFIM)
|
|
5
|
પુનઃપ્રાપ્ય ઉર્જા
|
- રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન ફાયનાન્સિંગ (સોલર)
|
|
6
|
કૃષિ માળખાગત લોન
|
- એગ્રી ક્લિનિક્સ અને એગ્રી બિઝનેસ સેન્ટર્સ યોજના (ACABC)
|
- એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (AIF)
|
|
7
|
વ્યવસાયિક પ્રવૃત્તિ લોન
|
- પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP)
|
- વીવર મુદ્રા યોજના (WMS)
|
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)
|
- પ્રધાનમંત્રી શેરી ફેરિયા આત્મનિર્ભર નિધિ યોજના (પીએમ સ્વનિધિ)
|
- નેશનલ એક્શન ફોર મિકેનાઇઝ્ડ સેનિટેશન ઇકોસિસ્ટમ (નમસ્તે)
|
- સ્ટાર્ટઅપ્સ માટે લોન (સ્ટાર્ટ)
|
- સૂક્ષ્મ સાહસો માટે ક્રેડિટ કાર્ડ (CCME)
|
|
8
|
જીવિકા ધિરાણ
|
- દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)
|
પોર્ટલ પર પસંદગી કરવા માટે 269 મેમ્બર લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ (સભ્ય ધિરાણ સંસ્થાઓ) પણ જોડાઈ છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- 12 જાહેર ક્ષેત્રની બેંકો
- 20 ખાનગી ક્ષેત્રની બેંકો
- 19 નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs)
- 28 પ્રાદેશિક ગ્રામીણ બેંકો
- 7 સ્મોલ ફાઇનાન્સ બેંકો
- 180 જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (ડીસીસીબી)
- 2 અનુસૂચિત રાજ્ય સહકારી બેંકો
- 1 અખિલ ભારતીય નાણાકીય સંસ્થા
સરળીકૃત ડિજિટલ અરજી પ્રક્રિયા
24x7 ઉપલબ્ધ આ પોર્ટલ અરજદારોને અનુકૂળ અને સમયની બચત કરતો ડિજિટલ અરજીનો અનુભવ પ્રદાન કરે છે.
- થોડા પ્રશ્નોના જવાબ આપવાથી, પોર્ટલ અરજદારને સૌથી યોગ્ય યોજના સાથે જોડે છે.
- આ પોર્ટલ પાત્રતાની ચકાસણી કરે છે અને અદ્યતન ટેકનોલોજીની મદદથી જરૂરી વિગતો પણ સ્વયં સંચાલિત રીતે (ઓટો-ફિલ) ભરે છે.
- તે સૈદ્ધાંતિક મંજૂરી આપે છે અને ઇનબિલ્ટ ઓટોમેટેડ બિઝનેસ રૂલ એન્જિન દ્વારા દસ્તાવેજો સાથેની અરજી પસંદ કરેલી બેંક શાખાને મોકલે છે.
- તે લાભાર્થીઓને બેંકની શાખાઓની વારંવાર મુલાકાત લેવાની જરૂરિયાત વિના પ્રક્રિયાના દરેક તબક્કે માહિતગાર રાખે છે.
- વિવિધ સરકારી ડેટાબેઝમાં કરવામાં આવતી રિયલ-ટાઇમ તપાસ લોન પ્રક્રિયા ઝડપી બનાવવાની ખાતરી આપે છે.મુખ્ય એકીકરણમાં લોકલ ગવર્નમેન્ટ ડિરેક્ટરી (LGD), ઉદ્યમ (UDYAM), યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI), એગ્રીસ્ટેક (AgriStack), DPIITનું સ્ટાર્ટઅપ પોર્ટલ, LOKoS વગેરેનો સમાવેશ થાય છે. કર સંબંધિત રેકોર્ડ્સ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ને પણ જોડવામાં આવ્યા છે.આ પોર્ટલમાં વિવિધ નિયામક અને બિન-સરકારી સ્ત્રોતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL), નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસીસ લિમિટેડ (NeSL), સીબીઆઈએલ (CIBIL), નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની (NCGTC) અને ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (CGTMSE) વગેરેનો સમાવેશ થાય છે.
બેંકના બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ / આસિસ્ટડ પાર્ટનર્સ દ્વારા લોન અરજીઓ સબમિટ કરવા માટે પોર્ટલ આસિસ્ટડ મોડની સુવિધા પણ પૂરી પાડે છે.તે વેબસાઇટ (www.jansamarth.in) અને મોબાઇલ એપ્લિકેશન (એન્ડ્રોઇડ અને આઇઓએસ બંનેમાં ઉપલબ્ધ) દ્વારા એક્સેસ કરી શકાય છે.રીઅલ-ટાઇમ રિપોર્ટ્સ મેળવવા માટે એક અલગ મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ છે.
જન સમર્થ: વ્યાપ અને પ્રભાવ
જન સમર્થ પોર્ટલનો પ્રભાવ મોટા પાયે ધિરાણની સુવિધા અને દેશભરમાં તેના દ્વારા સક્ષમ બનેલી ઉદ્યોગસાહસિકતાની સફર એમ બંનેમાં જોઈ શકાય છે.
તેના લોન્ચિંગ બાદથી, આ પોર્ટલ દેશભરમાં સંસ્થાકીય ધિરાણની પહોંચના વિસ્તરણ માટે એક મુખ્ય ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે.01 જૂન 2026 સુધીમાં, પોર્ટલ દ્વારા ₹ 3,00,951 કરોડની કિંમતની આશરે 54.10 લાખ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે.વધુમાં, બેંકોએ 49.55 લાખ લાભાર્થીઓને ₹ 2,76,493.78 કરોડની રકમના સંદર્ભમાં ડિજિટલ મંજૂરીઓ આપી છે.આ કાર્યક્ષમ ડિજિટલ ક્રેડિટ મિકેનિઝમ્સ પરની વધતી જતી નિર્ભરતાને પ્રતિબિંબિત કરે છે.
|
જીવન અને આજીવિકામાં પરિવર્તન
રાજસ્થાનના ઉદયપુરમાં 'વિનાયક પેકેજિંગ'ના માલિક નિખિલ, પોતાના વ્યવસાયને વ્યાપક સ્તરે વિસ્તારવાની આકાંક્ષા ધરાવતા હતા.જોકે, તેમ કરવા માટે તેમને સમયસર આર્થિક સહાયની પણ જરૂર હતી.જન સમર્થ પોર્ટલ પર પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) દ્વારા, તેઓ કોઈપણ મુશ્કેલી વિના અને સરળ ડિજિટલ લોન અરજી પ્રક્રિયાનો લાભ મેળવી શક્યા હતા.પંજાબ એન્ડ સિંધ બેંકના સહયોગથી, નિખિલે તેની કામગીરી સફળતાપૂર્વક વિસ્તૃત કરવા માટે જરૂરી સહાય પ્રાપ્ત કરી, જેણે તેની વ્યવસાયિક સફરને વધુ મજબૂત બનાવી.
તેવી જ રીતે, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દરિયાકાંઠાના ગામ માહિમ કેલવેમાં રહેતી સોનિયા મત્સ્યઉદ્યોગના વ્યવસાય દ્વારા સ્વનિર્ભર ઉદ્યોગસાહસિક બનવાની આકાંક્ષા ધરાવતી હતી.તેણીએ બેંક ઓફ બરોડામાંથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ જન સમર્થ પોર્ટલ દ્વારા નાણાંકીય સહાય મેળવી હતી.આનાથી તેણીને માછલી પુરવઠાનો વ્યવસાય શરૂ કરવામાં મદદ મળી, જેનાથી તેની આકાંક્ષા એક ટકાઉ આજીવિકામાં પરિવર્તિત થઈ.આજે, તેમનો વ્યવસાય તેમના પરિવારની આવકમાં મદદરૂપ થાય છે અને ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવવામાં ડિજિટલ ક્રેડિટની ભૂમિકાને ઉજાગર કરે છે.
અન્ય એક ઉદાહરણમાં, રાજસ્થાનના બુંદી જિલ્લાના તલેરાના વતની નિતેશ બૈરાગીએ કૃષિ-ઉદ્યોગસાહસિક બનવાનું અને પોતાના સમુદાયમાં નવી તકો ઊભી કરવાનું સ્વપ્ન સેવ્યું હતું.જન સમર્થ પોર્ટલ દ્વારા, તેમણે એગ્રી ક્લિનિક્સ એન્ડ એગ્રી બિઝનેસ સેન્ટર્સ સ્કીમ (ACABC) હેઠળ નાણાંકીય સહાય માટે અરજી કરી હતી. "સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સહયોગથી, લોન મંજૂરીની પ્રક્રિયા સરળ અને સુસંગત રહી હતી, જેના કારણે તેઓ સફળતાપૂર્વક ડેરી યુનિટ સ્થાપિત કરવામાં સક્ષમ બન્યા.તેમની સફર એ બાબત પર પ્રકાશ પાડે છે કે કઈ રીતે સંસ્થાગત ધિરાણની સરળ પ્રાપ્તિ ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને ટકાઉ આજીવિકાના નિર્માણ માટે સશક્ત બનાવી રહી છે.
સાથે મળીને, આ વાર્તાઓ પ્રદર્શિત કરે છે કે કેવી રીતે જન સમર્થ વિવિધ ક્ષેત્રો અને પ્રદેશોમાં નાણાકીય સર્વસમાવેશકતાનો વિસ્તાર કરી રહ્યું છે અને સાહસિકતાને સક્ષમ બનાવી રહ્યું છે.
|
સમાવેશી ક્રેડિટ ઇકોસિસ્ટમનું નિર્માણ
સિંગલ-વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ તરીકે તૈયાર કરવામાં આવેલ, જન સમર્થ પોર્ટલ વિવિધ પ્રકારની ધિરાણ જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યું છે.આ પ્લેટફોર્મ કાર્યક્ષમ અને ટેકનોલોજી આધારિત ઇકોસિસ્ટમ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં તકોનું વિસ્તરણ પણ કરી રહ્યું છે.જન સમર્થ વિવિધ ક્ષેત્રોમાં સાહસિકો, ખેડૂતો, નાના વ્યવસાયો અને આજીવિકા ઈચ્છતા લોકોને સમર્થન આપે છે.કાર્યવાહીની જટિલતાઓને ઘટાડીને અને સુલભતામાં સુધારો કરીને, તે દેશભરના નાગરિકો માટે સંસ્થાકીય ધિરાણની સરળતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે.આ પહેલ સંલગ્ન સરકારી યોજનાઓ સાથે સંબંધિત તમામ પ્રવૃત્તિઓ અને પ્રક્રિયાઓના સંપૂર્ણ એકીકરણને પણ સુનિશ્ચિત કરે છે.આ ડિજિટલ નાણાંકીય સમાવેશીકરણ, કાર્યક્ષમ ધિરાણ વિતરણ અને સર્વસમાવેશક આર્થિક સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સંદર્ભો
Ministry of Finance
https://www.jansamarth.in/home
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2247026®=3&lang=2
https://www.jansamarth.in/our-partners
https://www.jansamarth.in/home-loan-pradhan-mantri-awas-yojana-urban-2-0-scheme
Jan Samarth Portal - YouTube
https://www.youtube.com/watch?v=WyFac4PmIYA
https://www.youtube.com/watch?v=YciXtGzjvsw
https://www.youtube.com/watch?v=U55E6ma4MIo
Click here to see PDF
SM/DK/JD
(रिलीज़ आईडी: 2269363)
आगंतुक पटल : 12