આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ઓલ-ઇન્ડિયા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક)ના આધાર વર્ષને 2011-12થી સુધારીને 2022-23 કરવા અંગેની ટેકનિકલ એડવાઇઝરી કમિટીના અહેવાલના પ્રકાશન અંગેની અખબારી યાદી

પોસ્ટેડ ઓન: 25 MAY 2026 4:00PM by PIB Ahmedabad

સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) આ અખબારી યાદી (પ્રેસ નોટ) દ્વારા ઓલ-ઇન્ડિયા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) ના આધાર વર્ષના સુધારા અંગેની ટેકનિકલ એડવાઇઝરી કમિટી (TAC-IIP) નો અહેવાલ જાહેર કરી રહ્યું છે.

આધાર વર્ષના સુધારાની પ્રક્રિયાને માર્ગદર્શન આપવા માટે, આઈઆઈએમ (IIM) કોઝીકોડના પ્રોફેસર ડૉ. મૃદુલ કે. સાગરના અધ્યક્ષપદ હેઠળ સપ્ટેમ્બર 2024 માં ઓલ-ઇન્ડિયા ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) ના આધાર વર્ષના સુધારા માટે એક ટેકનિકલ એડવાઇઝરી કમિટી (TAC) ની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાતો, મુખ્ય અર્થશાસ્ત્રીઓ, ભારત સરકાર અને રાજ્યોના અર્થશાસ્ત્ર અને સાંખ્યિકી નિયામક કચેરીઓ (DESs) ના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. TAC-IIP એ અગિયાર બેઠકો યોજી હતી, જે દરમિયાન સમિતિએ ઇન્ડેક્સની મજબૂતી, સચોટતા અને સુસંગતતા વધારવા માટે પદ્ધતિસરના (મેથડોલોજીકલ) સુધારાઓ પર વિશેષ ભાર મૂકીને, IIP ના આધાર વર્ષના સુધારાના વિવિધ પાસાઓ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરી હતી.

પરામર્શ અભિગમના ભાગરૂપે, ત્રણ ચર્ચા પત્રો: (i) “ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) ના સંકલનમાં કારખાનાઓની બદલી (સબસ્ટિટ્યુશન ઓફ ફેક્ટરીઝ)”, (ii) “ચેઈન-બેઝ્ડ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP) નો સ્વીકાર”, અને (iii) “ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકનું મોસમી વિભાજન (સિઝનલ એડજસ્ટમેન્ટ)” જાહેર ક્ષેત્રમાં (પબ્લિક ડોમેન) મુકવામાં આવ્યા હતા. નિષ્ણાતો, શિક્ષણવિદો, સરકારી સંસ્થાઓ અને સામાન્ય જનતા પાસેથી ઇનપુટ્સ અને સૂચનો માંગવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હિતધારકો સાથે પરામર્શ કરવા અને નવી IIP શ્રેણીમાં સૂચિત ફેરફારો વિશે જાગૃતિ લાવવા માટે ત્રણ પરામર્શ કાર્યશાળાઓ (વર્કશોપ) પણ યોજવામાં આવી હતી.

આધાર વર્ષ 2022-23 સાથેની IIP ની નવી શ્રેણીમાં મુખ્ય ફેરફારો નીચે મુજબ છે:

· નવી IIP શ્રેણી ગૌણ ખનિજો (માઇનર મિનરલ્સ), રેર અર્થ મિનરલ્સ (દુર્લભ પૃથ્વી ખનિજો), ગેસ સપ્લાય, વોટર સપ્લાય અને સુએરેજ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ (ગટર વ્યવસ્થા અને કચરાનું વ્યવસ્થાપન) નો સમાવેશ કરીને તેના વ્યાપને વિસ્તૃત કરે છે, જેનાથી સૂચકાંકનું એકંદર કવરેજ વ્યાપક બને છે.

· સંબંધિત ચીજવસ્તુઓ ઉમેરવા અને જૂની થઈ ગયેલી ચીજવસ્તુઓને હટાવવા માટે વસ્તુઓની બાસ્કેટ અને વેઇટ્સ (ભારણ) માં સુધારો કરવામાં આવ્યો છે, જે સુનિશ્ચિત કરે છે કે પ્રત્યેક વસ્તુ અથવા ક્ષેત્રને યોગ્ય મહત્વ આપવામાં આવે. સુધારેલી બાસ્કેટમાં 463 વસ્તુઓના જૂથો સાથે સંકળાયેલી 1,042 પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. અપડેટ કરેલી IIP શ્રેણી રાષ્ટ્રીય ઔદ્યોગિક વર્ગીકરણ (NIC-2025) સાથે સુસંગત છે.

· નવી શ્રેણી પેટા-સૂચકાંકો (સબ-ઇન્ડાઇસિસ) દ્વારા વધુ વિગતવાર વર્ગીકરણ (ગ્રેન્યુલારિટી) પણ રજૂ કરે છે, જેમાં પુનઃપ્રાપ્ય (રિન્યુએબલ) અને બિન-પુનઃપ્રાપ્ય (નોન-રિન્યુએબલ) સ્ત્રોતોમાંથી ઉત્પાદિત વીજળી માટે અલગ સૂચકાંકો સામેલ છે. તેવી જ રીતે, માઇનિંગ એન્ડ ક્વોરીંગ (ખનન અને ઉત્ખનન) ક્ષેત્રને હવે ત્રણ પેટા-સૂચકાંકોમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જે ઇંધણ ખનિજો (ફ્યુઅલ મિનરલ્સ), ધાતુના ખનિજો (મેટેલિક મિનરલ્સ - રેર અર્થ મિનરલ્સ સહિત) અને બિન-ધાતુ ખનિજો (નોન-મેટેલિક મિનરલ્સ - ગૌણ ખનિજો સહિત) ને આવરી લે છે.

· આ ઉપરાંત, સૂચકાંકના સંકલનમાં પદ્ધતિસરના સુધારા સૂચવવામાં આવ્યા છે. આમાં એવા કારખાનાઓ કે જે કાયમી ધોરણે બંધ થઈ ગયા છે અથવા જેમણે તેમની ઉત્પાદન લાઈનોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે, તેમને સમકક્ષ એકમો સાથે બદલવાનો સમાવેશ થાય છે. તેમજ, IIP શ્રેણીના પ્રવર્તમાન સમયગાળા દરમિયાન સંબંધિત વસ્તુઓનું ઉત્પાદન શરૂ કરનારા નવા કાર્યરત થયેલા મોટા પાયાના કારખાનાઓનો સમાવેશ કરીને કારખાનાઓની પેનલના વિસ્તરણનો સમાવેશ થાય છે.

· નવી શ્રેણી 2011-12 ની શ્રેણીને નવી 2022-23 ની શ્રેણી સાથે જોડવા (લિંક કરવા) માટે જિયોમેટ્રિક મીન (ગુણોત્તર મધ્યક) પદ્ધતિ અપનાવશે. લિંકિંગ ફેક્ટર્સ સંચિત સ્તરે ગણવામાં આવશે, એટલે કે જનરલ ઇન્ડેક્સ અને સેક્ટરલ ઇન્ડાઇસિસ (ક્ષેત્રીય સૂચકાંકો) માટે.

અહેવાલ (Report)

આ અહેવાલ આધાર વર્ષના સુધારાની કવાયત માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયાઓ રજૂ કરે છે, નવી IIP શ્રેણી (2022-23) માં દાખલ કરાયેલ પદ્ધતિ, ક્ષેત્રીય કવરેજ અને ડેટાની વિગતવાર વિગતોમાં થયેલા સુધારાઓ પર પ્રકાશ પાડે છે અને TAC-IIP દ્વારા કરવામાં આવેલી વ્યાપક ભલામણો પૂરી પાડે છે.

આ અહેવાલના પ્રકાશનનો ઉદ્દેશ્ય વપરાશકર્તાઓને 01 જૂન 2026 ના રોજ તેના સત્તાવાર લોન્ચિંગ પહેલાં IIP 2022-23 શ્રેણીને વધુ સારી રીતે સમજવામાં અને આત્મસાત કરવામાં મદદ કરવાનો છે. પ્રથમ પ્રકાશન એપ્રિલ 2023 પછીના સૂચકાંકના મૂલ્યો રજૂ કરશે, જેમાં એપ્રિલ 2026 ના ક્વિક એસ્ટીમેટ્સ (ઝડપી અંદાજો) નો સમાવેશ થાય છે. IIP ના ઓલ-ઇન્ડિયા જનરલ ઇન્ડેક્સની સાથે, આ પ્રકાશનમાં માઇનિંગ એન્ડ ક્વોરીંગ, મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન), ઇલેક્ટ્રિસિટી એન્ડ ગેસ સપ્લાય અને વોટર સપ્લાય, સુએજ એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ માટેના ક્ષેત્રવાર સૂચકાંકો પણ સામેલ હશે. આ ઉપરાંત, તે NIC-2025 ના 2-ડીજીટ સ્તરે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સૂચકાંકો, ઉપયોગ-આધારિત વર્ગીકરણ (યુઝ-બેઝ્ડ ક્લાસિફિકેશન) પર આધારિત સૂચકાંકો અને લિંકિંગ ફેક્ટર પ્રદાન કરશે, જે તમામ 01 જૂન 2026 ના રોજ જાહેર થવા માટે નિર્ધારિત છે.

(TAC-IIP અહેવાલ મેળવવા માટે નીચેનો QR કોડ સ્કેન કરો)

પીડીએફ જોવા અહીં ક્લીક કરો

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2264979) મુલાકાતી સંખ્યા : 22
આ રીલીઝ વાંચો: Urdu , English , हिन्दी , Bengali , Tamil , Kannada