વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ કેનેડામાં બિઝનેસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
પોસ્ટેડ ઓન:
23 MAY 2026 4:07PM by PIB Ahmedabad
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણીઓના એક પ્રતિનિધિમંડળનું કેનેડામાં નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં 25 મે ના રોજ ઓટાવામાં વિવિધ કાર્યક્રમો અને 26 થી 27 મે દરમિયાન ટોરોન્ટોમાં બે દિવસીય કાર્યક્રમ યોજાશે. આ મુલાકાત માર્ચ 2026 માં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીની ભારત મુલાકાત દરમિયાન ભારત અને કેનેડાના પ્રધાનમંત્રીઓ દ્વારા આપવામાં આવેલા વિચારને આગળ ધપાવે છે, અને વેપાર, રોકાણ, ઊર્જા, ટેકનોલોજી અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધોમાં દ્વિપક્ષીય જોડાણને નવી ગતિ આપવાનો પ્રયાસ કરે છે.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ની વાટાઘાટોને આગળ વધારવાનો છે. માર્ચ 2026 માં પ્રધાનમંત્રી કાર્નીની ભારત મુલાકાત દરમિયાન 'ટર્મ્સ ઓફ રેફરન્સ' પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ માર્ચ મહિનામાં વર્ચ્યુઅલ રીતે યોજાયો હતો અને બીજો રાઉન્ડ 8 મે, 2026 ના રોજ પૂર્ણ થયો હતો. આ મુલાકાત દરમિયાન, 25 થી 29 મે દરમિયાન ઓટાવામાં વાટાઘાટોનો વધુ એક રાઉન્ડ યોજાશે. બંને પક્ષો 2026 ના અંત સુધીમાં સંતુલિત અને પરસ્પર ફાયદાકારક CEPA ના પ્રારંભિક નિષ્કર્ષ તરફ કામ કરી રહ્યા છે, જેમાં 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 70 અબજ કેનેડિયન ડોલર (આશરે રૂપિયા 4.65 લાખ કરોડ) સુધી વિસ્તૃત કરવાનો સહિયારો લક્ષ્યાંક છે. નાણાકીય વર્ષ 2024-25 (FY25) માં દ્વિપક્ષીય વેપાર 8.5 અબજ યુએસ ડોલર રહ્યો હતો, જેમાં વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણની નોંધપાત્ર સંભાવનાઓ છે.
આ પ્રતિનિધિમંડળ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ; ક્લીન એનર્જી (સ્વચ્છ ઊર્જા) અને ક્રિટિકલ મિનરલ્સ; ફાર્માસ્યુટિકલ્સ અને બાયોટેકનોલોજી; એરોસ્પેસ અને ડિફેન્સ; તેમજ ફૂડ પ્રોસેસિંગ અને એગ્રી-ટેક જેવા અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં કેનેડાના સમકક્ષો સાથે જોડાણ કરશે. આ એવા ક્ષેત્રો છે જ્યાં ભારત અને કેનેડા અત્યંત પૂરક ક્ષમતાઓ ધરાવે છે અને જ્યાં સંયુક્ત રોકાણ, આર એન્ડ ડી (R&D) અને સપ્લાય ચેઇન ભાગીદારી માટેની તકો સૌથી વધુ મહત્વપૂર્ણ છે.
IJ/DK/JD
(રીલીઝ આઈડી: 2264543)
મુલાકાતી સંખ્યા : 13