માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને IIM અમદાવાદ ખાતે IIMની સંકલન મંચ બેઠકની અધ્યક્ષતા કરી


IIMએ રાષ્ટ્ર નિર્માણ અને આર્થિક પરિવર્તનના સૌથી મજબૂત પ્રેરક પરિબળોમાંના એક છે - શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

પોસ્ટેડ ઓન: 14 MAY 2026 5:08PM by PIB Ahmedabad

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, જેઓ IIMs ના સંકલન મંચના અધ્યક્ષ તરીકે પણ સેવા આપે છે, તેમણે આજે IIM અમદાવાદ કેમ્પસ ખાતે શિક્ષણ મંત્રાલય (MoE) ના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના સહયોગથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMs) ની સંકલન મંચ બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં IIMના બોર્ડ ઓફ ગવર્નર્સના અધ્યક્ષો, IIMના નિયામકો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા ગુજરાત અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સહિયારા હિતની બાબતો પર વિચાર-વિમર્શ કરવા અને IIM વચ્ચે સહકારને મજબૂત કરવા માટે એકઠા થયા હતા.

શ્રી પ્રધાને જણાવ્યું હતું કે 'વિકસિત ભારત 2047' ને આકાર આપવામાં IIM ની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થી કલ્યાણ, સંસ્થાકીય સંકલન, શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ભારતની IIM સંસ્થાઓ રાષ્ટ્ર નિર્માણ અને આર્થિક પરિવર્તનના મજબૂત પ્રેરક તરીકે ઉભરી આવી છે, જ્યારે નેતૃત્વ અને વ્યવસ્થાપન શિક્ષણમાં શ્રેષ્ઠતાના વૈશ્વિક મોડલ પણ બની છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઇનોવેશન ઇકોસિસ્ટમને વિકસાવીને, ઉભરતા વૈશ્વિક પડકારોને અનુકૂળ થઈને અને મૂલ્ય-આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપીને, IIM રાષ્ટ્રીય સંપત્તિ તરીકે વિકસી શકે છે જે વિકસિત રાષ્ટ્ર બનવાની ભારતની સફરમાં નોંધપાત્ર ફાળો આપશે અને વૈશ્વિક વિમર્શમાં ભારતના અવાજને પણ મજબૂત બનાવશે.

ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ શ્રી વિનીત જોશીએ IIM વચ્ચે સહયોગ અને સંસ્થાકીય સંકલનને મજબૂત કરવામાં સંકલન મંચના મહત્વ પર ભાર મૂક્યો હતો.

વિચાર-વિમર્શમાં વિકસિત ભારતના લક્ષ્યો પ્રત્યે IIM નું યોગદાન, UG પ્રવેશ પરીક્ષાઓના ફોકસને દેશની ભવિષ્યની જરૂરિયાતો સાથે સુસંગત બનાવવું, MBA પ્રવેશ માટે એસઓપી (SOPs) વિકસાવવા સાથે વિદ્યાર્થીઓના આંતર-IIM સ્થળાંતર અને ફી રિફંડ નીતિઓ, યુવા ફેકલ્ટી તેમજ નવી IIM સંસ્થાઓને તમામ IIMમાં સેકન્ડમેન્ટ પોલિસી (પ્રતિનિયુક્તિ નીતિ) દ્વારા એક્સપોઝર પૂરો પાડવા માટેની નીતિ વિકસાવવી અને ફેકલ્ટી તથા નોન-ફેકલ્ટી માટે રિઝર્વેશન રોસ્ટરના અમલીકરણ જેવા મહત્વના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.

IJ/BS/JD


(રીલીઝ આઈડી: 2261067) મુલાકાતી સંખ્યા : 40
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil