યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

“ગ્રાશરૂટ સ્પોર્ટ્સ યુવા નેતાઓનું ઘડતર કરી શકે છે અને સમુદાયોમાં પરિવર્તન લાવી શકે છે”: કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા


“રમતગમત યુવાનોને દિશા આપે છે અને સમાજને મજબૂત બનાવે છે”: ડો. મનસુખ માંડવિયા

‘બિચારપુર - જુનૂન ફૂટબોલ કા’ ના વિશેષ સ્ક્રિનિંગ દ્વારા ગ્રાશરૂટ લેવલની રમતોની પરિવર્તનકારી શક્તિ પર પ્રકાશ પાડવામાં આવ્યો

પોસ્ટેડ ઓન: 07 MAY 2026 9:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી, ડો. મનસુખ માંડવિયાએ ‘બિચારપુર – જુનૂન ફૂટબોલ કા’ ડોક્યુમેન્ટરીના વિશેષ સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી, જે ગ્રાશરૂટ લેવલના ફૂટબોલની પ્રેરણાદાયી વાર્તાઓ અને સમાજમાં રમતગમતની પરિવર્તનકારી ભૂમિકાને દર્શાવતી ફિલ્મ છે.

સ્ક્રિનિંગ પછી સભાને સંબોધતા, મંત્રીએ રેખાંકિત કર્યું કે કેવી રીતે રમતગમત યુવા માનસને ઘડી શકે છે અને યુવાનોને અર્થપૂર્ણ દિશા પ્રદાન કરી શકે છે. તેમણે કહ્યું કે રમતગમત એ માત્ર સ્પર્ધા નથી, પરંતુ જીવન જીવવાની એક રીત છે જે સંસ્કૃતિ, શિસ્ત, માનસિક ક્ષમતા અને સામૂહિક ભાવનાને મજબૂત બનાવે છે.

ડો. માંડવિયાએ જણાવ્યું હતું કે, “25 વર્ષ પહેલાં, ઘણા યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ રમતગમત સાથે જોડાયા ત્યારે તેમનું જીવન બદલાઈ ગયું. રમતગમત યુવા નેતાઓને દિશા આપે છે અને તેમની શક્તિને હકારાત્મક રીતે વાળે છે.”

રમતગમતમાં સામુદાયિક ભાગીદારીની વ્યાપક સામાજિક અસર પર પ્રકાશ પાડતા, મંત્રીએ કુર્ગના કોડવા સમુદાય અને તેમની ઊંડે સુધી જોડાયેલી હોકી સંસ્કૃતિનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે આવા સમુદાય-સંચાલિત રમત આંદોલનો એકતા, શિસ્ત, સામૂહિક જવાબદારી અને રાષ્ટ્રીય ગૌરવ વધારવામાં મદદ કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “રમતગમત એકતા અને રાષ્ટ્ર પ્રત્યે યોગદાન આપવાની ભાવના વિકસાવે છે. જ્યારે વ્યક્તિઓ પોતાના માટે રમત રમે છે, ત્યારે તેઓ દેશ માટે પણ ગૌરવ લાવે છે.”

સ્ટોરીટેલિંગ અને આવી મુસાફરીને સાચવવાના મહત્વ વિશે બોલતા, ડો. માંડવિયાએ ગ્રાશરૂટ લેવલની રમતગમતની વાર્તાઓના દસ્તાવેજીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “જ્યારે કોઈ પણ પ્રયાસનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે, ત્યારે તે પ્રેરણાદાયી બને છે. આવી વાર્તાઓ યુવાનો અને સમગ્ર સમુદાયોને માર્ગદર્શન અને પ્રેરણા આપી શકે છે.”

મંત્રીએ રમતગમતમાં માન્યતા અને પ્રોત્સાહનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે પ્રતિભાનું સન્માન કરતા પ્લેટફોર્મ યુવાનોમાં આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે અને અંતે રાષ્ટ્રીય ગૌરવમાં ફાળો આપે છે.

 

SM/GP/JD


(રીલીઝ આઈડી: 2258928) મુલાકાતી સંખ્યા : 7
આ રીલીઝ વાંચો: English , हिन्दी