માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
NHAI એ ગુજરાતમાં ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ સફળતાપૂર્વક લોન્ચ કરી
અમલીકરણના પ્રથમ દિવસે આશરે 41,500 વાહનોએ ટોલ લોકેશન પસાર કર્યું
પોસ્ટેડ ઓન:
02 MAY 2026 4:36PM by PIB Ahmedabad
દેશમાં ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મોટા પગલા તરીકે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ ગુજરાતમાં NH-48 ના સુરત-ભરૂચ સેક્શન પર ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) આધારિત ટોલિંગ સિસ્ટમ સફળતાપૂર્વક લોન્ચ કરી છે. સિસ્ટમના અમલીકરણ પછીના પ્રથમ દિવસે આશરે 41,500 વાહનોએ MLFF ટોલ લોકેશન પસાર કર્યું હતું.
MLFF માળખું ન્યૂનતમ માનવીય હસ્તક્ષેપ સાથે અવરોધ રહિત (barrier-less) ટોલિંગ રજૂ કરે છે, જે વાહનોને રોકાયા વિના ટોલ સ્થાનો પરથી પસાર થવા દે છે અને ટ્રાફિકનો અવિરત પ્રવાહ સુનિશ્ચિત કરે છે. આ સિસ્ટમ ઓટોમેટેડ અને કોન્ટેક્ટલેસ ટોલિંગ કામગીરીને સક્ષમ કરવા માટે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) અને FASTag-આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. MLFF રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓ માટે મુસાફરીના અનુભવમાં એક મોટો ફેરફાર લાવે છે, જે કાર્યક્ષમતા અને સગવડતામાં નોંધપાત્ર વધારો કરે છે. તે નોંધપાત્ર રીતે ભીડ ઘટાડશે, મુસાફરીના સમયમાં સુધારો કરશે, ઇંધણની કાર્યક્ષમતામાં વધારો કરશે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનોના ઉત્સર્જનમાં ઘટાડો કરશે.
સીમલેસ અનુભવ માટે, NHAI એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વપરાશકર્તાઓને તેમના FASTag એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ રાખવા વિનંતી કરી છે. અપૂરતું FASTag બેલેન્સ, અમાન્ય અથવા બિન-કાર્યક્ષમ FASTag જેવી પરિસ્થિતિઓના કિસ્સામાં, વપરાશકર્તાને ફીની ચુકવણી ન કરવા બદલ ઇલેક્ટ્રોનિક નોટિસ (E-Notice) આપવામાં આવશે. આવા વપરાશકર્તાઓએ E-Notice ના 72 કલાકની અંદર સામાન્ય વપરાશકર્તા ફી ચૂકવવાની રહેશે. 72 કલાક પછી પાલન ન કરવાના કિસ્સામાં, વાહન શ્રેણીના સામાન્ય દર કરતાં બમણા દરે વપરાશકર્તા ફી વસૂલવામાં આવશે. E-Notices નિર્ધારિત પોર્ટલ https://nhfeenotice.parivahan.gov.in/#/ દ્વારા એક્સેસ કરી શકાય છે અને ચૂકવી શકાય છે. વપરાશકર્તાઓ E-Notice જારી થયાના 72 કલાકની અંદર ફરિયાદ પણ નોંધાવી શકે છે. E-Notices ની ચુકવણી ન કરવાના પરિણામે FASTag બ્લેકલિસ્ટ થઈ શકે છે અને વાહન પ્લેટફોર્મ (VAHAN) દ્વારા અન્ય વાહન-સંબંધિત સેવાઓ પર પ્રતિબંધ આવી શકે છે.
MLFF ની રજૂઆત પારદર્શિતા વધારીને અને ટોલ પ્લાઝા સ્થાપિત કરવાના ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો કરીને ટોલ કામગીરીને મજબૂત કરવામાં મદદ કરશે. MLFF સમગ્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક પર વધુ મજબૂત, કાર્યક્ષમ અને ખર્ચ-અસરકારક ટોલિંગ ઇકોસિસ્ટમ વિકસાવવામાં પણ ફાળો આપશે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2257523)
મુલાકાતી સંખ્યા : 29