ગ્રામીણ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ બે દિવસીય કાશ્મીર મુલાકાતે; એજન્ડામાં મોટા વિકાસલક્ષી કાર્યો
કાશ્મીરના વિકાસને મોટું પ્રોત્સાહન: શ્રી શિવરાજ શ્રીનગરમાં PMGSY-IV બેચ-II લોન્ચ કરશે
શ્રી શિવરાજ સિંહ ચૌહાણ શ્રીનગરના મુખ્ય કાર્યક્રમમાં શ્રી ઓમર અબ્દુલ્લા, શ્રી સુરિન્દર ચૌધરી સાથે મંચ શેર કરશે
શ્રી શિવરાજ સિંહ ચૌહાણ DAY-NRLM હેઠળ 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય હિસ્સા તરીકે ₹4,568.23 કરોડ પણ જાહેર કરશે
મોદી સરકાર કાશ્મીરમાં માળખાકીય સુવિધઆઓના વિકાસના વેગ આપશે, ગ્રામીણ સમૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરશે
પોસ્ટેડ ઓન:
27 APR 2026 5:10PM by PIB Ahmedabad
જમ્મુ અને કાશ્મીર આવતીકાલે તેની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નનું સાક્ષી બનવા માટે તૈયાર છે, કારણ કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ SKICC, શ્રીનગર ખાતે એક વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)-IV, બેચ-II લોન્ચ કરશે. આ કાર્યક્રમમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લા, નાયબ મુખ્યમંત્રી શ્રી સુરિન્દર કુમાર ચૌધરી અને અન્ય વરિષ્ઠ મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે, જે તેને માત્ર વહીવટી પ્રસંગ જ નહીં પરંતુ વિકાસ માટે સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતીક ધરાવતું મુખ્ય જાહેર પ્લેટફોર્મ બનાવશે.

વર્ષ 2000 થી, PMGSY હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં 3,328 રસ્તાઓનું નિર્માણ જોવા મળ્યું છે, જેનાથી 257 પુલોની સાથે 19,851 કિલોમીટરનું રોડ નેટવર્ક તૈયાર થયું છે. આ પ્રગતિને આગળ ધપાવતા, PMGSY-IV, બેચ-II ₹3,550 કરોડના પ્રોજેક્ટ ખર્ચે 1,600 કિલોમીટરને આવરી લેતા 330 નવા રસ્તાઓના નિર્માણ સાથે વિકાસને વધુ વેગ આપશે, જે આ પ્રદેશના 363 વસવાટોને (habitations) લાભ પહોંચાડશે. કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, આ પહેલ સરકારની માત્ર જાહેરાતોથી આગળ વધીને જમીન પર મૂર્ત વિકાસ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રસ્તાઓ, સેવાઓ અને અન્ય સુવિધાઓ છેવાડાના ગામડાઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને જમ્મુ અને કાશ્મીરને રાષ્ટ્રીય વિકાસના મુખ્ય પ્રવાહમાં વધુ સારી રીતે એકીકૃત કરવા માટેના મુખ્ય ચાલક બળ તરીકે જોવામાં આવે છે.
28 એપ્રિલે સવારે 11:00 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મુખ્યમંત્રીને PMGSY-IV, બેચ-II માટેનો મંજૂરી પત્ર પણ સોંપશે. આ ઉપરાંત, DAY-NRLM હેઠળની મંજૂરીઓ જાહેર કરવામાં આવશે, જે જમ્મુ અને કાશ્મીરમાં 'લખપતિ દીદી' બનાવવાની કેન્દ્રની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરશે. આ મુલાકાત વ્યાપક ફોકસને પ્રતિબિંબિત કરે છે જે માત્ર રસ્તાના નિર્માણથી આગળ વધીને ગ્રામીણ આર્થિક વૃદ્ધિ, મહિલા સ્વ-સહાય જૂથો અને સામાજિક સશક્તિકરણને આવરી લે છે. હાલમાં, લગભગ 96,000 સ્વ-સહાય જૂથો, 7,500 ગ્રામ સંગઠનો અને 650 ક્લસ્ટર-લેવલ ફેડરેશન જમ્મુ અને કાશ્મીરમાં ગ્રામીણ આજીવિકા ઇકોસિસ્ટમને સક્રિયપણે મજબૂત કરી રહ્યા છે. હજારો કોમ્યુનિટી રિસોર્સ પર્સન્સના પ્રયાસો દ્વારા, કૌશલ્ય વિકાસ, સાહસિકતા અને મહિલા નેતૃત્વ હેઠળની પહેલોની સાથે, ગ્રામીણ સમુદાયોમાં આત્મવિશ્વાસ અને આવક નિર્માણનું નવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના પરિપ્રેક્ષ્યમાં, જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને PM-કિસાન, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ, હોર્ટિકલ્ચર મિશન, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (FPOs), e-NAM અને માઇક્રો-ઇરિગેશન (સૂક્ષ્મ પિયત) પહેલ સહિતની અનેક ફ્લેગશિપ યોજનાઓ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે. આ વ્યાપક સંદર્ભમાં, શ્રી શિવરાજ સિંહ ચૌહાણની મુલાકાત ખેડૂતો, બાગાયતકારો, ગ્રામીણ પરિવારો અને મહિલા જૂથો માટે વિશ્વાસ, ભાગીદારી અને પરિણામલક્ષી શાસનનો મજબૂત સંદેશ પણ આપે છે.
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2256042)
મુલાકાતી સંખ્યા : 17