કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
વૈશ્વિક નેતાઓએ સર્વસમાવેશક કૌશલ્ય ઇકોસિસ્ટમ માટે આહવાન કર્યું; શ્રી જયંત ચૌધરીએ પુણેમાં જેન્ડર ઇન્ક્લુઝન પર એશિયાની પ્રથમ યુનેસ્કો ચેર લોન્ચ કરી
પોસ્ટેડ ઓન:
24 APR 2026 7:07PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આજે જેન્ડર ઇન્ક્લુઝન અને કૌશલ્ય વિકાસ પર યુનેસ્કો ચેર (UNESCO Chair) સફળતાપૂર્વક લોન્ચ કરી છે. આ પહેલ સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી (SSPU), પુણે ખાતે યુનેસ્કોના સહયોગથી આયોજિત "વુમન લીડિંગ ધ ફ્યુચર ઓફ વર્ક" (Women Leading the Future of Work) વિષય પરની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો એક ભાગ હતી.
આ ચેરનું ઔપચારિક ઉદ્ઘાટન શ્રી જયંત ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી સુશ્રી અદિતિ તટકરે અને નોર્વેના માનનીય કોન્સુલ જનરલ સુશ્રી મોનિકા નાગેલગાર્ડ, SSPU ના પ્રો-ચાન્સેલર ડો. સ્વાતિ મુજમદાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા, ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે, “ભારતનો વિકાસ પથ માત્ર સ્કેલ (માપદંડ) દ્વારા જ નહીં પરંતુ આપણે આપણા લોકોને કેટલી સર્વસમાવેશક રીતે સશક્ત કરીએ છીએ તેના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવશે. આ યુનેસ્કો ચેર જેવી પહેલો એ સુનિશ્ચિત કરે છે કે મહિલાઓ સેમિકન્ડક્ટર્સ, અદ્યતન ઉત્પાદન (advanced manufacturing) અને નવા જમાનાની ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં મોખરે રહે. જ્યારે કૌશલ્યને ઉદ્યોગની માંગ સાથે જોડવામાં આવે અને સમાનતા આધારીત કરવામાં આવે, ત્યારે તે આર્થિક પ્રગતિ અને સામાજિક પરિવર્તન બંને માટે શક્તિશાળી પ્રેરક બને છે.”
સુશ્રી અદિતિ તટકરેએ વંચિત સમુદાયોની મહિલાઓ સુધી પહોંચવા અને તેમને વાસ્તવિક તકો તરફ દોરી જાય તેવા કૌશલ્યોથી સક્ષમ બનાવવાની આ પહેલની પ્રશંસા કરી હતી. મહિલાઓમાં આત્મવિશ્વાસ, સ્વતંત્રતા અને લાંબા ગાળાના સશક્તિકરણના નિર્માણ માટે આવી પહેલો મહત્વપૂર્ણ છે.
M7XZ.jpeg)
"વુમન લીડિંગ ધ ફ્યુચર ઓફ વર્ક" પરની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ, ઉભરતા સૂર્યોદય ક્ષેત્રો (sunrising sectors) અને ભવિષ્યની નોકરીની ભૂમિકાઓમાં મહિલાઓની ભાગીદારીને મજબૂત કરવા પર વિચાર-વિમર્શ કરવા માટે વૈશ્વિક સંસ્થાઓ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના નેતાઓ અને શિક્ષણવિદોને એકસાથે લાવી હતી. યુનેસ્કો ચેરનું સફળ લોન્ચિંગ અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ભારતને કૌશલ્ય વિકાસ અને સર્વસમાવેશક કાર્યબળ પરિવર્તનમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. કોન્ફરન્સમાં સંરક્ષણ ટેકનોલોજી, રોબોટિક્સ ઇન્ડસ્ટ્રી 4.0, AI, સેમી-કન્ડક્ટર અને ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ જેવા ઉભરતા સૂર્યોદય ક્ષેત્રોમાં નોકરીઓના ભાવિ પર ધ્યાન કેન્દ્રિત કરતી વિવિધ થીમ્સ હતી. વિવિધ કંપનીઓના 40 થી વધુ પ્રતિષ્ઠિત ઉદ્યોગ સાહસિકોએ મુખ્ય વક્તાઓ અને પેનલિસ્ટ તરીકે આ કોન્ફરન્સમાં યોગદાન આપ્યું હતું. કોન્ફરન્સમાં વૈશ્વિક નિષ્ણાતો દ્વારા મુખ્ય સંબોધનો આપવામાં આવ્યા હતા જેમાં: સુશ્રી મેરી ઓવરિંગ્ટન, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનર (દક્ષિણ એશિયા), શ્રી ગેબ્રિયલ બોર્ડાડો, સ્કિલ્સ સ્પેશિયાલિસ્ટ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO), સુશ્રી સોલેદાદ પેટીનો, યુનેસ્કો ગ્લોબલ સ્કિલ્સ એકેડમી, પેરિસ અને સુશ્રી પ્રિસિલા વાંજિકુ ગેટોન્ય, યુનેસ્કો-યુનેવોક (UNESCO-UNEVOC), જર્મની સહિત અન્ય આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મહાનુભાવોનો સમાવેશ થાય છે.

SM/DK/JD
(રીલીઝ આઈડી: 2255429)
મુલાકાતી સંખ્યા : 23