પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
ગ્રીન ઈકોનોમી 'ગ્રીન જોબ્સ' અને 'ગ્રીન આંત્રપ્રિન્યોરશિપ'ના નવા માર્ગો બનાવશે, ભારતના ટકાઉપણાં-સંચાલિત વિકાસમાં યુવાનો મુખ્ય ભૂમિકા ભજવશે: ડો. જીતેન્દ્ર સિંહ
ભારતનું ડેવલપમેન્ટ મોડેલ ગ્રીન ગ્રોથ તરફ મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે: જામિયા મિલિયા ઈસ્લામિયા ખાતે ડો. જીતેન્દ્ર સિંહ
સ્વચ્છ ઉર્જા પ્રોત્સાહન, ગ્રીન ટ્રાન્ઝિશન માત્ર વિવિધ ક્ષેત્રોમાં નવી નોકરીઓ જ નહીં ખોલે પરંતુ ટકાઉ અને લો-કાર્બન વૃદ્ધિ તરફ ભારતના પરિવર્તનને પણ વેગ આપશે: જામિયાની એન્વાયર્નમેન્ટલ સસ્ટેનેબિલિટી કોન્ફરન્સમાં ડો. જીતેન્દ્ર સિંહ
પોસ્ટેડ ઓન:
23 APR 2026 5:16PM by PIB Ahmedabad
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને PMO, કાર્મિક, જાહેર ફરિયાદો, પેન્શન, પરમાણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે "ગ્રીન જોબ્સ" અને 'ગ્રીન આંત્રપ્રિન્યોરશિપ' ભવિષ્યની ગ્રીન ઈકોનોમીના નિર્ણાયક ચાલક બનવા જઈ રહ્યા છે, જેમાં નવીનીકરણીય ઉર્જા, ઈલેક્ટ્રિક મોબિલિટી, હરિત ઇંધણ અને ચક્રિય અર્થતંત્ર જેવા ક્ષેત્રો યુવાનો માટે મોટા પાયે રોજગારીની તકો ઊભી કરશે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સંક્રમણ માત્ર નોકરીઓ જ પેદા કરશે નહીં પરંતુ ટકાઉ અને લો-કાર્બન વૃદ્ધિ તરફ ભારતના પરિવર્તનને પણ વેગ આપશે.
ડો. જીતેન્દ્ર સિંહ પૃથ્વી દિવસ નિમિત્તે જામિયા મિલિયા ઈસ્લામિયા, નવી દિલ્હી ખાતે આયોજિત “21મી સદીમાં પર્યાવરણીય ટકાઉપણું: વિજ્ઞાન, સમાજ અને ઉકેલો” (એન્વાયર્નમેન્ટલ સસ્ટેનેબિલિટી ઈન ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીઃ સાયન્સ, સોસાયટી એન્ડ સોલ્યુશન્સ) વિષય પરની રાષ્ટ્રીય પરિષદના સમાપન સત્રને સંબોધિત કરી રહ્યા હતા. આ સત્રમાં વાઈસ ચાન્સેલર પ્રો. મઝહર આસિફ, રજિસ્ટ્રાર પ્રો. મોહમ્મદ મહેતાબ આલમ રિઝવી, ગેસ્ટ ઓફ ઓનર પ્રો. ડી.પી. સિંહ તેમજ ફેકલ્ટી સભ્યો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતની વધતી જતી ગ્રીન ઇકોસિસ્ટમનો ઉલ્લેખ કરતા ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ₹19,000 કરોડથી વધુના ખર્ચ સાથે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન જેવી પહેલો સ્વચ્છ ઔદ્યોગિક પરિવર્તનનો પાયો નાખી રહી છે. તેમણે કહ્યું કે ઉભરતી ટેકનોલોજી સ્ટીલ અને સિમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ડીકાર્બોનાઇઝેશનને સક્ષમ કરી રહી છે, જે ભારતને વૈશ્વિક ગ્રીન ટ્રાન્ઝિશનમાં મોખરે રાખે છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે તકનીકી પરિવર્તનની ગતિ એવી છે કે આજે કલ્પના કરવામાં આવેલા ઉકેલો ઝડપથી વિકસી શકે છે, જે સતત નવતર પ્રયોગો (innovate) કરવા માટે આવશ્યક બનાવે છે. ઈલેક્ટ્રિક મોબિલિટી સ્પેસના ઉદાહરણો ટાંકીને, તેમણે ખર્ચ-અસરકારક પાયાના સ્તરની નવીનતાઓનો ઉલ્લેખ કર્યો જ્યાં પરંપરાગત વાહનોને ઈલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે, જે ટકાઉપણાંને સસ્તું અને વ્યાપક બનાવે છે.
રોજગારીના નવા માર્ગોના ઉદ્ભવ પર ભાર મૂકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આવનારા વર્ષોમાં સોલર ઉત્પાદન, બેટરી પ્રોડક્શન, ગ્રીડ મેનેજમેન્ટ અને બાયોફ્યુઅલમાં ગ્રીન જોબ્સનું વિસ્તરણ જોવા મળશે. તેમણે વપરાયેલા રાંધણ તેલને બાયોફ્યુઅલમાં રૂપાંતરિત કરવા સહિતની સર્ક્યુલર ઈકોનોમીને આંત્રપ્રિન્યોરશિપ અને જોબ ક્રિએશન માટેના આશાસ્પદ ક્ષેત્ર તરીકે પણ ઉલ્લેખ કર્યો હતો.
ડો. જીતેન્દ્ર સિંહે સમુદ્રી ઊર્જા જેવા નવા ક્ષેત્રો તરફ પણ ધ્યાન દોર્યું હતું, જે ભારતની વિશાળ દરિયાકિનારો હોવા છતાં મોટાભાગે વણવપરાયેલું છે, અને કહ્યું હતું કે તે આવનારા વર્ષોમાં સૌર અને પવન ઊર્જાનું પૂરક બનશે.
ઊર્જા સુરક્ષાના મોરચે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત લાંબા ગાળાના લક્ષ્યાંકો સાથે ઉચ્ચ પરમાણુ શક્તિ ક્ષમતા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે નવીનતા અને રોકાણને વેગ આપવા માટે અવકાશ અને પરમાણુ ઊર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારીને પણ સક્ષમ બનાવી રહ્યું છે.
₹1 લાખ કરોડના રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન (RDI) ફંડનો ઉલ્લેખ કરતા ડો. જીતેન્દ્ર સિંહે કહ્યું કે આ પહેલનો ઉદ્દેશ્ય સરકાર અને ખાનગી હિતધારકો વચ્ચેના સહયોગી ભંડોળ મોડેલ સાથે સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને તેમના વિચારોને મોટા પાયે વિકસાવવામાં મદદ કરવાનો છે.
ભારતની વૈશ્વિક જવાબદારી પર ભાર મૂકતા ડો. જીતેન્દ્ર સિંહે કહ્યું કે 1.4 અબજ લોકો સાથે, દેશ આબોહવા પરિવર્તનની કાર્યવાહીને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હિમાયત કરવામાં આવેલ “પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE)” ના વિઝન દ્વારા માર્ગદર્શિત વૈશ્વિક ગ્રીન ટ્રાન્ઝિશનનું નેતૃત્વ કરવા માટે સારી સ્થિતિમાં છે.
ડો. જીતેન્દ્ર સિંહે વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકોને ટકાઉપણાંમાં ઉભરતી તકો સાથે સક્રિયપણે જોડાવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા, અને જણાવ્યું હતું કે ભવિષ્ય યુવાનો દ્વારા સંચાલિત નવીનતા, અનુકૂલનક્ષમતા અને જાણકાર પસંદગીઓ દ્વારા ઘડાશે.
TU95.JPG)
KSR5.JPG)
X30I.JPG)
VF6U.JPG)
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2254923)
મુલાકાતી સંખ્યા : 18