વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
ભારત વૈશ્વિક અર્થતંત્રનો એક મુખ્ય સ્તંભ છે: રિપબ્લિક ઓફ કોરિયા (ROK)ના રાષ્ટ્રપતિ, એચ.ઇ. લી જે મ્યુંગ
CEPA વાટાઘાટો વચ્ચે ભારત-કોરિયા વેપાર બમણો થવા માટે તૈયાર: રિપબ્લિક ઓફ કોરિયા (ROK) ના રાષ્ટ્રપતિ, એચ.ઇ. લી જે મ્યુંગ
ભારત-કોરિયા ઔદ્યોગિક સહયોગ સમિતિ પરનો MoU દ્વિપક્ષીય આર્થિક જોડાણને પ્રોત્સાહન આપવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ
દ્વિપક્ષીય સહયોગને વેગ આપવા માટે ભારત-કોરિયા બિઝનેસ ફોરમમાં 16 MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
ભારત-કોરિયાના નેતાઓએ રોકાણને વેગ આપવા માટે ભારતમાં કોરિયા એન્ક્લેવ (કોરિયન વસાહત) અંગે ચર્ચા કરી; માર્કેટ એક્સેસ અને FTAs નો લાભ લેવા માટે પ્લગ-એન્ડ-પ્લે ટાઉનશિપ: શ્રી પીયૂષ ગોયલ
ભારત-કોરિયાનો લક્ષ્યાંક 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરીને 54 બિલિયન USD કરવાનો; આર્થિક સહયોગના આગલા તબક્કાને ખોલવા માટે હાકલ: શ્રી પીયૂષ ગોયલ
ભારત અને કોરિયા ફાસ્ટ-ટ્રેક પર CEPA ને અપગ્રેડ કરશે; માર્કેટ એક્સેસ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઉચ્ચ-વૃદ્ધિ ધરાવતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે: શ્રી પીયૂષ ગોયલ
પોસ્ટેડ ઓન:
20 APR 2026 6:00PM by PIB Ahmedabad
રિપબ્લિક ઓફ કોરિયા (ROK) ના રાષ્ટ્રપતિ, એચ.ઇ. લી જે મ્યુંગે આજે જણાવ્યું હતું કે, ભારત વિશ્વના ચોથા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર અને 1.4 બિલિયન લોકોના ઘર તરીકે વૈશ્વિક અર્થતંત્રના મુખ્ય સ્તંભ તરીકે ઉભું છે.
નવી દિલ્હીમાં ભારત-કોરિયા બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે નોંધ્યું હતું કે વેપાર અને વ્યવસાયના વધુ વિસ્તરણ માટે ઘણી અવકાશ છે. તેમણે ઉમેર્યું હતું કે દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિ માટે નોંધપાત્ર જગ્યા છે અને સતત પ્રયાસો સાથે, વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) પર ચાલી રહેલી વાટાઘાટોની સાથે તે બમણો થવાની અપેક્ષા છે.
તેમણે ભાવિ સહયોગ દ્વારા હાઈ-ટેક ઉદ્યોગોને તૈયાર કરવાની અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ભારતની ક્ષમતાઓનો લાભ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિપિંગ ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવામાં આવશે. રાષ્ટ્રપતિએ બંને દેશો વચ્ચે મજબૂત લોકો-થી-લોકો (people-to-people) ના વિશ્વાસના નિર્માણ માટે આર્થિક સહયોગથી આગળ વધવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે ભારત-કોરિયા બિઝનેસ ફોરમના ઉદઘાટન સત્રને સંબોધતા, ભારત-કોરિયા ઔદ્યોગિક સહયોગ સમિતિ પરના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર હસ્તાક્ષર કરવાને દ્વિપક્ષીય આર્થિક જોડાણને મજબૂત કરવા તરફના એક સીમાચિહ્નરૂપ પગલા તરીકે ઓળખાવ્યું હતું. આ સમિતિમાં વેપાર, ઉદ્યોગ, વ્યૂહાત્મક સંસાધનો અને સ્વચ્છ ઉર્જા પરના ચાર કાર્યકારી જૂથોનો સમાવેશ થાય છે. આજે ભારત-કોરિયા બિઝનેસ ફોરમમાં કુલ 16 MoUs પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
શ્રી ગોયલે વધુમાં જાણકારી આપી હતી કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શ્રી લી જે મ્યુંગે એક વિશાળ ઔદ્યોગિક ટાઉનશિપની સ્થાપના અંગે ચર્ચા કરી છે - જે વધુ રોકાણને પ્રોત્સાહિત કરવા અને ભારતીય બજારમાં વધુ કોરિયન કંપનીઓના પ્રવેશની સુવિધા આપવા માટે પ્લગ-એન્ડ-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતમાં કોરિયા-વિશિષ્ટ એન્ક્લેવ (enclave) હશે. તેમણે નોંધ્યું હતું કે આ પહેલ કોરિયન કંપનીઓને ભારતની વિશાળ સ્થાનિક માંગ તેમજ વૈશ્વિક જીડીપીના લગભગ બે તૃતીયાંશ ભાગ સુધી પહોંચવામાં મદદ કરશે, જે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં 38 વિકસિત અર્થતંત્રો સાથે થયેલા નવ મુક્ત વેપાર કરારો (FTAs) દ્વારા શક્ય બન્યું છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત અને રિપબ્લિક ઓફ કોરિયાને તેમના નેતૃત્વ દ્વારા 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન 27 બિલિયન USD થી બમણો કરીને 54 બિલિયન USD કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેના માટે લગભગ 18% ના વાર્ષિક વૃદ્ધિ દરની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે આ લક્ષ્ય ભાગીદારીની સાચી ક્ષમતાને પૂર્ણપણે આવરી લેતું નથી અને આર્થિક સહયોગના આગલા તબક્કાને અનલોક કરવાના પ્રયાસો માટે હાકલ કરી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) ને અપગ્રેડ કરવા માટે ફાસ્ટ-ટ્રેક, મિશન-મોડ અભિગમ પર કામ કરવા સંમત થયા છે, જેમાં બિન-ટેરિફ અવરોધોને દૂર કરવા, રૂલ્સ ઓફ ઓરિજિનમાં છૂટછાટ આપવી, માર્કેટ એક્સેસનો વિસ્તાર કરવો અને વધુ સંતુલિત આર્થિક ભાગીદારી હાંસલ કરવા માટે વ્યવસાય કરવાની સરળતા (ease of doing business) ની સુવિધા આપવાનો સમાવેશ થાય છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક્સ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ઇ-મોબિલિટી, ગ્રીન એનર્જી, શિપબિલ્ડિંગ અને ડિજિટલ વેપાર જેવા ક્ષેત્રો બંને અર્થતંત્રો વચ્ચે મજબૂત પૂરકતા પ્રદાન કરે છે. તેમણે નોંધ્યું હતું કે ભારત અને કોરિયા સહ-ઉત્પાદન, સહ-ડિઝાઇન, સહ-નિર્માણ, સહ-નવીનતા દ્વારા સહયોગ કરી શકે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળી અને સ્પર્ધાત્મક કિંમતની પ્રોડક્ટ્સ સાથે સંયુક્ત રીતે વૈશ્વિક બજારોમાં સેવા આપી શકે છે.
ભારતના આર્થિક માર્ગ પર પ્રકાશ પાડતા શ્રી ગોયલે કહ્યું કે દેશ, જે હાલમાં 4 ટ્રિલિયન USD ની અર્થવ્યવસ્થા છે, તે 2047 સુધીમાં 30 ટ્રિલિયન USD સુધી પહોંચવાના રોડમેપ પર છે, જ્યારે તે તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે. તેમણે આ પરિવર્તનને વ્યવસાયો માટે જીવનમાં એકવાર મળતી તક તરીકે વર્ણવ્યું હતું, જે વિશાળ અને પ્રતિભાશાળી યુવા વસ્તી, 1.4 બિલિયન નાગરિકોની આકાંક્ષાઓ અને વધતી જતી આવક સાથે ઝડપથી વિસ્તરી રહેલા મધ્યમ વર્ગ દ્વારા સંચાલિત છે.
તેમણે પુનરોચ્ચાર કર્યો કે વૈશ્વિક ઉથલપાથલ હોવા છતાં, સાહસિક સુધારાઓ, મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણો અને અનુપાલન (compliance) ના સરળીકરણ અને નિયમનકારી બોજમાં ઘટાડા સહિત વ્યવસાય કરવાની સરળતા તરફના મજબૂત નીતિગત દબાણને કારણે ભારત સ્થિરતાના ઓએસિસ તરીકે ઊભું છે.
બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોને યાદ કરતા શ્રી ગોયલે કહ્યું કે ભારત અને કોરિયા બે સહસ્ત્રાબ્દીથી વધુ સમયના વિશ્વાસ, સહિયારા લોકશાહી મૂલ્યો અને મજબૂત સભ્યતાના બંધનોમાં રહેલા સંબંધો ધરાવે છે. તેમણે ભારતમાં કોરિયન કંપનીઓની સફળતા અને દેશના વિકાસમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
શ્રી ગોયલે વિશ્વાસ વ્યક્ત કરીને સમાપન કર્યું હતું કે આ મુલાકાત ભારત-કોરિયા સંબંધોમાં નવા પ્રકરણની શરૂઆત કરશે અને બંને દેશો વચ્ચે સતત સહયોગ અને સહિયારી સમૃદ્ધિ માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.
FICCI ના પ્રમુખ અને આરપીજી ગ્રુપના વાઈસ ચેરમેન શ્રી અનંત ગોએન્કાએ જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રિક વાહનોથી લઈને ડિજિટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી, ભારતનો વ્યાપ કોરિયાની નવીનતાની શક્તિઓ સાથે સુસંગત છે. તેમણે નોંધ્યું હતું કે બંને દેશો સાથે મળીને એક સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર આર્થિક કોરિડોર બનાવી શકે છે.
વૈશ્વિક સપ્લાય ચેઇન્સના ચાલી રહેલા પુનર્ગઠન પર પ્રકાશ પાડતા શ્રી ગોએન્કાએ જણાવ્યું હતું કે ભારત અને કોરિયા પાસે વૈવિધ્યસભર, નવીનતા-સંચાલિત આર્થિક કોરિડોર વિકસાવવાની અનોખી તક છે જે બાહ્ય આઘાતો સામે ઓછો સંવેદનશીલ હોય અને લાંબા ગાળાની સ્થિતિસ્થાપકતા તરફ લક્ષી હોય.
SM/JD
(રીલીઝ આઈડી: 2253933)
મુલાકાતી સંખ્યા : 13