રેલવે મંત્રાલય
માન્ય UDID કાર્ડ ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓ મેઈલ/એક્સપ્રેસ ટ્રેનોમાં આરક્ષિત ન હોય તેવા દિવ્યાંગજન કોચમાં મુસાફરી કરી શકશે
રેલવે કન્સેશનલ ફેર (ભાડામાં રાહત) સુવિધા માટે પાત્ર અથવા માન્ય આઈડી ધરાવતા દિવ્યાંગો અધિકૃત મુસાફર તરીકે SLRD અને LSLRD કોચમાં મુસાફરી કરી શકશે
દિવ્યાંગજન માટે નિર્ધારિત કોચમાં મુસાફરી કરતા અનધિકૃત મુસાફરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી સાચા લાભાર્થીઓ માટે ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય
પોસ્ટેડ ઓન:
20 APR 2026 7:21PM by PIB Ahmedabad
સર્વસમાવેશક મુસાફરી અને બહેતર સુલભતા સુનિશ્ચિત કરતા, ભારતીય રેલવેએ સ્પષ્ટતા કરી છે કે માન્ય યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) કાર્ડ ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓને મેઈલ/એક્સપ્રેસ ટ્રેનોમાં દિવ્યાંગજન માટે નિર્ધારિત કરવામાં આવેલા બિન-અનામત (unreserved) કોચમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે.
દિવ્યાંગ વ્યક્તિ સશક્તિકરણ વિભાગ (DEPwD) દ્વારા જારી કરાયેલ માન્ય UDID કાર્ડ ધરાવતી દિવ્યાંગ વ્યક્તિઓ, તેમજ જેમને ભારતીય રેલવે દ્વારા ભાડામાં રાહતની સુવિધા આપવામાં આવી છે, તેમને માન્ય મુસાફરી અધિકાર ધરાવવાને આધીન, દિવ્યાંગો માટે નિર્ધારિત 'સેકન્ડ ક્લાસ લગેજ-કમ-બ્રેક વેન વિથ કમ્પાર્ટમેન્ટ ફોર દિવ્યાંગજન' (SLRD) અથવા 'લગેજ-કમ-સેકન્ડ ક્લાસ લગેજ-કમ-બ્રેક વેન વિથ કમ્પાર્ટમેન્ટ ફોર દિવ્યાંગજન' (LSLRD) કોચમાં મુસાફરી કરવા માટે 'બોનાફાઇડ' (અધિકૃત) મુસાફરો ગણવામાં આવશે.
રેલવેએ વધુમાં જણાવ્યું છે કે આ નિર્ધારિત કોચમાં મુસાફરી કરતા જોવા મળતા અનધિકૃત મુસાફરો વિરુદ્ધ રેલવે અધિનિયમ, 1989ની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણય એ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે કે નિર્ધારિત લાભાર્થીઓ કોઈ પણ અસુવિધા વિના સુવિધાઓનો ઉપયોગ કરી શકે.
તમામ ઝોનલ રેલવેને આ જોગવાઈઓનું યોગ્ય અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ જારી કરવા માટે સલાહ આપવામાં આવી છે.
એ પણ નોંધવું જોઈએ કે દિવ્યાંગજન કાર્ડ, જેને ઇ-ટિકિટિંગ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPICS) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દિવ્યાંગ વ્યક્તિઓ માટેનું રેલવે ઓળખ કાર્ડ છે જે તેમને ટ્રેન મુસાફરીમાં રાહત મેળવવાની મંજૂરી આપે છે. આ કાર્ડ માન્ય ડિસેબિલિટી/કન્સેશન સર્ટિફિકેટના આધારે જારી કરવામાં આવે છે, જેમાં કેટલીક શ્રેણીઓ માટે UDID કાર્ડ સ્વીકારવામાં આવે છે. કાર્ડ જારી કરવા અથવા રિન્યૂ કરવા માટેની અરજીઓ ભારતીય રેલવેના દિવ્યાંગજન પોર્ટલ અથવા કેન્દ્ર સરકારના સેવા પોર્ટલ દ્વારા સબમિટ કરી શકાય છે.
SM/JD
(રીલીઝ આઈડી: 2253925)
મુલાકાતી સંખ્યા : 21