ગ્રામીણ વિકાસ મંત્રાલય
MGNREGA ના સુચારુ અમલીકરણ અને શ્રમિકોને સમયસર રોજગારી સુનિશ્ચિત કરવા માટેની પ્રતિબદ્ધતા
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે 'વિકસિત ભારત – G RAM G' માટે રાજ્યોની સજ્જતાની સમીક્ષા કરી
પોસ્ટેડ ઓન:
18 APR 2026 8:43PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને કૃષિ તેમજ ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA) ના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી અને 'વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' (VB–G RAM G) એક્ટના અમલીકરણ માટે રાજ્યોની સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

બેઠક દરમિયાન, કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી નરેગા હેઠળના કાર્યો પાયાના સ્તરે અવરોધ વિના અને સુચારુ રીતે ચાલુ રહેવા જોઈએ. તેમણે રેખાંકિત કર્યું હતું કે શ્રમિકોને કામની સમયસર ઉપલબ્ધતા અને વેતનની ત્વરિત ચુકવણી સુનિશ્ચિત કરવી એ સર્વોચ્ચ અગ્રતા છે. રાજ્યોને ગ્રામ પંચાયત સ્તરે કાર્યોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી જેથી કોઈ પણ શ્રમિકે રોજગારી માટે રાહ જોવી ન પડે. તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે રોજગારીની માંગ કરતા દરેક શ્રમિકને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂરું પાડવું જોઈએ અને તમામ સ્તરે વિલંબ કર્યા વગર વેતનની ચુકવણી સુનિશ્ચિત કરવી જોઈએ.
ZWSM.jpeg)
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે કાર્યસ્થળના અસરકારક સંચાલનની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો હતો અને રાજ્યોને હજુ સુધી આવરી લેવામાં ન આવ્યા હોય તેવા પાત્ર ગ્રામીણ પરિવારોને જોબ કાર્ડ ઇશ્યૂ કરવાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈચ્છુક પરિવારોને સમયબદ્ધ રીતે રોજગારી પૂરી પાડવી જોઈએ, એ સુનિશ્ચિત કરીને કે કોઈ પણ પાત્ર પરિવાર આજીવિકાની તકોથી વંચિત ન રહે.
મહાત્મા ગાંધી નરેગાનું સુચારુ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે, કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી હતી કે નાણાકીય વર્ષ 2026-27 માટેના પ્રથમ હપ્તા તરીકે વેતન ઘટક (wage component) પેટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ₹17,744.19 કરોડની રકમ મુક્ત કરવામાં આવી રહી છે. તેમણે રાજ્યોને આ ભંડોળનો સમયસર અને અસરકારક ઉપયોગ સુનિશ્ચિત કરવા વિનંતી કરી જેથી વેતનની ચુકવણીમાં વિલંબ ન થાય. વધુમાં એ વાત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે સામગ્રી (material) અને વહીવટી ઘટકો હેઠળ પણ જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે અવલોકન કર્યું કે વર્તમાન સમય એક નિર્ણાયક સંક્રમણ તબક્કો છે, જેમાં મહાત્મા ગાંધી નરેગા હેઠળ રોજગારી જાળવી રાખવી અને સાથે સાથે VB–G RAM G એક્ટના અસરકારક અમલીકરણ માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવી આવશ્યક છે.
વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) (VB–G RAM G) એક્ટનો ઉલ્લેખ કરતા, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે જણાવ્યું હતું કે તે ગ્રામીણ પરિવારોને 125 દિવસની વેતન રોજગારીની વૈધાનિક ગેરંટી આપીને ભવિષ્યલક્ષી, સશક્તિકરણ-સંચાલિત ગ્રામીણ વિકાસ માળખું સ્થાપિત કરવા માંગે છે. આ કાર્યક્રમ 'વિકસિત ભારત @2047' ના વિઝન સાથે સુસંગત છે અને તેનો ઉદ્દેશ્ય આજીવિકાની ઉન્નત તકો દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો છે, જેનાથી સ્થિતિસ્થાપક, આત્મનિર્ભર અને સમૃદ્ધ ગ્રામીણ ભારતના નિર્માણમાં યોગદાન મળશે.
કેન્દ્રીય મંત્રીએ રાજ્યોને કાર્યક્રમનું અસરકારક અમલીકરણ કરવા માટે તમામ પ્રારંભિક કાર્યવાહી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા વિનંતી કરી હતી.
નિષ્કર્ષમાં, કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સક્રિયપણે ભાગ લેવા અને તેમના સૂચનો અને પ્રતિસાદ શેર કરવા આહવાન કર્યું હતું જેથી VB–G RAM G ને વધુ અસરકારક, પારદર્શક અને પરિણામલક્ષી બનાવી શકાય.

SM/JY/JD
(રીલીઝ આઈડી: 2253417)
મુલાકાતી સંખ્યા : 12