પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમ 15મી એપ્રિલે કર્ણાટકની મુલાકાત લેશે
પીએમ માંડ્યાના શ્રી ક્ષેત્ર આદિચુંચનાગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે
શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરે શ્રી આદિચુંચનાગિરી મહાસંસ્થાન મઠના 71મા પોન્ટિફ (ધર્માધિકારી) શ્રી શ્રી શ્રી ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજીને સમર્પિત એક સ્મારક છે
પીએમ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ. ડી. દેવેગૌડાજીની સાથે સંયુક્ત રીતે “સૌંદર્ય લહરી અને શિવ મહિમ્ન સ્તોત્રમ” પુસ્તકનું વિમોચન પણ કરશે
પોસ્ટેડ ઓન:
14 APR 2026 8:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15મી એપ્રિલ 2026ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. સવારે 11 વાગ્યાની આસપાસ, પ્રધાનમંત્રી માંડ્યા જિલ્લાના શ્રી ક્ષેત્ર આદિચુંચનાગિરી ખાતે શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે જનમેદનીને સંબોધિત પણ કરશે.
મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી પૂર્વ પ્રધાનમંત્રી શ્રી એચ. ડી. દેવેગૌડાજીની સાથે સંયુક્ત રીતે “સૌંદર્ય લહરી અને શિવ મહિમ્ન સ્તોત્રમ” (Saundarya Lahari and Shiva Mahimna Stotram) શીર્ષક ધરાવતા પુસ્તકનું વિમોચન પણ કરશે.
શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિર એ આદરણીય સંત શ્રી શ્રી શ્રી ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજી, જેઓ શ્રી આદિચુંચનાગિરી મહાસંસ્થાન મઠના 71મા પોન્ટિફ હતા, તેમને સમર્પિત એક સ્મારક છે. પરંપરાગત દ્રવિડિયન સ્થાપત્ય શૈલીમાં નિર્મિત આ મંદિર દિવંગત સંતના જીવન અને વારસાને શ્રદ્ધાંજલિ સમાન છે. આ મંદિર માત્ર આસ્થાના સ્થળ તરીકે જ નહીં પરંતુ ભાવિ પેઢીઓ માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે પણ પરિકલ્પિત છે.
શ્રી શ્રી શ્રી ડૉ. બાલગંગાધરનાથ મહાસ્વામીજી સમાજ સેવા પ્રત્યેની તેમની આજીવન પ્રતિબદ્ધતા માટે વ્યાપકપણે આદરણીય હતા. તેમણે અસંખ્ય શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય સુવિધાઓ સ્થાપી હતી. તેઓ દ્રઢપણે માનતા હતા કે સમાજની સેવા એ જ સર્વોચ્ચ ભક્તિ છે, અને તેમના શિક્ષણમાં જાતિ, સંપ્રદાય અને પ્રદેશના અવરોધો નહોતા, જે લાખો લોકોને પ્રેરણા આપતા હતા.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2251975)
મુલાકાતી સંખ્યા : 9