સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

“ડ્રાફ્ટ ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન પ્રેફરન્સ (ત્રીજો સુધારો) રેગ્યુલેશન્સ, 2026” અંગેના પરામર્શ પર ટિપ્પણીઓ અને વળતી ટિપ્પણીઓ સબમિટ કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી

પોસ્ટેડ ઓન: 10 APR 2026 3:31PM by PIB Ahmedabad

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારાડ્રાફ્ટ ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન પ્રેફરન્સ (ત્રીજો સુધારો) રેગ્યુલેશન્સ, 2026” અંગે પરામર્શ (Consultation) જાહેર કરવામાં આવ્યો છે.

હિતધારકો દ્વારા પરામર્શમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ટિપ્પણીઓ સબમિટ કરવાની મૂળ છેલ્લી તારીખ 12 એપ્રિલ 2026 હતી, જ્યારે વળતી ટિપ્પણીઓ સબમિટ કરવાની તારીખ 27 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી હતી. TCCCP રેગ્યુલેશન્સમાં સૂચિત સુધારાઓના નોંધપાત્ર વ્યવસાયિક, વાણિજ્યિક, નિયમનકારી, તકનીકી અને નાણાકીય પ્રભાવોને ધ્યાનમાં લેતા, મુદ્દાઓ પર વિગતવાર પરીક્ષણ અને આંતરિક ચર્ચા જરૂરી હોવાનું હિતધારકો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સંદર્ભમાં હિતધારકો પાસેથી મળેલી સમયવધારાની વિનંતીઓને ધ્યાનમાં રાખીને, પરામર્શ પત્રમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ટિપ્પણીઓ સબમિટ કરવાની છેલ્લી તારીખ હવે 19 એપ્રિલ 2026 સુધી લંબાવવામાં આવી છે, જ્યારે વળતી ટિપ્પણીઓ સબમિટ કરવાની નવી છેલ્લી તારીખ 4 મે 2026 નક્કી કરવામાં આવી છે.

ડ્રાફ્ટ સુધારામાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પરની ટિપ્પણીઓ અને વળતી ટિપ્પણીઓ, જો કોઈ હોય તો, પ્રાધાન્ય મુજબ advqos@trai.gov.in પર મેઇલ દ્વારા મોકલી શકાય છે.

કોઈપણ સ્પષ્ટતા/માહિતી માટે, શ્રી દીપક શર્મા, સલાહકાર (QoS-2) નો સંપર્ક @trai.gov.in અથવા +91-11-20907760 પર કરી શકાય છે.

સંબંધમાં વધુ કોઈ મુદત વધારો આપવામાં આવશે નહીં.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2250794) મુલાકાતી સંખ્યા : 31
આ રીલીઝ વાંચો: Urdu , English , हिन्दी