પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હનુમાન જયંતીની શુભેચ્છાઓ પાઠવી
પોસ્ટેડ ઓન:
02 APR 2026 10:47AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હનુમાન જયંતીની શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ પ્રાર્થના કરી કે આ પવિત્ર પ્રસંગ દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવે. "મારી ઇચ્છા છે કે પવનપુત્ર હનુમાનજી સૌના પર શક્તિ, જ્ઞાન અને બુદ્ધિના પુષ્કળ આશીર્વાદ વરસાવે, જેથી આપણા રાષ્ટ્રની શક્તિ વધુ વધે," એમ શ્રી મોદીએ કહ્યું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"હનુમાન જયંતીની તમામ દેશવાસીઓને અનંત શુભેચ્છાઓ. આ પવિત્ર પ્રસંગ દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહ લાવે. હું ઈચ્છું છું કે પવનપુત્ર હનુમાનજી દરેકને શક્તિ, જ્ઞાન અને બુદ્ધિના આશીર્વાદ આપે, જેથી આપણા રાષ્ટ્રની શક્તિ વધુ વધે. જય બજરંગબલી!"
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2248134)
મુલાકાતી સંખ્યા : 25