ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપ રાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 28 માર્ચ 2026 ના રોજ ઝારખંડની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 27 MAR 2026 4:48PM by PIB Ahmedabad

ભારતના ઉપ રાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 28 માર્ચ 2026 ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. પદ સંભાળ્યા પછી તેમની આ રાજ્યની પ્રથમ મુલાકાત હશે.

મુલાકાત દરમિયાન, ઉપ રાષ્ટ્રપતિ ખુંટી જિલ્લાના ઉલીહાતુ ગામમાં ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળની મુલાકાત લેશે, જ્યાં તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને ભગવાન બિરસા મુંડાના વંશજો સાથે વાતચીત કરશે.

ત્યારબાદ રાંચીમાં, ઉપ રાષ્ટ્રપતિ IIM રાંચીના 15મા વાર્ષિક પદવીદાન સમારોહની શોભા વધારશે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2246203) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी