PIB Headquarters
azadi ka amrit mahotsav

વન સ્ટેશન વન પ્રોડક્ટ: રેલવે પ્લેટફોર્મ પર ભારતનો સ્થાનિક વારસો લાવી રહ્યા છે

પોસ્ટેડ ઓન: 25 MAR 2026 11:59AM by PIB Ahmedabad

ભારતભરના રેલવે સ્ટેશનો પર એક શાંત પરિવર્તન ચાલી રહ્યું છે, જે સ્થાનિક કારીગરીને રોજિંદી મુસાફરીના કેન્દ્રમાં લાવી રહ્યું છે. કેન્દ્રીય બજેટ 2022-23માં રજૂ કરવામાં આવેલી ભારતીય રેલવેની વન સ્ટેશન વન પ્રોડક્ટ (OSOP) પહેલ, સમર્પિત છૂટક જગ્યાઓ બનાવીને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપે છે, જે સ્થાનિક કારીગરો અને સ્વ-સહાય જૂથો (SHGs) ને બજાર સુધી પહોંચ પૂરી પાડે છે, ટકાઉ આજીવિકા પેદા કરે છે અને પ્રાદેશિક વિવિધતા પ્રદર્શિત કરે છે. આજે, 2,000થી વધુ રેલવે સ્ટેશનો લગભગ 2,326 OSOP આઉટલેટ્સ ધરાવે છે, જે સ્થાનિક ઉત્પાદકોને લાખો મુસાફરો સાથે જોડે છે અને 1.32 લાખથી વધુ વ્યક્તિઓને લાભ આપી રહ્યા છે (19 જાન્યુઆરી 2026 સુધીમાં).

તેનકાસી જં. રેલવે સ્ટેશન, તમિલનાડુ

25 માર્ચ 2022ના રોજ શરૂ કરવામાં આવેલી આ પહેલ ભારતીય રેલવેની વ્યાપક પહોંચનો ઉપયોગ સ્ટેશનોને પ્રાદેશિક ઉત્પાદનો માટે સુલભ બજારોમાં રૂપાંતરિત કરવા માટે કરે છે. 19 સ્ટેશનો પર સફળ 15-દિવસીય પાયલોટ પ્રોજેક્ટ પછી, OSOPને વ્યવસ્થિત રોલઆઉટ દ્વારા વિસ્તૃત કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે નજીવા દરે રોટેશનલ ધોરણે સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. રેલવે વિભાગો રાજ્યની એજન્સીઓ, SHGs અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) સાથે સંકલન કરીને આ યોજના અમલમાં મૂકે છે, જે સરળ કામગીરી અને વ્યાપક સમાવેશને સક્ષમ બનાવે છે.

OSOP હેઠળ પ્રદર્શિત ઉત્પાદનો દરેક પ્રદેશની વિશિષ્ટ ઓળખને પ્રતિબિંબિત કરે છે. તમિલનાડુના તેનકાસી જંક્શનમાં, કુશળતાપૂર્વક તૈયાર કરવામાં આવેલી નેતરની બનાવટો (cane products) સ્વદેશી કૌશલ્ય અને કારીગરીને હાઇલાઇટ કરે છે, જે સ્થાનિક પરંપરાઓ તરફ ધ્યાન ખેંચે છે. પટના રેલવે સ્ટેશન પર, સ્ટોલમાં વિશ્વ પ્રસિદ્ધ મધુબની પેઇન્ટિંગ્સ દર્શાવવામાં આવે છે, જે સ્થાનિક કલાકારો અને કારીગરોને, આ પરંપરાગત કલા વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.

મધુબની પેઇન્ટિંગ્સ, પટના જંક્શન, બિહાર

સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરીને, OSOP કારીગરો, વણકરો, ખેડૂતો અને SHGs ના સભ્યો, ખાસ કરીને મહિલા સંચાલિત જૂથોને પ્રાધાન્ય આપે છે. જેઓ ઔપચારિક બજારો સુધી મર્યાદિત પહોંચ ધરાવે છે તેમને લક્ષ્ય બનાવીને અને આઉટરીચ અને સંસ્થાકીય સંકલન દ્વારા તેમને ટેકો આપીને, OSOP તળિયાના સમુદાયોને તેમની પરંપરાગત આજીવિકા જાળવી રાખવાની સાથે વિશાળ ગ્રાહક આધાર સાથે જોડાવા માટે સક્ષમ બનાવે છે.

પ્રાદેશિક ઓળખનું પ્રદર્શન

OSOP આઉટલેટ્સ પ્રવાસીઓને સંભારણા (souvenirs) તરીકે અધિકૃત સ્થાનિક ઉત્પાદનો ખરીદવાની તક આપે છે, જે દરેક રાજ્યની વિશિષ્ટ સાંસ્કૃતિક અને આર્થિક ઓળખને પ્રતિબિંબિત કરે છે અને સાથે જ પાયાની આજીવિકાને પણ ટેકો આપે છે.

આસનસોલ રેલવે સ્ટેશન, પશ્ચિમ બંગાળ

પશ્ચિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશન પર, પ્લેટફોર્મ નંબર 4 પરનું એક OSOP કિઓસ્ક હેન્ડલૂમ બેગ, હાથથી બનાવેલી કલાકૃતિઓ અને ગાલીચા પ્રદર્શિત કરે છે, જે રાહ જોઈ રહેલા મુસાફરોને આકર્ષે છે. જેમ પ્રવાસીઓ વસ્તુઓ જુએ છે અને ખરીદી કરે છે, તેમ તેઓ માત્ર સંભારણા જ નહીં પરંતુ તે પ્રદેશની કારીગરી અને સાંસ્કૃતિક ઓળખનો એક અંશ પોતાની સાથે લઈ જાય છે.

મૂર માર્કેટ કોમ્પ્લેક્સ રેલવે સ્ટેશન, ચેન્નાઈ, તમિલનાડુ

મૂર માર્કેટ કોમ્પ્લેક્સ રેલવે સ્ટેશન પર, એક સ્ટોલ કોટન હેન્ડલૂમ ઉત્પાદનો પ્રદર્શિત કરે છે જે રાજ્યની સમૃદ્ધ કાપડ પરંપરાઓને હાઇલાઇટ કરે છે. આ સ્ટોલ્સ પ્રવાસીઓને સ્થાનિક વણકરોને ટેકો આપવાની સાથે સગવડતાપૂર્વક અધિકૃત હેન્ડલૂમ વસ્તુઓ ખરીદવાની મંજૂરી આપે છે.

નજીકમાં જ, એક અત્તર (પરફ્યુમ) સ્ટોલ મુલાકાતીઓને પરંપરાગત સુગંધનો પરિચય કરાવે છે, જે સાંસ્કૃતિક વારસા સાથે સંવેદનાત્મક અનુભવનું મિશ્રણ કરે છે, પ્રવાસીઓને સ્થાનિક કારીગરો અને કારીગરીને ટેકો આપતી વખતે પરંપરાગત સુગંધનો અનુભવ કરવાની તક આપે છે. દક્ષિણના દરિયાકાંઠાથી પૂર્વી પટ્ટા સુધી, આ પહેલ સ્થાનિક કારીગરીને વિશાળ પ્રેક્ષકો સાથે જોડવાનું ચાલુ રાખે છે.

બલાંગીર રેલવે સ્ટેશન, ઓડિશા

ઓડિશાના બલાંગીર રેલવે સ્ટેશન પર, વન સ્ટેશન વન પ્રોડક્ટ (OSOP) પહેલ હેઠળ સ્થાપિત રમકડાનો એક નાનો સ્ટોલ સ્થાનિક કારીગરો અને સ્વ-સહાય જૂથો (SHGs) માટે અર્થપૂર્ણ આજીવિકાની તકો ઊભી કરી રહ્યો છે. વિવિધ પ્રકારના રંગબેરંગી, હાથથી બનાવેલા સ્ટફ્ડ રમકડાં પ્રદર્શિત કરતો આ સ્ટોલ સ્થાનિક સમુદાયોની સર્જનાત્મકતા અને કૌશલ્યોને પ્રતિબિંબિત કરે છે, ખાસ કરીને SHGs સાથે જોડાયેલી મહિલાઓ કે જેઓ હવે તેમના ઉત્પાદનોને સીધા જ વિશાળ બજારમાં લાવી શકવા સક્ષમ છે.

સ્ટેશન પરથી પસાર થતા મુસાફરોના સતત પ્રવાહ સાથે, આ આઉટલેટ દૃશ્યતા અને સતત માંગ સુનિશ્ચિત કરે છે, જે કારીગરોને પરંપરાગત કારીગરી જાળવી રાખવાની સાથે ટકાઉ આવક મેળવવામાં મદદ કરે છે. આ પહેલ માત્ર પ્રાદેશિક હસ્તકલાને પ્રોત્સાહન જ નથી આપતી પરંતુ પાયાના સ્તરે સાહસિકતાને પણ મજબૂત કરે છે, જે સ્થાનિક ઉત્પાદકોને રાષ્ટ્રીય પ્રેક્ષકો સાથે જોડીનેવોકલ ફોર લોકલ’ ની ભાવનાને મૂર્તિમંત કરે છે. પશ્ચિમ તરફ આગળ વધતા, ઉત્પાદનોની વિવિધતા વિકસે છે, પરંતુ તેનો મૂળ પ્રભાવ સતત રહે છે, જે પરંપરાગત કૌશલ્યોને સાચવીને કારીગરોને સશક્ત બનાવે છે.

જયપુર જંક્શન રેલવે સ્ટેશન, રાજસ્થાન

જયપુર જંક્શન રેલવે સ્ટેશન પર, OSOP આઉટલેટ રાજસ્થાનના સાંગાનેરી પ્રિન્ટ ટેક્સટાઇલના વારસાને જીવંત કરે છે. પ્રવાસીઓ જટિલ પેટર્નવાળા કાપડને જોવા માટે ઉભા રહે છે, ત્યારે આ સ્ટોલ આ પ્રદેશની સમૃદ્ધ કલાત્મક પરંપરાની ઝલક આપે છે. વારસાના પ્રદર્શન ઉપરાંત, આ પહેલ સ્થાનિક કારીગરો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે જૂની કારીગરી જાળવી રાખીને ટકાઉ આજીવિકાની તકો ઊભી કરે છે.

ટાટાનગર રેલવે સ્ટેશન, ઝારખંડ

તે જ રીતે, ઝારખંડના ટાટાનગર રેલવે સ્ટેશન પર, OSOP સ્ટોલ્સ સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલી હાથબનાવટની વિવિધ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરે છે. તેમાંના ઘણા કારીગરો માટે, આ પ્લેટફોર્મે બજારની પહોંચને સ્થાનિક સીમાઓથી આગળ વિસ્તારી છે, જેનાથી તેમનું કામ વિશાળ પ્રેક્ષકો સુધી પહોંચી શકે છે. સ્ટોલ પરની દરેક વાતચીત પરંપરા અને તક વચ્ચેની કડી બને છે.

ભારતની સ્થાનિક પ્રતિભા માટેનું પ્લેટફોર્મ

OSOP આઉટલેટ્સનું વધતું નેટવર્ક દર્શાવે છે કે કેવી રીતે જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સર્વસમાવેશક વિકાસને ટેકો આપી શકે છે. રોજિંદી પરિવહન જગ્યાઓમાં સ્થાનિક ઉત્પાદનોને એકીકૃત કરીને, આ પહેલ પરંપરાગત કૌશલ્યોને જાળવી રાખીને પાયાના સ્તરની સાહસિકતાને મજબૂત બનાવે છે.

વધુ મહત્ત્વનું એ છે કે, OSOP નિયમિત મુસાફરીને અર્થપૂર્ણ મુલાકાતોમાં પરિવર્તિત કરે છે. પ્રવાસીઓ જે ઉત્પાદનો ખરીદે છે તેની પાછળની વાર્તાઓ સાથે જોડાય છે, જ્યારે કારીગરોને ઓળખ અને આર્થિક સ્થિરતા મળે છે. આ વિનિમયમાં, રેલવે સ્ટેશનો એવી જગ્યાઓ તરીકે વિકસે છે, જ્યાં સંસ્કૃતિ, વાણિજ્ય અને સમુદાય એકરૂપ થાય છે. જેમ જેમ OSOP વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે, તેમ તે સ્થાનિક પ્રતિભાને રાષ્ટ્રીય પ્લેટફોર્મ દ્વારા કેવી રીતે વધારી શકાય તેનું એક આકર્ષક ઉદાહરણ બની રહે છે—જે સુનિશ્ચિત કરે છે કે ભારતનો સમૃદ્ધ વારસો તેના મૂળ સ્થાનથી ઘણો આગળ પ્રવાસ કરે.

References

Ministry of Railways

https://x.com/RailMinIndia/status/1564882838792568832?s=20

https://sansad.in/getFile/loksabhaquestions/annex/183/AU2640_KY9bK4.pdf?source=pqals

https://swr.indianrailways.gov.in/cris/view_detail.jsp?lang=0&id=0,4,268&dcd=6990&did=1700126466366C941683059380D4F89F7306F3F333C7E#:~:text=One%20Station%20one%20Product%20(OSOP,are%20operational%20at%201037%20stations

https://www.instagram.com/p/DC6I_r0zTBQ/

https://www.instagram.com/p/DKl8m6Ghzmg/

https://x.com/RailMinIndia/status/1563572106620596225?s=20

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1923698&reg=3&lang=2

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2216453&reg=3&lang=1#:~:text=Indian%20Railways'%20One%20Station%20One,of%20India's%20rich%20regional%20diversity.

Click here to see PDF

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2245391) મુલાકાતી સંખ્યા : 35
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Bengali , Bengali-TR