રેલવે મંત્રાલય
રેલવે મુસાફરો માટે અનધિકૃત વેચાણ નાબૂદ કરવા અને ચકાસાયેલ ઓનબોર્ડ કેટરિંગ સેવાઓ સુનિશ્ચિત કરવા ભારતીય રેલવેમાં QR Code-સક્ષમ ઓળખ પત્રો અને ડિજિટલી ટ્રેસેબલ ફૂડ પેકેટ્સ
મોડર્ન બેઝ કિચન, ફરજિયાત FSSAI સર્ટિફિકેશન, CCTV મોનિટરિંગ, સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન અને થર્ડ-પાર્ટી ઓડિટ મુસાફરોને આરોગ્યપ્રદ અને ઉચ્ચ ગુણવત્તાનું ભોજન પહોંચાડી રહ્યા છે
પોસ્ટેડ ઓન:
19 MAR 2026 1:37PM by PIB Ahmedabad
ભારતીય રેલવેમાં મુસાફરોના વિસ્તારમાં અનધિકૃત ફેરિયાઓ અને વેચાણ પર પ્રતિબંધ છે. તે રેલવે અધિનિયમ, 1989 ની સેક્શન - 144 હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે. ટ્રેનોમાં અનધિકૃત વિક્રેતાઓના પ્રવેશને તપાસવા અને રોકવા માટે નિયુક્ત અધિકારીઓ અને RPF દ્વારા નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે. રેલવે પરિસરમાં અનધિકૃત વેચાણને રોકવા માટે રેલવે અને IRCTC ના અધિકારીઓ દ્વારા સમયાંતરે વિશેષ ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે.
ટ્રેનોમાં અધિકૃત વિક્રેતાઓની ઓળખ સ્થાપિત કરવા માટે, ઓનબોર્ડ કેટરિંગ સેવાઓનું સંચાલન કરવા માટે તૈનાત વ્યક્તિગત વિક્રેતાઓ/હેલ્પર્સ/સ્ટાફના નામે QR code સક્ષમ ઓળખ પત્રો (Identity Cards) જારી કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ QR code વિક્રેતાનું નામ, આધાર નંબર, મેડિકલ ફિટનેસ, પોલીસ વેરિફિકેશન વિગતો વગેરે પ્રદર્શિત કરીને સ્ટાફની પ્રમાણિકતા સ્થાપિત કરવા માટે લિંક કરેલ છે. અનધિકૃત વેચાણને રોકવા માટે લેવામાં આવેલા અન્ય પગલાઓમાં ફૂડ પેકેટ્સ પર QR code નો સમાવેશ થાય છે જે રસોડાનું નામ અને ઉત્પાદનની તારીખ વગેરે દર્શાવે છે.
ગુણવત્તા, સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા સુધારવા માટે નીચેના પગલાં લેવામાં આવ્યા છે:
- નિયુક્ત બેઝ કિચન (Base Kitchens) માંથી ભોજનનો પુરવઠો.
- ઓળખાયેલ સ્થળોએ આધુનિક બેઝ કિચન શરૂ કરવા.
- ભોજનની તૈયારીના બહેતર નિરીક્ષણ માટે બેઝ કિચનમાં CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવા.
- ખાદ્ય ઉત્પાદન માટે રસોઈ તેલ, લોટ, ચોખા, કઠોળ, મસાલાની વસ્તુઓ, પનીર, ડેરી ઉત્પાદનો વગેરે જેવી લોકપ્રિય અને બ્રાન્ડેડ કાચી સામગ્રીનું શોર્ટલિસ્ટિંગ અને ઉપયોગ.
- ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાની પદ્ધતિઓ પર દેખરેખ રાખવા માટે બેઝ કિચન પર ફૂડ સેફ્ટી સુપરવાઇઝર્સની નિમણૂક.
- ટ્રેનોમાં ઓન-બોર્ડ IRCTC સુપરવાઇઝર્સની તૈનાતી.
- બેઝ કિચન અને પેન્ટ્રી કારમાં નિયમિત ડીપ ક્લિનિંગ અને સમયાંતરે પેસ્ટ કંટ્રોલ.
- ખાદ્ય સુરક્ષાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા માટે, દરેક કેટરિંગ યુનિટના નિયુક્ત ફૂડ સેફ્ટી ઓફિસર્સ પાસેથી Food Safety and Standards Authority of India (FSSAI) સર્ટિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
- ટ્રેનોમાં ખોરાકની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષણ અને દેખરેખ પદ્ધતિના ભાગરૂપે નિયમિત ફૂડ સેમ્પલિંગ.
- પેન્ટ્રી કાર અને બેઝ કિચનમાં ખોરાકની સ્વચ્છતા અને ગુણવત્તા તપાસવા માટે થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવે છે. ગ્રાહક સંતોષ સર્વે (Customer satisfaction survey) પણ હાથ ધરવામાં આવે છે.
- ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન.
- કેટરિંગ સ્ટાફની કુશળતા વધારવા માટે IRCTC દ્વારા નિયમિત તાલીમ આપવામાં આવે છે, જે ગ્રાહક સેવા ક્ષેત્રો એટલે કે કોમ્યુનિકેશન, વિનમ્ર વર્તન, સેવાના ધોરણો, વ્યક્તિગત માવજત અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બુધવારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવી હતી.
SM/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2242395)
મુલાકાતી સંખ્યા : 26