સ્ટીલ મંત્રાલય
સ્ટીલ મંત્રાલય 23મી માર્ચે સ્ટીલ આયાતના મુદ્દાઓ પર 'ઓપન હાઉસ' યોજશે
પોસ્ટેડ ઓન:
18 MAR 2026 10:48AM by PIB Ahmedabad
સ્ટીલ મંત્રાલય 23મી માર્ચ, 2026ના રોજ સ્ટીલ રૂમ, ત્રીજો માળ, GPOA- 3, નેતાજી નગર નવી દિલ્હી ખાતે સ્ટીલની આયાત સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 'ઓપન હાઉસ' નું આયોજન કરશે. કંપનીઓ અને એસોસિએશનો ઉપરોક્ત વિષયો સંબંધિત તેમના મુદ્દાઓ ઓપન હાઉસમાં રજૂ કરી શકે છે. ઓપન હાઉસમાં ભાગ લેવા માટે, ઉપરોક્ત તારીખે કન્ફર્મ ટાઈમ સ્લોટ મેળવવા માટે tech-steel[at]nic[dot]in પર ઈ-મેલ મોકલી શકાય છે.
ઈ-મેલ મોકલતી વખતે, નીચેની માહિતીનો સમાવેશ કરી શકાય છે:
- કંપની/એસોસિએશનનું નામ
- ઉદ્યોગનો પ્રકાર અને ઉત્પાદન – ઓટો/એરોસ્પેસ/ટેલિકોમ/ડિફેન્સ, વગેરે.
- મુદ્દો SIMS/SARAL SIMS/QCO એક્ઝેમ્પશન (Exemption) ને લગતો હોય
- SIMS/SARAL SIMS/QCO એક્ઝેમ્પશન એપ્લિકેશનનો સંદર્ભ, જો કોઈ હોય તો
- મુદ્દો ટૂંકમાં (મહત્તમ 50 શબ્દો)
- સહભાગીનું નામ અને હોદ્દો (તૃતીય પક્ષ પ્રતિનિધિત્વની મંજૂરી નથી)
- સહભાગીની સંપર્ક વિગતો (મોબાઈલ નંબર અને ઈ-મેલ)
ઓપન હાઉસ સવારે 11:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી ચાલશે અને ચોક્કસ ટાઈમ સ્લોટ ઈ-મેલ દ્વારા જણાવવામાં આવશે. લોજિસ્ટિક પડકારોને કારણે વૉક-ઇન (સીધા આવી જવું) શક્ય બનશે નહીં અને વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે દરેક સંસ્થા દીઠ માત્ર એક જ પ્રતિનિધિને મંજૂરી છે.
તેવી સલાહ આપવામાં આવે છે કે સ્ટીલની આયાત માટે SIMS/SARAL SIMS/QCO એક્ઝેમ્પશન સંબંધિત મુદ્દાઓ ધરાવતી કોઈપણ કંપની અથવા એસોસિએશન કન્ફર્મ ટાઈમ-સ્લોટ મેળવવા માટે 20મી માર્ચ, બપોરે 03:00 વાગ્યા સુધીમાં ઉપરોક્ત ઈ-મેલ પર તેમની વિનંતી મોકલી શકે છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2241586)
મુલાકાતી સંખ્યા : 18