વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
azadi ka amrit mahotsav

યુદ્ધ કૌશલ્ય વધુને વધુ ટેકનોલોજી આધારિત બની રહ્યું છે; પરંપરાગત મેન-ટુ-મેન કોમ્બેટ ધીમે ધીમે ઘટી રહ્યું છે: ડો. જીતેન્દ્ર સિંહ


સ્પેસ સેક્ટરના સુધારાઓને પગલે ભારતની સ્પેસ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઝડપથી વિસ્તરી રહી છે: ‘અનસ્ટોપેબલ ભારત 2026’ કોન્ફરન્સમાં ડો. જીતેન્દ્ર સિંહ

સરકાર શરૂઆતના તબક્કાથી જ વૈજ્ઞાનિક પ્રતિભાને પોષવા માટે ઇકોસિસ્ટમ બનાવી રહી છે; વિજ્ઞાન જ્યોતિ જેવા કાર્યક્રમો છોકરીઓને વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરી રહ્યા છે: ડો. જીતેન્દ્ર સિંહ

ભારત ટેકનોલોજી સંચાલિત રાષ્ટ્રીય વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ

પોસ્ટેડ ઓન: 15 MAR 2026 4:28PM by PIB Ahmedabad

કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન અને પીએમઓ, કાર્મિક, જાહેર ફરિયાદો, પેન્શન, પરમાણુ ઊર્જા અને અવકાશ રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે યુદ્ધનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે અને તે વધુને વધુ ટેકનોલોજી આધારિત બની રહ્યું છે, જ્યાં પરંપરાગત મેન-ટુ-મેન કોમ્બેટ (વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેનું યુદ્ધ) ધીમે ધીમે ઘટી રહ્યું છે અને અદ્યતન ટેકનોલોજી વ્યૂહાત્મક સજ્જતા અને રાષ્ટ્રીય સુરક્ષામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.

નવી દિલ્હીમાં અલ્ટરનેટ મીડિયા કોન્ફરન્સ, અનસ્ટોપેબલ ભારત 2026” માં ફાયર ચેટ સેશન દરમિયાન બોલતા, ડો. જીતેન્દ્ર સિંહે કહ્યું કે અવકાશ, પરમાણુ ઊર્જા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અદ્યતન વૈજ્ઞાનિક સંશોધન જેવા ક્ષેત્રો ભારતના ભાવિ સુરક્ષા આર્કિટેક્ચર અને રાષ્ટ્રીય વિકાસને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

અવકાશ ક્ષેત્રમાં તાજેતરના સુધારાઓનો ઉલ્લેખ કરતા ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે આ ક્ષેત્રને ખાનગી ભાગીદારી અને સ્ટાર્ટઅપ્સ માટે ખોલવાથી દેશમાં નવીનતાની જીવંત ઇકોસિસ્ટમ ઉભી થઈ છે. તેમણે કહ્યું કે ભારત પાસે આજે ઝડપથી વિસ્તરી રહેલી સ્પેસ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અને ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ અને યુવા સંશોધકો વધુને વધુ સહયોગ કરી રહ્યા હોવાથી આગામી વર્ષોમાં દેશની સ્પેસ ઇકોનોમી નોંધપાત્ર રીતે વધવાની અપેક્ષા છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતમાં વૈજ્ઞાનિક પ્રતિભાની કોઈ અછત નથી અને સરકાર શરૂઆતના તબક્કાથી જ નવીનતાને પોષવા માટે સક્ષમ ઇકોસિસ્ટમ બનાવવા માટે કામ કરી રહી છે. તેમણે શાળા અને યુનિવર્સિટી સ્તરે વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી લેવાયેલી પહેલોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વિજ્ઞાન જ્યોતિ અને અન્ય માર્ગદર્શન પહેલો યુવા વિદ્યાર્થીઓને, ખાસ કરીને છોકરીઓને સંશોધન અને નવીનતામાં તકો શોધવામાં મદદ કરી રહી છે.

ડો. જીતેન્દ્ર સિંહે યુવા વિદ્યાર્થીઓને તેમની અભિરૂચિ વહેલી તકે ઓળખવા અને સંશોધનના વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરીને ભારતના વૈજ્ઞાનિક આધારને મજબૂત કરવાની જરૂરિયાત વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયોમાં જવા અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉભરતા ક્ષેત્રોની શોધ કરવા માટે વધુ લવચીકતા ઊભી કરી છે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના યુગમાં ઊર્જા સુરક્ષાના મહત્વ પર પ્રકાશ પાડતા ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પરમાણુ ઊર્જા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મોટા પાયાના ડેટા સેન્ટર્સ જેવી ભવિષ્યની ટેકનોલોજીને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે, જેને અવિરત અને વિશ્વસનીય પાવર સપ્લાયની જરૂર હોય છે. તેમણે કહ્યું કે પરમાણુ શક્તિ ઊર્જાનો સ્વચ્છ અને ભરોસાપાત્ર સ્ત્રોત પૂરો પાડે છે અને તે ભારતની લાંબા ગાળાની ઊર્જા વ્યૂહરચનાનો એક મહત્વપૂર્ણ ઘટક હશે.

મંત્રીશ્રીએ આરોગ્ય સંભાળમાં પરમાણુ વિજ્ઞાનની વિસ્તરતી ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ન્યુક્લિયર મેડિસિન કેન્સર અને રક્ત વિકૃતિઓ સહિતના ગંભીર રોગોની સારવારમાં નવી શક્યતાઓ ખોલી રહી છે, અને સંશોધન તથા ઉદ્યોગની વધતી ભાગીદારી દેશમાં અદ્યતન તબીબી તકનીકોની પહોંચ વધારવામાં મદદ કરશે.

ડો. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ભારત એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જ્યાં સરકારી સંસ્થાઓ, ખાનગી ઉદ્યોગ અને વૈજ્ઞાનિક સમુદાય વચ્ચેનો સહયોગ નવીનતાને વેગ આપશે અને સંરક્ષણ, આરોગ્ય સંભાળ, સ્વચ્છ ઊર્જા અને અદ્યતન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં રાષ્ટ્રીય ક્ષમતાઓને મજબૂત બનાવશે.

ફોટો: કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ રવિવારે નવી દિલ્હીમાં “અનસ્ટોપેબલ ભારત 2026” વિષય પર મીડિયા કોન્ફરન્સ દરમિયાન સંબોધન કરી રહ્યા છે.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2240388) મુલાકાતી સંખ્યા : 21
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी