રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતીય રેલવે દરરોજ 25,000 ટ્રેનો સુરક્ષિત રીતે ચલાવીને અને લાખો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડીને ઉચ્ચ ઓપરેશનલ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે


નિયમિત દેખરેખ, બહેતર જાળવણી પદ્ધતિઓ અને બેલાસ્ટની અદ્યતન ડીપ સ્ક્રીનિંગ દેશભરમાં એસેટની વિશ્વસનીયતા અને સમયપાલનમાં સુધારો કરે છે

OHE ની વિશ્વસનીયતા, જે સમયપાલન માટે નિર્ણાયક છે, તેમાં વધારો કરવામાં આવ્યો છે

જૂના OHE નું સમયસર રિપ્લેસમેન્ટ અને મોસમી ગોઠવણો ટ્રેનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરે છે

ડીઝલ લોકોમોટિવ્સ કટોકટીના સમયે ઝડપી પ્રતિસાદને મજબૂત બનાવે છે

પોસ્ટેડ ઓન: 12 MAR 2026 6:32PM by PIB Ahmedabad

ભારતીય રેલવે ટ્રેનોને સમયસર ચલાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. ભારતીય રેલવેનું સમયપાલન ધુમ્મસભર્યું વાતાવરણ, પાથની મર્યાદાઓ, એસેટની જાળવણી અને અન્ય મુદ્દાઓ, એલાર્મ ચેઈન ખેંચવી, આંદોલનો, પશુઓનું અકસ્માતે ટ્રેન નીચે આવવું અને અન્ય અણધાર્યા સંજોગો જેવા અનેક પરિબળોને કારણે પ્રભાવિત થાય છે.

ટ્રેનોના સમયપાલનમાં સુધારો કરવા માટે ભારતીય રેલવે દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં વિભાગીય, ઝોનલ અને રેલવે બોર્ડના સ્તરે પેસેન્જર ટ્રેનોના સંચાલનનું સઘન મોનિટરિંગ, એસેટની વિશ્વસનીયતા વધારવા માટે તેમના જાળવણી માટે રોલિંગ બ્લોક સિસ્ટમની રજૂઆત, આયોજનબદ્ધ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અડચણો દૂર કરવી અને વૈજ્ઞાનિક રીતે સમયપત્રકનું તર્કસંગતીકરણ સામેલ છે.

વધુમાં, પેસેન્જર ટ્રેનોના આગમન/પ્રસ્થાનના વાસ્તવિક સમય અને વાસ્તવિક રિપોર્ટિંગને સુનિશ્ચિત કરવા માટે ડેટા લોગર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સુધારણા પરના સતત ધ્યાનથી એસેટની વિશ્વસનીયતા અને નીચે મુજબના બહેતર સમયપાલનના પ્રદર્શનમાં મદદ મળી છે:

વર્ષ

સમયપાલન

2023-24

73.62 %

2024-25

77.12 %

2025-26 (ફેબ્રુઆરી 2026 સુધી)

77.24 %

ભારતીય રેલવે દરરોજ લગભગ 25,000 ટ્રેનોનું સંચાલન કરે છે અને એસેટ નિષ્ફળતાની ઘટનાઓ માત્ર 2 % છે, જેમાં લોકો/OHE નો સમાવેશ થાય છે. અસામાન્ય ઘટનાઓનું વિશ્લેષણ કરવામાં આવે છે, અને તે મુજબ યોગ્ય સુધારાત્મક પગલાં લેવામાં આવે છે.

ટ્રેનોનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે ટ્રેક, રોલિંગ સ્ટોક, OHE, સિગ્નલિંગ વગેરે સહિતની તમામ રેલવે એસેટનું નિયમિત નિરીક્ષણ અને જાળવણી નિર્ધારિત નિયમો મુજબ કરવામાં આવે છે. ઝોનલ રેલવેમાં વિભાગો/ડેપો અને વર્કશોપ વગેરેમાં નિયુક્ત અધિકારીઓ દ્વારા તેનું નિયમિતપણે મોનિટરિંગ કરવામાં આવે છે. ટ્રેનનું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે નિવારક જાળવણી પણ હાથ ધરવામાં આવે છે. પરિમાણોમાં સુધારો કરવા માટે સ્ટાફને નિયમિતપણે કાઉન્સેલિંગ આપવામાં આવે છે અને તાલીમ આપવામાં આવે છે.

ભારતીય રેલવેએ એસેટની વિશ્વસનીયતા સુધારવા માટે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના પગલાં ઓળખીને અમલમાં મૂક્યા છે. વધુમાં, રેલવેએ વિશેષ સમયપાલન અભિયાન શરૂ કરવા અને ટ્રેન સંચાલન સાથે સંકળાયેલા સ્ટાફને સંવેદનશીલ બનાવવા જેવા વિવિધ પગલાં શરૂ કર્યા છે.

ડીઝલ લોકોમોટિવ્સ, ઓવર હેડ ઇક્વિપમેન્ટ (OHE) નિષ્ફળતાઓ, સિગ્નલ નિષ્ફળતાઓ, ટ્રેક, ભીડ અને રોલિંગ સ્ટોકના મુદ્દાઓ જેવી એસેટની જાળવણીને કારણે સમયપાલન ગુમાવવાની ઘટનાઓનું મોનિટરિંગ કરવામાં આવે છે અને મૂળ કારણોને ઓળખવા માટે તાત્કાલિક વિશ્લેષણ કરવામાં આવે છે અને સુધારાત્મક અને સુધારણાત્મક પગલાં લેવામાં આવે છે.

ડીઝલ લોકોમોટિવ્સ અને OHE ની વિશ્વસનીયતા સુધારવા માટે નીચે મુજબના સંખ્યાબંધ સુધારાત્મક પગલાં લેવામાં આવ્યા છે:

ડીઝલ લોકોમોટિવ્સ: ડીઝલ લોકોમોટિવ્સ ભારતીય રેલવેની કટોકટી વ્યવસ્થાપન યોજના માટે નિર્ણાયક છે. વિશ્વસનીયતા જાળવવા અને સુધારવા માટે મહત્વપૂર્ણ એસેટની જાળવણી માટે ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેમાં નીચે મુજબના કાર્યોનો સમાવેશ થાય છે:

  • ડીઝલ લોકોમોટિવ્સમાં રિમોટ મોનિટરિંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ લોકોમોટિવ્સ એન્ડ ટ્રેન્સ (REMMLOT) ની જોગવાઈ.
  • WDG4G/6G લોકોમોટિવ્સમાં સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે ભારતભરમાં પ્રોમ્પ્ટ રિસ્પોન્સ ટીમની તૈનાતી.
  • બહેતર વિશ્વસનીયતા માટે કોમ્પ્યુટર કંટ્રોલ્ડ બ્રેક સિસ્ટમ જેવા ઘટકોની જાળવણીની આવર્તન (periodicity) માં સુધારો.

ઓવર હેડ ઇક્વિપમેન્ટ (OHE): OHE વિશ્વસનીય ટ્રેન સંચાલન માટે નિર્ણાયક છે. ભારતીય રેલવેએ નિયમિત સામયિક જાળવણી અને વિશેષ અભિયાન દ્વારા OHE ની વિશ્વસનીયતામાં સુધારો કર્યો છે. સુનિશ્ચિત ફૂટ પેટ્રોલિંગ, નિયમિત ટાવર-વેગન નિરીક્ષણ, TrD ઓડિટ અને જૂની એસેટનું વ્યવસ્થિત રિપ્લેસમેન્ટ સિસ્ટમની કામગીરીને મજબૂત બનાવે છે. છેલ્લા 02 વર્ષમાં નિષ્ફળતાઓમાં સતત ઘટાડો પ્રાપ્ત થયો છે. ઘણી સારી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે જેમ કે:

  • ટ્રેક કિનારે વૃક્ષોની ઓળખ માટે સર્વે, જે OHE નિષ્ફળતા માટે સંભવિત હોઈ શકે છે અને તેમની છંટાઈ/કાપણી.
  • પ્રદૂષિત વિસ્તારોમાં ઇન્સ્યુલેટરની વારંવાર સફાઈ.
  • હવામાનમાં ફેરફારની અસરને ઘટાડવા માટે, દરેક સિઝનમાં ઓટો ટેન્શનિંગ ડિવાઇસ (ATD) ની મુક્ત અવરજવર અને પેરામીટર્સની ગોઠવણ સુનિશ્ચિત કરવી.
  • ક્રોસઓવર અને ટર્નઆઉટ્સ, OHE પેરામીટર્સ અને તેની ગોઠવણ તપાસવા માટે વિશેષ અભિયાન.
  • નિર્ધારિત જાળવણી પદ્ધતિઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે ડેપો સ્તરે નિયમિત કાઉન્સેલિંગ સત્રો.
  • પ્રમાણભૂત પદ્ધતિઓના સંદર્ભમાં ખામીઓ અને અંતર ઓળખવા માટે અન્ય ડેપો દ્વારા જાળવણી ડેપોનું ક્રોસ ઓડિટ.
  • જાળવણી કર્મચારીઓ માટે નિયમિત તાલીમ.
  • જૂની એસેટનું સમયસર રિપ્લેસમેન્ટ અને કેટનરી તથા કોન્ટેક્ટ વાયરનું સ્થિતિ આધારિત રિપ્લેસમેન્ટ.
  • તૂટેલા અને ફ્લેશ થયેલા ઇન્સ્યુલેટરની ઓળખ અને વિશેષ અભિયાનમાં તેમનું રિપ્લેસમેન્ટ.

ટ્રેક જાળવણી (ડીપ સ્ક્રીનિંગ): ટ્રેકની સ્થિતિસ્થાપકતા, સ્થિરતા અને ડ્રેનેજ વધારવા માટે બેલાસ્ટની ડીપ સ્ક્રીનિંગ એક મુખ્ય યાંત્રિક જાળવણી પ્રવૃત્તિ તરીકે હાથ ધરવામાં આવે છે. કાર્ય બેલાસ્ટ ક્લિનિંગ મશીનો (BCMs) નો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાં હાઇ આઉટપુટ બેલાસ્ટ ક્લિનિંગ મશીનો (HOBCMs) નો સમાવેશ થાય છે, જે ન્યૂનતમ મેન્યુઅલ હસ્તક્ષેપ સાથે બેલાસ્ટ બેડની કાર્યક્ષમ અને સમાન સફાઈ સુનિશ્ચિત કરે છે.

અગાઉ, 2021 સુધી, ડીપ સ્ક્રીનિંગ વયના આધારે હાથ ધરવામાં આવતું હતું. અભિગમમાં હવે સુધારો કરીને સ્વચ્છ બેલાસ્ટ કુશન-આધારિત માપદંડ અપનાવવામાં આવ્યો છે, જે પ્રક્રિયાને વૈજ્ઞાનિક બનાવે છે અને વાસ્તવિક ફિલ્ડની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે. સુધારેલા નિયમો મુજબ, જ્યારે સ્વચ્છ બેલાસ્ટ કુશન 200 mm થી નીચે ઘટે ત્યારે મેઈન-લાઈન ટ્રેકની ડીપ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન HOBCMs સહિત 65 BCMs ના સમાવેશ સાથે યાંત્રિક ક્ષમતાને પણ નોંધપાત્ર રીતે મજબૂત કરવામાં આવી છે, જેણે ડીપ સ્ક્રીનિંગ માટે ભારતીય રેલવેની એકંદર ક્ષમતામાં વધારો કર્યો છે.

સમાન અમલીકરણ અને ગુણવત્તા નિયંત્રણને ટેકો આપવા માટે, ડીપ સ્ક્રીનિંગની કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવા માટે વિગતવાર માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જારી કરવામાં આવી છે. બેલાસ્ટ, સાધનો, ઉપકરણો અને તાલીમબદ્ધ માનવશક્તિની અગાઉથી ગોઠવણ તેમજ બહેતર સિક્વન્સિંગ અને શેડ્યુલિંગ સહિતના ઓપરેશનલ પ્લાનિંગમાં સુધારાને કારણે ઝડપી અમલીકરણ અને સંસાધનોનો બહેતર ઉપયોગ થયો છે. તેમની ઓપરેશનલ સંવેદનશીલતાને ધ્યાનમાં લેતા પોઈન્ટ્સ અને ક્રોસિંગ્સને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સ્થળોએ સુરક્ષિત અને સંકલિત અમલીકરણની સુવિધા માટે વિશેષ માર્ગદર્શિકા અને જોઈન્ટ પ્રોસિજર ઓર્ડર (JPO) જારી કરવામાં આવ્યા છે.

વય-આધારિતથી સ્થિતિ-આધારિત ડીપ સ્ક્રીનિંગ અભિગમમાં સંક્રમણ, જેને ઉન્નત યાંત્રિકીકરણ અને સંરચિત અમલીકરણ પ્રક્રિયાઓનું સમર્થન પ્રાપ્ત છે, તેણે ડીપ સ્ક્રીનિંગની ગતિ, કાર્યક્ષમતા અને ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કર્યો છે.

ડીપ સ્ક્રીનિંગની કુલ પ્રગતિ ઉત્તરોત્તર વધી રહી છે જે નીચે મુજબ આપવામાં આવી છે:

ક્રમ

વર્ષ

પ્રગતિ (Tkm માં)

1

2020-21

9985

2

2021-22

10056

3

2022-23

10766

4

2023-24

14935

5

2024-25

15433

માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં પ્રશ્નોના જવાબમાં આપી હતી.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2239159) મુલાકાતી સંખ્યા : 15
આ રીલીઝ વાંચો: English , हिन्दी