કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

લોક અદાલત એ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ એક મહત્વપૂર્ણ વૈકલ્પિક વિવાદ નિવારણ મિકેનિઝમ છે, જ્યાં કાયદાની અદાલતમાં પડતર અથવા પ્રી-લિટીગેશન સ્ટેજ પરના વિવાદો/કેસોનું સૌહાર્દપૂર્ણ રીતે નિકાલ/સમાધાન કરવામાં આવે છે


ન્યાય વિતરણમાં સુધારો

પોસ્ટેડ ઓન: 12 MAR 2026 12:52PM by PIB Ahmedabad

સરકારે પડતર કેસો ઘટાડવા માટે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (સુધારા) અધિનિયમ, 2018, કોમર્શિયલ કોર્ટ્સ (સુધારા) અધિનિયમ, 2018, સ્પેસિફિક રિલીફ (સુધારા) અધિનિયમ, 2018, આર્બિટ્રેશન એન્ડ કન્સીલિએશન (સુધારા) અધિનિયમ, 2019 અને ફોજદારી કાયદા (સુધારા) અધિનિયમ, 2018 માં સુધારો કર્યો છે.

લોક અદાલત એ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ એક મહત્વપૂર્ણ વૈકલ્પિક વિવાદ નિવારણ મિકેનિઝમ છે, જ્યાં કાયદાની અદાલતમાં પડતર અથવા પ્રી-લિટીગેશન સ્ટેજ પરના વિવાદો/કેસોનો સૌહાર્દપૂર્ણ રીતે નિકાલ/સમાધાન કરવામાં આવે છે. લીગલ સર્વિસીસ ઓથોરિટીઝ (LSA) એક્ટ, 1987 હેઠળ, લોક અદાલત દ્વારા આપવામાં આવેલ એવોર્ડ સિવિલ કોર્ટની ડિક્રી સમાન માનવામાં આવે છે અને તે તમામ પક્ષકારો માટે અંતિમ અને બંધનકર્તા છે અને તેની સામે કોઈ પણ કોર્ટમાં અપીલ કરી શકાતી નથી. રાષ્ટ્રીય લોક અદાલતો તમામ તાલુકાઓ, જિલ્લાઓ અને હાઈકોર્ટમાં પૂર્વ-નિર્ધારિત તારીખે એકસાથે આયોજિત કરવામાં આવે છે. 2016 થી ડિસેમ્બર 2025 સુધીમાં લોક અદાલતોમાં નિકાલ કરવામાં આવેલા કેસોની વિગતો નીચે મુજબ છે:

લોક અદાલત

પતાવટ થયેલા પ્રી-લિટીગેટિવ કેસો

પતાવટ થયેલા પડતર કેસો

રાષ્ટ્રીય લોક અદાલત

33,80,76,089

8,45,59,866

રાજ્ય લોક અદાલતો

39,33,548

67,03,159

કાયમી લોક અદાલતો (જાહેર ઉપયોગિતા સેવાને લગતા કેસો)

14,58,389

-

ન્યાય વિતરણ પ્રણાલીમાં પ્રણાલીગત વિલંબને દૂર કરવા માટે વધુમાં એક સંરચિત અભિગમની જરૂર છે અને કેન્દ્ર સરકાર બંધારણની કલમ 21 હેઠળ નિર્દેશિત કેસોના ઝડપી નિકાલ અને પેન્ડન્સી ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. ન્યાયતંત્ર દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે સરકારે અનેક પહેલ કરી છે જેમાં અન્ય બાબતોની સાથે, ઇ-કોર્ટ્સ મિશન મોડ પ્રોજેક્ટ હેઠળ ન્યાય સુધીની પહોંચ વધારવા અને વધુ પારદર્શિતા માટે નવીનતમ તકનીકોનું એકત્રીકરણ અને ન્યાયતંત્ર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટેની કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ જિલ્લા અને ગૌણ ન્યાયતંત્ર માટે યોગ્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના સંસાધનોની પૂર્તિ કરવાનો સમાવેશ થાય છે.

આ માહિતી કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો); અને સંસદીય બાબતોના મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી અર્જુન રામ મેઘવાલે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2239003) મુલાકાતી સંખ્યા : 9
આ રીલીઝ વાંચો: English , Urdu