ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
ડિજિટલ ઇન્ડિયા વધુ સુલભતા, પોષણક્ષમતા અને મજબૂત ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી ડિજિટલ સમાવેશને આગળ વધારી રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ
છેલ્લા દાયકામાં ઈન્ટરનેટ વપરાશમાં અનેકગણો વધારો થયો છે
વિશ્વમાં સૌથી ઓછા ડેટા ટેરિફ ભારતમાં છે
પોસ્ટેડ ઓન:
11 MAR 2026 3:57PM by PIB Ahmedabad
ટેકનોલોજીને સૌ માટે સુલભ બનાવી નાગરિકોને સશક્ત કરવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુસરીને, ભારતીય સરકારે જુલાઈ 2015માં ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમનો શુભારંભ કર્યો.
આ કાર્યક્રમ દ્વારા ભારતે ડિજિટલ વિભાજનને દૂર કર્યું છે, ત્રણ સ્તરીય વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ઇન્ટરનેટની પહોંચમાં વધારો કરવો, ઇન્ટરનેટને સસ્તું બનાવવું અને ડિજિટલ જાહેર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી. આ સર્વસમાવેશી ડિજિટલ વિકાસમાં પરિણમ્યું છે.
આજે, ભારત એ મોટી અર્થવ્યવસ્થાઓમાં અનોખું સ્થાન ધરાવે છે જેમણે ડિજિટલ જાહેર માળખાગત સુવિધાનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. હકીકતમાં, તાજેતરના AI ઇમ્પેક્ટ સમિટમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને જણાવ્યું હતું કે ભારતે એવું કંઈક બનાવ્યું છે જે વિશ્વના અન્ય કોઈ દેશે બનાવ્યું નથી.
ભારત સરકાર દ્વારા નીચે મુજબના પગલાં લેવામાં આવ્યા છે:
ઇન્ટરનેટની સુલભતા વધારવી:
છેલ્લા દાયકામાં ઇન્ટરનેટની સુલભતામાં અનેકગણો વધારો થયો છે.
|
વર્ષ
|
2014
|
2025
|
|
ઇન્ટરનેટ જોડાણ
|
25 કરોડ
|
103 કરોડ
|
(સ્ત્રોત: TRAI)
4G અને 5G નેટવર્કના ઝડપી વિસ્તરણ, ઓપ્ટિકલ ફાઈબર કેબલના વિશાળ નેટવર્ક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ઈન્ટરનેટની પહોંચમાં આ મોટાપાયે વધારો થયો છે.
B. ઇન્ટરનેટને સસ્તું બનાવવું:
ભારત વિશ્વના સૌથી ઓછા ડેટા ટેરિફ પૈકી એક ધરાવે છે.કોષ્ટક વિવિધ સાર્વજનિક સ્ત્રોતો પર ઉપલબ્ધ ટેરિફની સરખામણી કરે છે.
|
દેશ
|
1 જીબી ડેટાનો અંદાજિત ખર્ચ (USD)
|
|
ભારત
|
આશરે 0.08 થી 0.10 (ઓછામાં ઓછું)
|
|
બાંગ્લાદેશ
|
~ 0.23-0.34
|
|
નેપાળ
|
~ 0.27-0.43
|
|
શ્રીલંકા
|
~ 0.25-0.35
|
|
પાકિસ્તાન
|
~ 0.12-0.18
|
|
ફ્રાન્સ
|
~ 0.16-0.20
|
|
જર્મની
|
~ 2.14
|
|
વૈશ્વિક સરેરાશ
|
~ 2.59
|
પૂરી પાડવામાં આવેલી માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે ભારતનો ટેલિકોમ દર વિશ્વભરના સરેરાશ કરતા 25 ગણા ઓછો છે. પ્રધાનમંત્રીએ ટેલિકોમ સેક્ટરમાં લાવેલી પારદર્શિતાને કારણે આ શક્ય બન્યું છે.
C. ડિજિટલ સાર્વજનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી
ભારતે એક અનોખું ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવ્યું છે, જેણે આપણા લોકો માટે મોટા પાયે ડિજિટલ સોલ્યુશન્સ સક્ષમ બનાવ્યા છે.
આધાર: 1.43 અબજથી વધુ આધાર નંબર જનરેટ થયા છે, જે સાર્વત્રિક ડિજિટલ ઓળખ પૂરી પાડે છે. આનાથી કલ્યાણકારી યોજનાઓ અને નાણાકીય સમાવેશીકરણની પહોંચ સુગમ બની છે.
આધાર-લિંક્ડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા, વિવિધ કલ્યાણકારી યોજનાઓ (56 મંત્રાલયોની 328 યોજનાઓ)માંથી મળતા રોકડ લાભો સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. બહુવિધ દસ્તાવેજોની ચકાસણી સાથે આ કાર્ય કરવામાં આવ્યું છે, જેનાથી નકલી અથવા પુનરાવર્તિત લાભાર્થીઓ દૂર થયા છે.
વિવિધ સેવાઓનો લાભ લેવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા 16600 કરોડથી વધુ પ્રમાણીકરણ કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં 10.67 કરોડથી વધુ આધાર આઈડી જનરેટ થયા છે.
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI): UPI એ ડિજિટલ ચુકવણીના વ્યાપક સ્વીકારને સરળ બનાવ્યું છે, જેના 460 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે અને દર મહિને અબજો વ્યવહારો પ્રક્રિયા કરે છે. આ પ્લેટફોર્મ 65 મિલિયન વેપારીઓને સપોર્ટ કરે છે અને 685 બેંકોને એક જ સિસ્ટમમાં જોડે છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી મોટા ડિજિટલ ચુકવણી નેટવર્ક તરીકે સ્થાપિત કરે છે.
ભારતમાં 81% ડિજિટલ ચુકવણીઓનો આધાર UPI છે અને વિશ્વભરમાં રીઅલ-ટાઇમ ડિજિટલ ચુકવણીઓમાં લગભગ 49% હિસ્સો ધરાવે છે.
તેથી, ત્રણ પાંખિયા વ્યૂહરચનાના પરિણામે છેલ્લા દાયકામાં આપણા દેશમાં સર્વસમાવેશક ડિજિટલ વૃદ્ધિ થઈ છે.
જાહેર સલામતી અને જાહેર વ્યવસ્થાના રક્ષણ માટેની જોગવાઈઓ
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને જાહેર કટોકટી અને જાહેર સલામતીની ચિંતાઓને સંબોધવા માટે ઇન્ટરનેટને કામચલાઉ સ્થગિત કરવાના આદેશો જારી કરવાની સત્તા છે. આ ટેલિકોમ્યુનિકેશન (સેવાઓનું કામચલાઉ સ્થગિત) નિયમો, 2024 અને આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે.
આ માહિતી આજે લોકસભામાં ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2238315)
મુલાકાતી સંખ્યા : 10