સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

PM વિશ્વકર્મા અને MSME યોજનાઓ મહિલા કારીગરો અને ઉદ્યોગસાહસિકોને સહાય પૂરી પાડે છે

પોસ્ટેડ ઓન: 09 MAR 2026 1:06PM by PIB Ahmedabad

ઉદ્યમ રજીસ્ટ્રેશન પોર્ટલ (URP) અને ઉદ્યમ આસિસ્ટ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ડેટા મુજબ, 28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં નોંધાયેલા મહિલા સંચાલિત સાહસોની કુલ સંખ્યા 3,07,42,621 છે.

સરકાર સૂક્ષ્મ અને નાના સાહસો (MSEs) માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ (CGS) લાગુ કરે છે જેથી કોઈપણ કોલેટરલ સિક્યોરિટી (તારણ) અથવા તૃતીય-પક્ષ ગેરંટી વિના ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ (CGTMSE) હેઠળ મેમ્બર લેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટસ (MLIs) દ્વારા આપવામાં આવતી લોન માટે ક્રેડિટ ગેરંટી પૂરી પાડી શકાય. આ યોજના સામાન્ય રીતે 75% ની સામે મહિલા સંચાલિત MSEs ને આપવામાં આવતી લોન માટે 90% નું ઉન્નત ક્રેડિટ ગેરંટી કવરેજ પૂરું પાડે છે, સાથે ગેરંટી ફીમાં 10% ની છૂટછાટ પણ આપે છે.

PM વિશ્વકર્મા યોજના હેઠળ, કારીગરો અને શિલ્પકારોને મૂળભૂત કૌશલ્ય તાલીમ (5-7 દિવસ) અને અદ્યતન તાલીમ (15 દિવસ કે તેથી વધુ) દ્વારા સ્ટાઈપેન્ડની સહાય સાથે ક્ષમતા નિર્માણ સહાય પૂરી પાડવામાં આવે છે. તાલીમ મોડ્યુલ્સમાં ઉદ્યોગસાહસિક અભિમુખતા, નાણાકીય સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાનો સમાવેશ થાય છે, સાથે સંબંધિત વ્યવસાયોને લગતા આધુનિક સાધનો અને ઉપકરણોના ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ યોજના માર્કેટિંગ સપોર્ટ પણ પૂરી પાડે છે, જેમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઓનબોર્ડિંગ, પ્રોડક્ટ્સનું બ્રાન્ડિંગ અને પ્રમોશન સામેલ છે, જે લાભાર્થીઓની ક્ષમતાઓને મજબૂત કરવામાં અને સૂક્ષ્મ સાહસ પ્રવૃત્તિઓમાં તેમની ભાગીદારી સુધારવામાં મદદ કરે છે.

વધુમાં, પરંપરાગત ઉદ્યોગોના પુનર્જીવન માટે ફંડની યોજના (SFURTI) હેઠળ, ક્લસ્ટર-આધારિત હસ્તક્ષેપ દ્વારા ક્ષમતા નિર્માણ અને ડિજિટલ માર્કેટિંગ સંબંધિત તાલીમ પણ આપવામાં આવે છે. આમાં સોફ્ટ હસ્તક્ષેપની શ્રેણી જેવી કે સામાન્ય જાગૃતિ, કાઉન્સેલિંગ, પ્રોત્સાહન અને વિશ્વાસ નિર્માણ; તાલીમ મોડ્યુલ્સના ડિજિટાઈઝેશન પર ભાર સાથે સમગ્ર વેલ્યુ ચેઇનમાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ; અને મશીન હેન્ડલિંગ અને મેન્ટેનન્સ પરની તાલીમનો સમાવેશ થાય છે. આ યોજના સંસ્થા વિકાસ, એક્સપોઝર વિઝિટ્સ, ડિઝાઇન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને સેમિનાર, વર્કશોપ અને ટેકનોલોજી અપગ્રેડેશન પ્રોગ્રામ્સમાં ભાગીદારીને પણ સહાય કરે છે. આ ઉપરાંત, કારીગરોને સંબંધિત નોડલ એજન્સીઓ દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ડિજિટલ માર્કેટિંગ ચેનલો પર ઓનબોર્ડિંગ માટે સુવિધા આપવામાં આવે છે.

મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન) અને સેવાલક્ષી સૂક્ષ્મ સાહસોમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કેટલાક પગલાં નીચે મુજબ છે:

  • મહિલા માલિકીના MSMEs ની નોંધણી માટે વિશેષ અભિયાનો ચલાવવામાં આવે છે.
  • મહિલા ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા માટે, પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલિસી (જાહેર ખરીદી નીતિ) CPSEs/મંત્રાલયો/વિભાગો દ્વારા તેમની વાર્ષિક ખરીદીના ઓછામાં ઓછા 3% મહિલા ઉદ્યોગસાહસિકો પાસેથી ખરીદવાનું ફરજિયાત બનાવે છે.
  • પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) ક્રેડિટ-લિંક્ડ સબસિડી પૂરી પાડે છે અને પરંપરાગત કારીગરો અને ગ્રામીણ/શહેરી બેરોજગાર યુવાનોને મદદ કરીને બિન-ખેતી ક્ષેત્રમાં સૂક્ષ્મ સાહસોની સ્થાપનાની સુવિધા આપે છે. કુલ PMEGP લાભાર્થીઓમાંથી આશરે 40% મહિલાઓ છે અને તેમને બિન-વિશેષ શ્રેણી (25% સુધી) ની સરખામણીએ વધુ સબસિડી (35%) આપવામાં આવે છે.
  • કોઈર વિકાસ યોજના હેઠળ 'સ્કિલ અપગ્રેડેશન એન્ડ મહિલા કોઈર યોજના', એ કોઈર (નાળિયેરના રેશા) ક્ષેત્રમાં રોકાયેલા મહિલા કારીગરોની કૌશલ્ય વિકાસ માટેનો એક વિશિષ્ટ તાલીમ કાર્યક્રમ છે.
  • પ્રોક્યોરમેન્ટ એન્ડ માર્કેટિંગ સપોર્ટ સ્કીમ હેઠળ વેપાર મેળાઓમાં મહિલા ઉદ્યોગસાહસિકોની ભાગીદારીને અન્ય ઉદ્યોગસાહસિકો માટેના 80% ની સામે 100% સુધી સબસિડી આપવામાં આવે છે.
  • PM વિશ્વકર્મા યોજના 18 વ્યવસાયોમાં રોકાયેલા મહિલાઓ સહિત પરંપરાગત કારીગરો અને શિલ્પકારોને અનેક લાભો પૂરી પાડે છે.
  • 'યશસ્વિની' અભિયાનનો ઉદ્દેશ્ય હાલના અને સંભવિત મહિલા ઉદ્યોગસાહસિકોમાં MSME માટેની યોજનાઓ વિશે જાગૃતિ લાવવાનો છે જેથી તેમને હેન્ડહોલ્ડિંગ અને ક્ષમતા નિર્માણ માટે સતત સહાય પૂરી પાડી શકાય.

સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી, સુશ્રી શોભા કરંદલાજેએ આજે ​​રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2236998) મુલાકાતી સંખ્યા : 13
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Kannada