ભારતીય સ્પર્ધા પંચ
azadi ka amrit mahotsav

CCIએ જનરલ એટલાન્ટિક સિંગાપોર BWP પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બાલાજી વેફર્સમાં ચોક્કસ શેરહોલ્ડિંગના સંપાદનને મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 05 MAR 2026 10:46AM by PIB Ahmedabad

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) એ જનરલ એટલાન્ટિક સિંગાપોર BWP Pte. લિમિટેડ દ્વારા બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડમાં ચોક્કસ શેરહોલ્ડિંગ્સના સંપાદનને મંજૂરી આપી છે.

જનરલ એટલાન્ટિક સિંગાપોર BWP Pte. લિમિટેડ (GASBWP) બાલાજી વેફર્સના હાલના શેર હોલ્ડર્સથી સંપૂર્ણપણે ડાઈલ્યૂટેડ બેઝિસ પર બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ (બાલાજી વેફર્સ)માં કેટલાંક શેર હોલ્ડિંગ ખરીદી રહી છે (પ્રપોઝ્ડ કૉમ્બિનેશન).

GASBWP એ સિંગાપોરના કાયદા હેઠળ સ્થાપિત એક રોકાણ હોલ્ડિંગ કંપની છે. GASBWP જનરલ એટલાન્ટિક રોકાણ ભંડોળના જૂથ સાથે જોડાયેલ છે જે ટેકનોલોજી, આરોગ્યસંભાળ અને જીવન વિજ્ઞાન, નાણાકીય સેવાઓ, ગ્રાહક, આબોહવા અને ટકાઉ માળખાગત સુવિધા, માળખાગત સુવિધા અને રિયલ એસ્ટેટ જેવા વૈશ્વિક ક્ષેત્રોમાં વિકસતા વ્યવસાયોને મૂડી અને વ્યૂહાત્મક સહાય પૂરી પાડે છે. તેનો ઉદ્દેશ્ય તેની પોર્ટફોલિયો કંપનીઓમાં લાંબા ગાળાના રોકાણો રાખવાનો છે.

બાલાજી વેફર્સ એક ભારતીય સ્નેક ફુડ બનાવતી કંપની છે જે પેકેજ્ડ ફૂડનું ઉત્પાદન અને વેચાણ કરે છે, જેમાં સોલ્ટેડ સ્નેક્સ, નોન સોલ્ટેડ સ્નેક્સ, બિસ્કિટ, રેડી ટૂ ઈટ ફુડ અને મસાલાનો સમાવેશ થાય છે. તે પશ્ચિમ અને મધ્ય ભારતમાં મજબૂત હાજરી સાથે, સમગ્ર ભારતમાં વિતરકો અને છૂટક વેપારીઓના વિશાળ નેટવર્ક દ્વારા તેના ઉત્પાદનોનો સપ્લાય કરે છે.

વિગતવાર આદેશ કમિશન દ્વારા પછી જારી કરવામાં આવશે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2235493) મુલાકાતી સંખ્યા : 66
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil